________________
ર૬૪] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચ, ૪ આ કસોટીમાંથી પણ તેઓ વધુ નિર્મળ બનેલી અહિંસા સાથે બહાર આવ્યા, ત્યાં ૧૯૩૯ના સપ્ટેમ્બરમાં બીજુ વિશ્વયુદ્ધ આવી પડ્યું.
આ વખતના યુદ્ધ વખતે ગાંધીજીએ, બ્રિટિશ પ્રજા સાથે એમની સંપૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં, કોઈપણ શરતે સક્રિય સહકાર આપવાનો ઇનકાર કર્યો અને ભારતની ને વિશ્વની પ્રજા સમક્ષ પહેલાં કરતાં વધુ આત્મશ્રદ્ધાથી અહિંસાને સિદ્ધાંત ધર્યો. ૧૯૪૦માં રચનાત્મક કાર્યક્રમને મુખ્ય સ્થાન આપી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો, પરંતુ એ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે અમલમાં મુકાય તે પહેલાં જાપાન યુદ્ધમાં જોડાતાં ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે બ્રિટિશ સરકારને કાબૂ રહેશે ત્યાં સુધી ભારતની પ્રજાને જાપાનને આક્રમણને સામને કરવાને જુસ્સો નહીં આવે, અને તેથી તેમણે હિંદ છોડો'ની લડતની તૈયારી કરી. લડત શરૂ થાય એ પહેલાં જ, ૧૯૪રના ઑગસ્ટની ૯મી તારીખે સરકારે ગાંધીજીને ને કેંગ્રેસના બીજ નેતાઓને પકડી લીધા. આ જેલવાસ દરમ્યાન ગાંધીજીએ મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાને ગુમાવ્યાં અને ૧૯૪૪માં ભાંગેલા આરોગ્ય સાથે જેલમાંથી છૂટ્યા ત્યારે દેશની સ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ હતી; કોમી તંગદિલી વધી ગઈ હતી, રાષ્ટ્રીય બળ વેરવિખેર થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારનું માનસ પહેલાં કરતાં વધારે આપખુદીભર્યું દેખાતું હતું. એક વર્ષ પછી યુદ્ધ પૂરું થતાં પરિસ્થિતિ બદલાઈ અને છેવટે ૧૯૪૬માં કેન્દ્રમાં પ્રથમ રાષ્ટ્રીય સરકાર રચાઈ, પરંતુ તે સાથે જ અત્યાર સુધી દબાઈ રહેલી કામી હૈષની આગ કલકત્તામાં ભભૂકી ઊઠી ને ત્યાંથી નોઆખલી, બિહાર, દિલ્હી ને પંજાબમાં ફેલાઈ અને દુનિયાએ કદી નહીં દેખેલી પાશવલીલાનું રૂપ ધરી ભારતની માનવતાને હાસ કરી રહી. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આખું ભારત જ્યારે આઝાદીને ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યારે ગાંધીજી ને આખલીમાં અત્યંત દુઃખી હૃદયે માનવતાની એક જાત લઈને પદયાત્રા કરી રહ્યા. ભારત દ્વારા વિશ્વને અહિંસાને સંદેશ આપવાની ગાંધીજીની અભિલાષાને આ કરુણ અંજામ હતા. અને છેવટે આ કોમી વિષની જવાળાએ જ નથુરામ ગોડસેની ગોળી મારફતે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીના પ્રાણ હર્યા. મૃત્યુ સમયને “રામ રામને ઉદ્દગાર, અપાર વેદના વચ્ચે પણ ટકી રહેલી નિર્મળ ઈશ્વરશ્રદ્ધાનો સંકેત કરી ગાંધીજીની આધ્યાત્મિક સાધનાની ઝાંખી કરાવી રહે છે.
૨. સાહિત્ય: દષ્ટિ અને સૃષ્ટિ સાહિત્યનું સ્વરૂપ: ગાંધીજીએ શબ્દની ઉપાસના કોઈ ને કોઈ જાહેર પ્રવૃત્તિને અનુલક્ષીને કરી હતી, સાહિત્યમાં જેને વ્યક્તિગત અભિવ્યક્તિ કહે છે. તેને માટે કરી ન હતી. વ્યવસાયી વિવેચક એમના સાહિત્યને બહુધા પત્રકારત્વના