________________
૩૦૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
હઠપૂર્ણાંક ન વળગે, તેમાં દોષ હાવાને સભવ હમેશાં માને '' (પૃ. ૩૫૭), કાઈ કામાં પોતાના હેતુ વિશે એમને શંકા હેાય છે તેના પણ ગાંધીજી વિનાસાચે નિર્દેશ કરે છે. સને ૧૮૯૭માં તે બીજી વાર નાતાલ ગયા ત્યારે ગારાઓના ઉશ્કેરાયેલા ટાળાએ એમના ઉપર હુમલા કર્યાં હતા અને પેાલીસ સુપરિન્ટેન્ડેન્ટની સલાહ માની તેઓ છૂપા વેશે મિત્રના મકાનમાંથી ભાગી ગયા હતા એ પ્રસંગની ચર્ચા કરતાં તેઓ લખે છે: “એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં એ કામ કરવા વખત આવ્યા. .. . કાણુ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યા કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના, કે ત્રણેયના ? ’ પેાતાનાં જે કાર્યો વિશે એમના મનમાં કશી શકા ન હોય એવા કિસ્સામાં પણ ગાંધીજી સામા પક્ષનું દૃષ્ટિબિંદુ સમજી શકે છે. સને ૧૮૯૩માં પહેલી વાર તેઓ નાતાલ પહેાંચ્યા ત્યારે કામાં પાઘડી ઉતારવાના ઇન્કાર કર્યા હતા, પરંતુ વકીલ તરીકે સનદ મળ્યા પછી કોર્ટના નિયમને માન આપી તેમણે તે ઉતારી. “અબદુલ્લા શેઠ અને ખીજા મિત્રાને,” ગાંધીજી લખે છે, “મારી નરમાશ ન ગમી,’’ પણ ‘‘નરમાશ'' શબ્દ પછી તેઓ કૌંસમાં ઉમેરે છે કે નબળાઈ ?’’ (પૃ. ૧૪૯). મેટા પુત્ર હરિલાલનું દષ્ટિબિંદુ, પોતે એને ભૂલભરેલું માનતા હાવા છતાં, ગાંધીજી નિષ્પક્ષપાતપણે રજૂ કરે છે. હરિલાલના બાળપણના સમય, તએ લખે છે, “.....મેં દરેક રીતે મારા મૂર્છાકાળ, વૈભવકાળ મન્યા છે,” પણ હિરલાલ “કેમ માને કે તે મારા મૂર્છાકાળ હતા ? તે કાં ન માને કે, તે કાળે મારા જ્ઞાનકાળ હતા અને તે પછી થયેલાં પરિવના અયોગ્ય અને માહજન્ય હતાં ?... મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની” હતાં ?
66
ન દૃષ્ટિ ; ગાંધીજીની લેાકશાહી નમ્રતાનું સૌથી આકર્ષીક રૂપ એમની નર્મદિષ્ટ છે, અને તે એમને જગતના મહાપુરુષોમાં અદ્વિતીય બનાવે છે. “પાસે સૂતેલી અને હવે કંઈક જુવાનીમાં આવેલી સ્ત્રીની પાસે' ભૂત ઇત્યાદિ વિશેની પેાતાની ખીકની વાત કરતાં શરમ આવતી હતી એ કબૂલ કરવાની હિંમત ગાંધીજી જ બતાવી શકે (પૃ. ૨૧). વેશ્યાઘરની મુલાકાતના શરમજનક પ્રસંગનું વર્ણન કરતાં પણ ગાંધીજીની નર્મદષ્ટિ એ પ્રસંગનું રમૂજી પાસુ જોઈ શકે છે અને નોંધે છે: આઈ ગુસ્સે થઈ ને મને બેચાર ચેાપડી'ને દરવાજો જ બતાવ્યો' (પૃ. ૨૪), એક સગા સાથે આપઘાત કરવાના પ્રયત્ન કરતાં પહેલાં બન્નેએ ઉદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યુ, દર્શન કર્યાં, ને એકાંત શોધી’ (પૃ. ૨૬) એ દૃશ્યમાં ગાંધીજીએ કિશારમાનસનું કૃતક ગાંભીર્ય કેવી સૂક્ષમ ન ષ્ટિથી છતું કરી આપ્યું છે! લંડનમાં અગ્રેજી સમાજની ‘સભ્ય’ રીતભાત શીખવાના પ્રયત્નાનું વર્ણન આપતું આખું પ્રકરણ ગાંધીજીની નદષ્ટિનું એક ઉત્તમ