________________
પ્ર. ૭]
કાલેલકર
[૩૧૧ ગુરુકુળ, રાજા મહેન્દ્ર પ્રતાપનું પ્રેમમહાવિદ્યાલય, આચાર્ય કૃપાલાનીજીને સિંધુ બ્રહ્મચર્યાશ્રમ અને રવીન્દ્રનાથની પ્રસિદ્ધ સંસ્થા શાંતિનિકેતનની મુલાકાત લીધી. શાંતિનિકેતનમાં તે ગુરુદેવના સાન્નિધ્યમાં થડે સમય અધ્યાપનનું કામ પણ કર્યું. ઈ. ૧૯૧૩માં આચાર્ય કૃપાલાની અને ગિરધારી જેવા મિત્રો સાથે તેઓ બ્રહ્મદેશને પ્રવાસ કરી આવ્યા.
- ઈ. ૧૯૧૫માં શાંતિનિકેતનમાં તેમને પ્રથમ વાર ગાંધીજી જેડે મુલાકાત થઈ. સત્યાગ્રહને સિદ્ધાંત તેમ જ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો વિશે તેમણે ગાંધીજી જેઓ વિચારવિનિમય કર્યો. સત્યાગ્રહના સાધનની ક્ષમતા વિશે તેમના મનમાં અત્યાર સુધી જે સંશય પડ્યો હતો તે આ મુલાકાતથી દૂર થયા. તેઓ હવે ગાંધીજીના અનુયાયી બન્યા. ગાંધીજીના સૂચનથી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા અને ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે શિક્ષણ કામ સ્વીકાર્યું, અને કેટલાક સમય એ સંસ્થાના સંચાલનની જવાબદારી પણ ઉપાડી. દરમ્યાન સત્યાગ્રહની લડતમાં તેઓ સક્રિય બન્યા.
ઈ. ૧૯૩૨માં ગૂજરાત વિદ્યાપીઠ છેડી અને આખાયે રાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ તેમને જેલ જવાના પ્રસંગે આવ્યા. રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના પ્રચારકાર્ય અંગે દેશના જુદાજુદા પ્રાંતમાં તેમને પ્રવાસ કરવા પડ્યા. સ્વાતંત્ર્યોત્તર સમયમાં “ગાંધી સ્મારક નિધિના નિયામક તરીકે સેવા આપી. રાષ્ટ્રીય કક્ષાની બીજી અનેક સંસ્થાઓ જોડે પણ તેઓ સંકળાયેલા રહ્યા. દરમ્યાન ચીન, જાપાન, રશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા વગેરે દેશમાં પ્રવાસ કરી આવ્યા. ભારતના “સાંસ્કૃતિક એલચી' તરીકે તેમની એ સેવા નોંધપાત્ર છે. ઈ. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતે મળેલા વીસમા અધિવેશનના તેઓ પ્રમુખ તરીકે વરાયા હતા. તેમની રાષ્ટ્રીય સેવાઓની કદર કરતાં ભારત સરકારે ઈ. ૧૯૬૪માં તેમને ‘પદ્મવિભૂષણુના ઇલકાબથી નવાજ્યા હતા. તેમના ચિંતનાત્મક ગ્રંથ “જીવનવ્યવસ્થાને સાહિત્ય અકાદમી, દિલ્હીનું ઈ. ૧૯૬૪નું પારિતોષિક એનાયત થયું હતું.
૨. નિરાળી પ્રતિભા કાકાસાહેબની લેખનપ્રવૃત્તિ ઈ. ૧૯૨૦ની આસપાસમાં શરૂ થયેલી તે અત્યાર સુધી અવિરતપણે ચાલુ રહી છે. ગુજરાતીમાં પ્રગટ થયેલા તેમના ગ્રંથોની કુલ સંખ્યા ચાળીસથી પણ વધારે છે. જન્મ મહારાષ્ટ્રી હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે પિતાની માતૃભાષા મરાઠી જેટલું જ ભક્તિભાવ તેમણે દાખવ્યો છે.