________________
[૩૦૧.
પ્ર. ૬]
ગાંધીજી સર્જન છે. એક પ્રસંગે જે કુટુંબમાં તેઓ રહેતા હતા તેની યુવાન પુત્રી શિષ્ટાચાર રૂપે તેમને ફરવા લઈ ગઈ હતી ત્યારે, ગાંધીજી લખે છે, “એ તે આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યારે મારે મઢેથી કોઈ વેળા “હા” ને કઈ વેળા ‘નાનો સૂર નીકળે.... તે તે પવનમાં ઊડતી જાય અને હું ઘરભેળાં ક્યારે થવાય એ વિચાર કરું.” બને એક ટેકરી ઉપર ચઢેલાં ત્યાંથી “માંડમાંડ પર ઘસડતો, કાંઈક બેસતે ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ‘શા.બા...શ' કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો” (પૃ. ૬૬). સન ૧૯૦૧ની કલકત્તા કોંગ્રેસમાં હાજરી આપવા જતાં રસ્તામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન વિશે ફિરોજશા મહેતા સાથે ચર્ચા કરવા એમના ડબ્બામાં ગયા હતા. ફિરોજશાની નિરુત્સાહ કરતી સલાહ સાંભળી, ગાંધીજી લખે છે, “હું તો આભો જ થઈ રહ્યો. સર ચીમનલાલે ટાપશી પૂરી. સર દીનશાએ મારી સામે દયામણી નજરે જોયું...બીજે સ્ટેશને જેવી ગાડી ઊભી રહી તે હું ભાગ્યો ને મારા ડબામાં પેસી ગયો (પૃ. ૨૩૩). દક્ષિણ આફ્રિકાની હિંદી કેમ અને ગોરાએ બન્નેને થોડા જ સમયમાં પિતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરનાર યુવકની ભારતમાં આ દશા ! સન ૧૯૧૮ની માંદગી દરમિયાન ગાંધીજી “મરવાની રાહ જોઈ રહ્યા હતા તેટલામાં દાકતર તળવળકર એક વિચિત્ર પ્રાણી લાવ્યા.....તેમને હિંદુસ્તાન ઓળખતું નથી, પણ એ મારા જેવા ‘ચક્રમ’ છે, એટલે હું તેમને જોતાં સમજી શક્યો” (પૃ. ૪૫૪–૫). પિતાને “ચક્રમ’ તરીકે ઓળખાવતા ગાંધીજી જ લખી શકેઃ “મહાત્માનાં દુઃખ તે મારા જેવા “મહાત્મા' જ જાણે” (પૃ. ૨૪૩).
પરમ સત્યનિષ્ઠ નમ્રતાની ઝાંખી: ભૌતિક વિજ્ઞાને માણસની બુદ્ધિને જડ સૃષ્ટિનાં સૂક્ષ્મતમ રહસ્ય પ્રગટ કરી આપ્યાં છે, પરંતુ પિતાના હદયનું સત્ય પામવાને માર્ગ અને હજુ જડ્યો નથી. એ માટે એનામાં વૈજ્ઞાનિકના કરતાં જુદા જ પ્રકારની નમ્રતા જોઈએ. તે કેવી હોય તેની બૌદ્ધિક વ્યાખ્યા આપી શકાતી નથી, પણ કોઈ જીવનમાં કે કલ્પનાને સર્જનમાં તે પ્રગટે છે ત્યારે તે અનુભવી શકાય છે. “સત્યના પ્રયોગોમાં એવી નમ્રતાની પ્રતીતિપ્રેરક ઝાંખી થાય છે અને વાચક અનુભવે છે કે પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે “ભલે મારા જેવા અનેકેને ક્ષય થાઓ, પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવાને સાર સત્યને ગજ કદી ટૂંકો ન બને” – એ શિષ્ટાચારવચન નથી પણ એમના હૃદયને ઉદ્ગાર છે. કૃતિની આ ચમત્કારી સિદ્ધિ શુદ્ધ સત્ય એ જ સર્વશ્રેષ્ઠ કળા છે એ ગાંધીજીની શ્રદ્ધાને ચરિતાર્થ કરે છે.