________________
પ્ર. ૬] ગાંધીજી
[૨૬૭ સૌદર્યથી પ્રભાવિત થઈ ગાંધીજી લખે છે : “કુદરત જે જે ઘાટ ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું માનીએ તો સૌંદર્ય વિશેના આપણું સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.”
માનવદેહના સૌંદર્યથી પણ વધુ ચારિત્ર્યસૌદર્યનું આકર્ષણ ગાંધીજી અનુભવતા. દક્ષિણ આફ્રિકામાં જાણેલાં એવાં કેટલાંક સ્ત્રી પુરુષોને પરિચય આપતાં તેઓ લખે છે: “મારી માન્યતા પ્રમાણે તે દુનિયામાં એક એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જેમાં ગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે. તે સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન ન થઈ શકે.”૮ જવાહરલાલ નેહરુ ને રવીન્દ્રનાથ ઠાકુર માટેનું ગાંધીજીનું આકર્ષણ પણ માનવચારિત્ર્ય પ્રત્યેની એમની રસદષ્ટિનું પરિણામ હતું.
ચિત્રકળા, શિલ્પકળા અને સંગીતનું જાદુ પણ ગાંધીજી અનુભવી શકતા. વૈટિકન શહેરમાં શિલ્પકળા ને ચિત્રકળાના વિશ્વવિખ્યાત નમૂનાઓનું લગભગ બે કલાક સુધી ગાંધીજીએ અવકન કર્યું હતું. વધસ્તંભ ઉપર ચઢેલા જિસસની પ્રતિમાએ તે એમને મંત્રમુગ્ધ કર્યા હતા અને એની આગળથી ચાલી નીકળતાં એમને પિતાના હૃદય ઉપર બળાત્કાર કરવો પડ્યો હતે. ખેડા જિલ્લાના એક ગામડાના ભક્તિસંગીતે એમના હૃદયને કેવું રસતરબોળ કર્યું હતું તેનું વર્ણન એમણે દેવદાસ પરના એક પત્રમાં કરેલું છે.૧૦
જીવનરસઃ ગાંધીજીની કવિએતના રોજિંદા જીવનવ્યવહારમાં એ જે રસ લેતા તેમાં પણ દેખાય છે. એમને ચેતનાપ્રવાહ ભૂત ને ભવિષ્યનાં વિચારવમળામાં ચક્રાવા લેવાને બદલે આશ્ચર્યજનક સાહજિકતાથી વર્તમાનમાં અખલિત, વહેતો અને તેમનું ચિત્તતંત્ર દરેક પસાર થતી ક્ષણની હકીકતો નૈધતું ને યાદ રાખતું. એમની આ શક્તિ ગાંધીજીને એક જન્મજાત પત્રલેખક બનાવે છે. અભ્યાસ માટે ઇંગ્લેંડમાં હતા ત્યારે ત્યાંથી તેઓ ભારતમાં વડીલોને પાનાં ને પાનાં ભરીને પત્ર લખતા અને પિતાના રોજિંદા જીવનની અનેક વિગતો આપતા. જાહેર જીવનમાં પડ્યા પછી એમને સમયની ખૂબ ખેંચ રહેતી, અને જે અંગત પત્રો લખતા તે મુદ્દાસર અને શક્ય એટલા ટૂંકા બનાવવા પ્રયત્ન કરતા. પણ એવા ટૂંકા પાનેય તે માહિતીસભર બનાવતા અને પત્રવાચકની અપેક્ષા પૂરી કરે એવી બધી વિગતો આપવાની કાળજી રાખતા. જાહેર જીવનની ગંભીર કટોકટીના સમયમાં, નિરાશાનાં વાદળથી ઘેરાયેલાં જીવનનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન પણ, અંગત પત્ર લખવાને ગાંધીજીને રસ ચાલુ રહેલો, અને બહારની દુનિયામાં ઊછળી રહેલાં તોફાનનાં મોજાઓની વચ્ચે પણ પત્રવાચક સિવાય જાણે કે એમને બીજા