________________
૩૧૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ . [ ચં. ૪
૩. લલિત નિબંધ જીવનને આનંદ (ઈ. ૧૯૩૬): આ ગ્રંથમાં પ્રકૃતિદર્શન અને આકાશદર્શન ઉપરાંત કળાવિચારણના નિબંધો ગ્રંથસ્થ થયા છે. એમાં “પ્રકૃતિનું હાસ્ય અને નિવૃત્તિમાં નિરીક્ષણ” એ બે ખંડમાં પ્રકૃતિનાં વિભિન્ન સૌંદર્ય રૂપનું વર્ણન કરતા નિબંધે રજૂ થયા છે. પ્રકૃતિનું સૌંદર્ય માણવા તેઓ સતત પરિભ્રમણ કરતા રહ્યા છે. પણ નિવૃત્તિમાં નિરીક્ષણ” ખંડનાં લખાણો જેલવાસમાં લખાયાં છે. જેલજીવનની એકાંતતામાં, ખાસ કરીને માંદગીની નિવૃત્તિની ક્ષણોમાં, આસપાસની પ્રકૃતિને નિકટતાથી અવલોકવાની વૃત્તિમાંથી એ લખાણો જન્મ્યાં છે. પ્રકૃતિ જાણે કે સતત અવનવાં રૂપમાં અવનવી છટાઓથી કાકાસાહેબને આમંત્રણ આપતી રહી છે, અને પ્રસન્નતાપૂર્વક તેઓ એ આમંત્રણ સ્વીકારતા રહ્યા છે ! પ્રકૃતિનું રમ્યભવ્ય દશ્ય તેમના અંતરમાં અપૂર્વ આલાદ જગાડે છે. એમાં કવચિત શેકની છાયા ભળે છે, કવચિત અસૂયાની લાગણી ઉમેરાય છે! પ્રકૃતિ જીવંત સત્વ હોય એ રીતે આત્મીયતાથી તેઓ તેની જોડે વિશંભકથા માંડે છે, કે સ્વગતોક્તિ ઉચ્ચારે છે. પ્રકૃતિના વિશુદ્ધ આનંદના મૂળમાં ખરેખર તો તેમની ભક્તિ અને વિસ્મયની અનુભૂતિઓ રહી હોય છે. નિર્વ્યાજ વિશુદ્ધ આનંદ એ જે તેમના સૌંદર્યબોધની ક્ષણોની પરાકાષ્ઠા છે, તે એવો આનંદ જ તેમના લલિત નિબંધેનું મુખ્ય પ્રેરક બળ છે.
ગમે તે સ્થિતિમાં કુદરતનું દર્શન આહૂલાદક જ હોય છે, એવી તેમના અંતરની દઢ પ્રતીતિ રહી છે. ઉષાકાળે કેસરવણી આભા અને સોનેરી ઝાંયથી દીપનું પૂવય આકાશ, તારાનક્ષત્રથી મોરી ઊઠતું રાત્રિનું કદંબવૃક્ષ, ઋતુઋતુએ મનેભાવ બદલતાં રહેતાં વાદળાની અવનવી રંગલીલા, નગરને રોશનીથી ઝળહળ કરી મૂકતા દીવાઓની હારમાળા, સૂરજનાં તેજ પીતાં કૂણું પર્ણો – એવી નૈસર્ગિક સૌંદર્યની છટાએ તે તેઓ માણે જ છે. પણ જીવનનાં શુષ્ક અને રેઢિયાળ લાગતાં દશ્યોમાંય તેઓ લીન બની જાય છે. પ્રખર શ્રીમને મધ્યાહ્નકાળે આકાશના નીરવ એકાંતમાં ચકરાવા લેતી સમડીઓ જોવાનું કે કુમાશભર્યા કાદવમાં અંકાઈ ગયેલી પગલાંઓની લિપિ ઉકેલવાનું કે પાણીની સપાટી પર વિસ્તરી રહેલી લીલનું બારીક નિરીક્ષણ કરવાનું તો કાકાસાહેબ જેવા કેકને જ સૂછે અરે, સુકાતી માટીની તિરાડોથી રચાઈ જતી આકૃતિઓ જોવાનું પણ તેઓ ચૂક્યા નથી ! એમ કહી શકાય કે પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત અલગ અલગ કે સાથે મળીને જે જે માયાવી રૂપ રચે છે, તે સર્વને તેઓ એકસરખી ઉત્સુકતાથી નિહાળતા રહ્યા છે. આવી ક્ષણે તેઓ જે વિરલ પ્રસન્નતા અનુભવી રહ્યા હોય છે, તેની પાછળ તેમની વિરલ આધ્યાત્મિક