________________
પ્ર. ž ]
ગાંધીજી
[ ૨૯૯
હલાવી શકે છે” (પૃ. ૩૪૪-૫). આત્માની કસરત'' શબ્દપ્રયાગ માનવવ્યવહારના એક અતિમહત્ત્વના પ્રશ્નને નિર્દેશ કરી જાય છે. એક વ્યક્તિના સત્યનિષ્ઠ આચરણના ખીજી વ્યક્તિ કે સમાજ ઉપર પડતા પ્રભાવને મનેાવિજ્ઞાને ઊંડા અભ્યાસ કર્યો નથી, પરંતુ કેળવણીનાં તેમ જ જાહેર જીવનનાં ક્ષેત્રામાં ગાંધીજીના પ્રયાગામાંથી એ જ મુખ્ય પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પહેલા વિશ્વયુદ્ધમાં એમણે બ્રિટિશ સરકારને સહકાર આપ્યા હતા. તેની ચર્ચામાં ગાંધીજીએ એ પ્રશ્નને ખીજા દષ્ટિકાણથી ઉપસ્થિત કર્યાં છે. તેઓ લખે છે : “હિંસાની હેાળી વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણીએ છીએ,' અને તેથી કેાઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.' વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી. છે. અને જો પ્રાણીમાત્રના અભેદ હેાય તેા એકના પાપની અસર ખીજાની ઉપર થાય છે, તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતા ’ (પૃ. ૩૫૫-૪). પણ જો એક વ્યક્તિની હિંસા ખીન્ન એને સ્પો છે, તે। એની અહિંસા પણુ ખીન્ત આને કેમ ન સ્પર્શે ? અને કેવી રીતે એવી અહિંસા કેળવી શકાય ? ગાંધીજીનું આખું જીવન આ પ્રશ્નોના ઉત્તર ખેાળવાના પ્રયાસ રૂપે હતું. અહિંસાના પડમાં રહેલી અદ્વૈતભાવનાના ખ્રિસ્તી ધર્મની ઈશ્વરે મનુષ્યને પેાતાની પ્રતિકૃતિ રૂપે સર્જ્યો છે એ માન્યતા સાથે સમન્વય સાધતાં ગાંધીજી એક બીજા સંદર્ભોમાં લખે છે: “તંત્રની સામે ઝઘડા શાભે, તંત્રીની સામે ઝઘડા કરવે તે પેાતાની સામે કર્યા બરાબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દેારાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રશ્ન છીએ. તંત્રીમાં તા અનંત શક્તિ રહેલી છે. તંત્રીના અનાદર-તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓના અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમ જ જગતને નુકસાન પહાંચે” (પૃ. ૨૭૫). સાદી અનુભવવાણીમાં મૂડેલી અહિંસાની આ ટૂંકી તત્ત્વવિચારણાની પાછળ માનવહૃદયની વિકાસક્ષમતા વિશે જે શ્રદ્ધા રહેલી છે તે શેલી જેવા કેાઈ કવિએમાં જ દેખાય છે.
મતાગ્રહિતાના અભાવ: આવા સ પ્રશ્નોની ચર્ચામાં કયાંય મતાગ્રહિતા(dogmatism)ના આભાસ આવતા નથી. વાચક એમની સાથે સંમત કે અસંમત થવા સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે એમ માનીને જ ગાંધીજી ચાલે છે. પેાતાની દૃષ્ટિમાં ભૂલ હેાવાને સંભવ ગાંધીજી હમેશાં સ્વીકારે છે. પેાતે અહિંસાના પૂજારી હેાવા છતાં પહેલા વિશ્વયુદ્ધમાં તેમણે બ્રિટિશ સરકારને મહ્દ કરવાની ઇંગ્લેંડમાં વસતા હિંદી વિદ્યાથી આને સલાહ આપી હતી એના સમર્થનમાં દલાલે આપ્યા પછી તેઓ લખે છે : “પ્રશ્ન ઝીણા છે. તેમાં મતભેદને અવકાશ છે. . . . સત્યને આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કા ન કરે, તે પેાતાના વિચારાને