________________
ગાંધીજી
પ્ર. હું]
[ ૨૯૫
આલેખનમાં ગાંધીજીએ એક સિદ્ધહસ્ત વાર્તાલેખકની કુશળતા બતાવી છે. દરેક પ્રકરણને તેમણે ટૂંકી વાર્તા કે નિબંધનેા ઘાટ આપ્યા છે અને તેને કથાના એક સાવ સ્વતંત્ર ઘટક બનાવ્યા છે. કાઈ કાઈ પ્રકરણને ઉપસંહાર કરતાં તે એ પ્રકરણમાંથી ખેંચવાનેા સાર કે સમજાવવા સિદ્ધાંત સ્પષ્ટ કરી આપે છે અથવા કથાના એક તબક્કાની સમાપ્તિ સૂચવે છે કે આવવાના પ્રકરણના વિષયને નિર્દેશ કરી તે વિશે વાચકની જિજ્ઞાસા જાગ્રત કરે છે. પ્રકરણેાની શરૂઆત પણ એટલી જ કળાત્મક હેાય છે. બાળવિવાહ'નું પ્રકરણ (૧. ૩) શરૂ કરતાં તેઓ લખે છેઃ “આ પ્રકરણ મારે ન લખવુ' પડે એમ હુ* ઇચ્છું છું.” અને એ વાકય દ્વારા એમના જીવનની એ સ્મૃતિ કેટલી દુઃખદ હતી તેને અને લગ્નનાં જે અનિષ્ટ પરિણામેાનુ તે વર્ણન કરવા ધારે છે તેના એકસાથે નિર્દેશ કરી દે છે. પ્રકરણને અંતે તેઓ લખે છે, “મેં તેા ધણીપણું આ','' અને તે એની પછીથી આવનાર પ્રકરણમાં જે વનનુ તે વર્ણન કરવાના છે તેની અગાઉથી ટીકા કરી દે છે. બાળલગ્ન ઉત્તેજિત કરેલી વિષયાસક્તિની કથા પૂરી કરી વાચક માટે તેમાંથી સાર ખેંચતાં ગાંધીજી લખે છેઃ “જે માબાપાને અથવા જે બાલદ પતીને ચેતવું હાય તે આ દૃષ્ટાંતથી ચેતા” (પૃ. ૩૧). ‘બાલાસુંદરમ્’ઉપરનું પ્રકરણ (ર. ૨૦) સચાટ શરૂઆત અને એવા જ સચેષ્ટ અંત દ્વારા વાચકનું ધ્યાન ખેંચે એ રીતે પેાતાના અનુભવાના સાર આપી દેવાની ગાંધીજીની રીતનુ એક ખીજું સારું ઉદાહરણ છે. “અસીલ જેલમાંથી કેમ બચ્યા” (૪. ૪૭) એ પ્રકરણના અંત ભવિષ્ય વિશે અનિશ્ચિતતાના ભાવ સાથે ટૂંકી વાર્તા પૂરી કરવાની આધુનિક લેખકેાની રીતની યાદ આપી જાય છે.
પ્રસ‘ગ-પાત્ર-ચિત્રણ : ભૂતકાળના જે પ્રસ ંગે એમની સ્મૃતિમાં હજુ જીવતા છે એને ગાંધીજી સભાન પ્રયત્નની સહેજ પણ છાયા વિના તાદશ કરી શકે છે. બાળપણ ને કિશારાવસ્થાનુ` તા એમની કલમે એક અત્યંત ધ્વનિપૂર્ણ ચિત્ર સર્જ્યું છે. ગાંધીજી એ સ્મૃતિબાળકને જાણે વહાલથી લાડ કરતા હાય અને તેની નિર્દોષતા માટે કૃતજ્ઞતા અનુભવતા હાય એમ લાગે છે. “એવા દિવસેા યાદ છે જ્યારે સૂર્યને અમે જોઈએ, બા, બા, સૂરજ દેખાયા' કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તા સૂરજ ભાગી જાય. ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હૈાય' કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.’ એ બાળપણુ અને એ બા' પોતાનાં હેાય એવી વાચકને પણ ઇચ્છા થાય એવું આ ચિત્ર છે. જો માતાની સ્મૃતિ ગાંધીજીના હૃદયને મધુર પ્રસન્નતાથી ભરી દે છે, તા પિતા સાથેના સંબધાની સ્મૃતિ એમના ઊર્મિતત્રમાં ઊંડી વિસંવાદિતાનુ સૂચન કરે છે. એમના બાળકમને નાંધેલી પિતાની નિર્બળતા – “કંઈક વિષયને
-