________________
. હું ]
ગાંધીજી
[ ૨૬૫
વમાં નાખે. તેમ છતાં ગાંધીજીનાં સર્વ લખાણાને સમગ્રપણે જોતાં એ મહાન સાહિત્ય તરીકે પ્રતીત થયા વિના રહેતાં નથી, કેમકે એમાંથી આપણા ચિત્તને જકડી લે તેવી એક કથા ઊડી આવે છે, જે સાચા સાહિત્યની સીધો, સાદી, સાહજિક કથનપદ્ધતિથી કહેવાયેલી છે. વાતાવરણુમાંથી સારીનઠારી અસરા ઝીલતા એક શરમાળ, ભીરુ કિશાર અપૂર્વ આધ્યાત્મિક ઊંચાઈએ કેમ પહેાંચ્યા અને આધુનિક ઇતિહાસના પ્રવાહને નવા વળાંક આપનાર, સસ્વીકાર્યાં રાષ્ટ્રીય નેતા કેમ બન્યા તે બતાવતી આ એક રામાંચક વિકાસકથા છે અને મહાકાવ્યનાં વિસ્તાર અને ગહનતા એ ધરાવે છે. ખીજી બાજુથી, સત્ય, સ્વદેશપ્રેમ અને અહિંસાના તાણાવાણાથી ગૂંથાયેલી, આત્માતિ દ્વારા સમાજોન્નતિ સાધવાના પુરુષાર્થ ની આ એક કરુણુભવ્ય કથા છે. વળી, ૧૮૯૪થી ૧૯૧૪ સુધીનાં વીસ વર્ષ ના દક્ષિણ આફ્રિકાની ભારતીય કામના અને ૧૯૧૯થી ૧૯૪૭ સુધીની એક પેઢીના ગાળાના ભારતના ઇતિહાસ એ ગાંધીજીના વ્યક્તિત્વની આસપાસ રચાતુ એક મહાનાટક છે. વ્યક્તિગત સાધના ને પ્રજાકીય કે રાષ્ટ્રીય ઇતિહાસની કથાને આ સયુક્ત પ્રવાહ નાટકના છેલ્લા અંકમાં ભયંકર રુદ્રલીલાનું રૂપ ધારણ કરે છે અને ગાંધીજીની આહુતિમાં પરિણમી ટ્રેજેડીના ઉન્નત અનુભવની ઝાંખી કરાવે છે. ગાંધીજીનું જીવન આ રીતે એક કળાકૃતિના આકાર પામે છે.
આ ઉપરાંત, હેતુલક્ષી દૃષ્ટિએ થયેલાં છતાં ગાંધીજીનાં કેટલાંય લખાણા ને ભાણા ને પત્ર – ગુજરાતી ને અંગ્રેજી અને ભાષાઓમાં – સ્વતંત્ર રીતે પણ ઊંચી સાહિત્યિક ગુણવત્તા ધરાવતાં થયાં છે, કેમકે એમના ગદ્યમાં કવિના જેવી સહંજ અનવરુદ્ધ સંવેદનશીલતા અનુભવાય છે, અને એમાં અભિવ્યક્તિનું હૃદય ગમ પારદર્શક સાંસરાપણું છે.
સૌ દૃષ્ટિ : ગાંધીજીનું જાહેરજીવન કર્મ લક્ષી રહ્યું હાવાથી એમના વ્યક્તિત્વ વિશે એવી છાપ પડી છે કે એમનામાં કળાદષ્ટિ કે સૌ દષ્ટિ વિકસી નહેાતી સાહિત્ય ને કળાનું પ્રયેાજન અને સત્ય ને સૌંદર્યાંના પરસ્પર સંબંધ વિશેના એમના વિચારો એ છાપનુ સમર્થ્યન કરતા જણાય છે. પરંતુ આ છાપ યથાર્થ નથી. કવિઓની જેમ ગાંધીજી પણ દૃશ્ય સૃષ્ટિની મેાહકતામાં વિશ્વવ્યાપી ચૈતન્યની અદ્ભુતતાની ઝાંખી કરતા. વર્ધાથી સેગાંવ રહેવા ગયા ત્યારે તેએ અમૃત કોરને પત્ર લખે છે: “ At last I am in Segaon. We arrived yesterday. The night was glorious, ''૧ (છેવટે હું સેગાંવ આવી પહેાંચ્યા છું. અમે ગઈ કાલે આવ્યાં. રાત્રી ભવ્ય હતી.) દેખાઈ આવે છે કે વર્ષાથી સેગાંવ આવતાં એમની ષ્ટિએ ચાંદનીની મેાહકતા નોંધી છે અને ખીજે દિવસે પત્ર લખતાં