________________
૨૯૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ પિતાની જીવનકથા કહેવાને એને હેતુ બેધલક્ષી છે, પરંતુ તે ક્યારેય ઊંચા
સ્થાને ઊભો રહી ઉપદેશ આપતા જણાતો નથી. પિતાના અનુભવોમાંથી તે જે શીખ્યો છે અને જે વાચકે પણ શીખી શકે એમ તે માને છે એની એ એવી રીતે ચર્ચા કરે છે કે એનું એ સત્યદર્શન એના અનુભવમાંથી સ્વાભાવિક રીતે જ ઊગતું જણાય છે અને વાચકને લાગે છે કે એવા અનુભવમાંથી કે એવી પરિસ્થિતિમાં પોતે પણ કદાચ એ રીતે વિચાર કરે. કથા એ મિત્રના આંતરવિકાસની હોઈ તે કવચિત્ ઊર્મિના આવેગોને વશ બનતા ને પ્રસંગોપાત્ત વિચારોમાં ડૂબી જતો જણાય છે, પરંતુ તરત તે વાચકને પાછો સામાન્ય વ્યવહારષ્ટિમાં લાવી મૂકે છે. કોઈ કળાકાર પોતાના પાત્રની સાથે તાદમ્ય અનુભવતો છતાં તેને તટસ્થતાથી જુએ તેમ તે પિતાના ભૂતકાળની સાથે તાદાત અનુભવતો છતાં તેને તટસ્થતાથી, ક્યારેક નર્મદષ્ટિથી પણ જુએ છે, અને તેથી એની કથા અતિશક્તિના, એકાંગી દર્શનના કે અતિગાંભીર્યના આભાસમાંથી સર્વથા મુકત રહી છે. જે વિરલ નમ્રતાએ કથનકળાની આવી સિદ્ધિ શક્ય બનાવી છે તે મનુષ્યની આધ્યાત્મિક વિકાસક્ષમતાને એક અતિઉરચ ઉન્મેષ છે અને એકસાથે ગાંધીજીના વ્યક્તિત્વનાં માનવીય ને લકત્તર અંશોનું દર્શન કરાવી જાય છે.
વિભિન્ન તંતુઓને વણાટ: “સત્યના પ્રયોગો'ને આ બોધલક્ષી હેતુ રહ્યો હોવા છતાં તે એક ચિરંજીવ સાહિત્યકૃતિ બની છે. પ્રકરણો કેવી રીતે લખાઈ રહ્યાં હતાં તે સમજાવતાં ગાંધીજી લખે છેઃ “જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યેજના તૈયાર નહોતી. લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય” (પૃ. ૨૭૮). એમના એ અંતર્યામીએ, કઈ નવલકથાકાર એણે લખવા ધારેલી નવલકથાના વિષયવસ્તુને જુએ તેમ એમના પ્રયોગોની કથાને આદિથી અંત સુધી એક સળંગ વિકાસ પ્રક્રિયા રૂપે જોઈ અને નિરૂપી છે. એ વિકાસકથામાં ખાનગી ને જાહેર જીવનના પ્રસંગો, ખોરાકના પ્રયોગો, સેવાભાવના, ત્યાગવૃત્તિ ને બ્રહ્મચર્ય વ્રત દ્વારા ગાંધીજીના જીવનમાં આવતું ક્રમશઃ પરિવર્તન, કેળવણીના પ્રયોગો અને ધાર્મિક વાચન તથા ચિંતન, એમ ભિન્નભિન્ન તંતુઓ વણાય છે અને એ સર્વને લગતાં પ્રકરણોને કમ એવી રીતે ગોઠવાય છે કે દરેક કથાતંતુનું સાતત્ય જળવાઈ રહે છે અને સમગ્ર રીતે ગાંધીજીનું જીવન કોઈ ચોકકસ દિશામાં ગતિ કરતું દેખાય છે. વળી, વ્યક્તિની વિકાસપ્રક્રિયા અનુભવ ને ચિંતનની સાંકળપરંપરા રૂપે ચાલે છે અને ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં એવી સાંકળપરંપરા રચીને જ વાત કરેલી છે. એથી એકવિધતા અને નીરસતાને તક મળી નથી અને યથાર્થતા પૂરેપૂરી સચવાઈ છે.
પ્રકરણુરચનાનું કૌશલ: પિતાની વિકાસકથાના વિવિધ પ્રસંગેના