________________
પ્ર. ;]
ગાંધીજી
[ ૨૯૩
“સુધારક” અને સામ્રાજયભક્ત મટી હિંદુ સ્વરાજ'ના દ્રષ્ટા ખન્યા, એમને પ્રકૃતિપ્રેમ ને એમની ભારતભક્તિ, – ગાંધીજીના જીવનનાં આ અને આવાં ખીજા પાસાંઓ વિશે ‘અક્ષરદેહ'ના ગ્રંથામાંથી જે વિપુલ સામગ્રી મળે છે તેની સત્યના પ્રયાગા'માં માત્ર ઝાંખી જ થાય છે. વળી જે વિશુદ્ધ સત્યની’દૂરદૂરથી ઝાંખી કરી રહ્યા હેાવાના ગાંધીજી પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરે છે તેનું પણ તેમણે કાંય વર્ણન કર્યું નથી, કારણ કે, એવી અનુભવક્ષણા ‘આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે.” આ સવ સામગ્રીને સમાવેશ કરીને ગાંધીજીએ ખરેખરી આત્મકથા લખી હેાત તે! તે મનેાવૈજ્ઞાનિક દૃષ્ટિએ એક ઐતિહાસિક કૃતિ બની હાત. પ્રેમાબહેન કટકને લખેલા એક પત્રમાં તેઓ કહે છે: યંગ ઇંડિયા'ના લેખક એક; આશ્રમમાં સહુના પરિચયમાં આવનાર ખીજો.’૬૨ ‘સત્યના પ્રયોગા' એ ખીજી વ્યક્તિની જીવનકથા નથી પણ યંગ ઈંડિયા'ના લેખકની વિકાસકથા છે. આ ભેદ સમાવતાં ગાંધીજીએ પેાતે જ પ્રસ્તાવનામાં કહી દીધું છે પણ મારે આત્મકથા કાં લખવી છે? મારે તેા આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયાગા કરેલા છે તેની કથા લખવી છે, જેમાંથી ખીજા પ્રયોગા કરનારાઆને સારુ કંઈક સામગ્રી મળે.’
મિત્રભાવે કરેલી વાત : સારાનરસા સંસ્કારેાના મિશ્રણવાળા એક કિશારમાંથી સત્યાગ્રહના શેાધક બનતા ગાંધીજીની એ વિકાસકથા એક અસાધારણ ચૈતન્યશક્તિની બક્ષિસવાળા પુરુષની ધબુદ્ધિના ચમત્કારી આવિષ્કાર હતા, પરંતુ ગાંધીજી અર્વાચીન લેાકશાહી માનસના એક ઉત્તમ પ્રતિનિધિ હતા, અને પેાતાના જીવનવિકાસને એમણે પાતે વાચકના જેવા જ એક સામાન્ય માણસ છે એ ભાવથી જોયે ને આલેખ્યા છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે જેટલું મારે સારુ શકય છે તેટલું એક બાળકને સારુ પણ શકય છે,' અને એમની કળાનું જાદુ એટલું સંપૂર્ણ છે કે વાચક પણ એમ માનવા પ્રેરાય છે. આદિથી અંત સુધી એક મિત્ર તેને પેાતાની વાત કહી રહ્યો હાય એમ તે અનુભવે છે. તે જુએ છે કે એ લેખકમિત્ર સામાન્ય માણસના જેવી ભૂલાને પાત્ર છે અને પોતાની ભૂલાને તે તદ્દન સ્વાભાવિક રીતે, પશ્ચાત્તાપના આવેશમય આક્રોશ કે આડંબર વિના અથવા ભૂલેની ગંભીરતા ઓછી બતાવવા કાઈ પ્રકારની દલીલબાજી વિના કબૂલ કરતા ય છે. એનામાં અસામાન્ય લાગે એવું જે કંઈ છે તે પોતે સંકલ્પબળથી સિદ્ધ કર્યું છે એવા કઈ અહુ ભાવપ્રેરિત દાવા તે કરતા નથી; પેાતાના સમગ્ર જીવનને તે ઈશ્વરકૃપાના ફળ રૂપે જ જુએ છે. પેાતાના વિચારામાં દૃઢ છે, પણ તેમાં મતભેદને અવકાશ હેાઈ શકે એવા નમ્રભાવથી જ તે એ વિચારેની ચર્ચા કરે છે.