________________
૨૧૬]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[a'. ૪
એ અદ્ભુત અનુભવ એમને યાદ આવે છે. દરેક સાચા કવિ એના જીવનમાં કાઈ એવી ક્ષણેા અનુભવે છે કે જ્યારે તે વ્યાવહારિક જગતની પ્રપ`ચલીલા ભૂલી આત્માના એકાંતમાં પેાતાના ને વિશ્વના અસ્તિત્વ વિશે ચિંતનમગ્ન બને છે. પેાતાના જીવનમાં એવી ક્ષણાનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે, “ કાઈ કોઈ વખત આકાશના દર્શનમાં મગ્ન બની જાઉં છું અને તે મને ઊંડા વિસ્મયથી ભરી દે છે. ભારતના ને ઇંગ્લેંડના સ્વચ્છ ભૂરા આકાશમાં અચાનક ઘેરાઈ આવતાં વાળ અને ગર્જના સાથે તૂટી પડતા વરસાદ જોઈ હું આશ્ચર્યથી અવાક્ બની ગયા છું.”૨ દક્ષિણુ આફ્રિકામાં ઉધાડી આંખે ક્રીને ગાંધીજીએ જોયુ` હતુ` કે કુદરતે પેાતાની ખીજી ક્ષિસાની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મા નથી રાખી,
ગાંધીજીએ પ્રાચીન ઋષિઓની જેમ સૃષ્ટિસૌ માંથી ધર્મજીવનની ને આત્મકલ્યાણની પ્રેરણા પણ અનુભવી છે. કાશીમાં પંડિત મદનમેહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીર ઉપર અરુાદયનું દૃશ્ય જોઈ તેઓ લખે છે: “એ જોતાં આંખ ધરાય જ નહીં ને ભક્તજનેાના કંઠમાં તા ગાયત્રીનેા માંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓને મહિમા, ગાયત્રીમ ત્રને અ` આ ભવ્ય દેખાવ પછી કંઈક વધારે સમજાયાં.”૩ સને ૧૯૨૫ના માની ૧૪મીએ ગાંધીજી કન્યાકુમારીના દર્શને ગયા હતા અને ત્યાં તેમણે સમુદ્રનાં મેાજાનું “ સમાધિને પાષે ’” એવું “ મંદ અને મધુર વીણાગાન સાંભળી ‘ ધર્મના રહસ્યનુ' અમૃતપાન” કર્યુ.૪ એ આનંદના ઉદ્રેક એટલા ઉત્કટ હતા કે ખીજે દિવસે નવજીવન' માટે લખેલા લેખમાં તેનું વર્ણન કરતાં એમની કલમ ધ્રૂજી રહી હતી અને આંખ ભીની બની ગઈ હતી. આકાશદર્શનના શાખ કેળવ્યા પછી ગાંધીજી આકાશના એ
**
',
<<
..
""
*
મહાદનમાં આતપ્રાત ” બની તારારૂપ ગણાને “ ઈશ્વરનું મૂકસ્તવન ” કરતા સાંભળે છે અને એક બાઇબલવાકયને પ-પડધા પાડતા હેાય તેમ કહે છેઃ “ જેને આંખ હેાય તે આ નિત્યનવા ના જુએ. જેને કાન હેાય તે આ અસંખ્ય ગાંધર્વાનુ ગાન સાંભળે.'’F
*
માનવદેહનું સૌંદર્ય. પણ ગાંધીજી કાઈ શિલ્પીની દૃષ્ટિથી જોઈ શકતા. દક્ષિણ આફ્રિકાની ઝૂલુ પ્રજાના દેહસૌષ્ઠવનું ઉત્સાહપૂર્વક વર્ણન કરતાં તેઓ કહે છે કે રૂપ વિશેના આપણા પ્રચલિત ખ્યાલને “ જો ઘડીભર બાજુએ મૂકીએ તા. ઝૂક્ષુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હાય એમ આપણને નહીં લાગે.'' ઝૂલુ સ્ત્રી ને પુરુષ બન્નેની ઊંચાઈ અને ઊંચાઈને અનુરૂપ વિશાળ છાતી, તેમના ઘાટીલા ને સ્નાયુ, માંસથી ભરેલાં અને ગાળાકાર પિંડલીઓ તથા બાહુ, ગાળ અને તેજસ્વી આંખા, મેાટા મેઢાને શે।ભે એવું ચપટુ' ને માટું નાક તથા સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શે।ભી નીકળતા માથાના ગૂંચળિયા વાળ, એ સર્વાંના