________________
ગાંધીજી
[ ૨૬૩
શરણુ સ્વીકારી નિર્મળ બન્યું. ૧૯૨૪માં વધુ ઊંડી બનેલી હિંસાભાવના અને સત્યષ્ટિ સાથે તેએ જેલમાંથી બહાર આવ્યા.
31.
૬ ]
૧૯૨૫ પછી કેટલાક સમય ગાંધીજી રાજકીય ક્ષેત્રથી અલિપ્ત રહ્યા અને ખાદીપ્રચાર તેમજ આશ્રમજીવનના ઘડતરમાં વધારે લક્ષ આપ્યુ. આ બીજા કામમાં ભગવદ્ગીતાના અભ્યાસમાંથી ઘણી સહાય મળી રહી. સને ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડતમાં આશ્રમે જ્વલંત ફાળા આપ્યા અને સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલી જગવિખ્યાત દાંડીકૂંચે દેશભરમાં કાઈ નવી વિદ્યુતશક્તિના સ`ચાર કર્યા; ગાંધીજીનાં આત્મશ્રદ્ધાને નૈતિક પ્રભાવ પરાકાષ્ઠાએ પહાંચતાં જણાયાં. ૧૯૩૧માં ગાંધી-અરવન સંધિ થઈ પણ તેણે ઉત્પન્ન કરેલી આશા ન ફળી. ગાંધીજી ગેાળમેજી પરિષદ માટે લંડન ગયા અને પરિષદ નિષ્ફળ ગયા પછી ભારત પાછા ફરતાં તેમની ધરપકડ થઈ. સવિનય કાનૂનભંગની લડત ફરી શરૂ થઈ, પરંતુ તે અધૂરી રહી. અસ્પૃસ્યાને અલગ મતદારમ`ડળા આપવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે ગાંધીજીએ ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં એમના પ્રસિદ્ધ ઉપવાસ કર્યા અને એના સફળ અંત આવ્યા પછી એમણે પોતાની બધી શક્તિ અસ્પૃશ્યતાનિવારણના આંદોલનમાં રાકી. આને અંગે હરિજન સેવક સંધની સ્થાપના થઈ અને ૧૯૩૩માં વ્યક્તિગત કાનૂનભંગ શરૂ કર્યાં ત્યારે સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખી તેનાં મકાને સરકારે ન સ્વીકારતાં હરિજન સેવક સંધને સાંપી દીધાં. ૧૯૩૪માં, કૅાંગ્રેસના મેટા ભાગના સભ્યોને પેાતાના સિદ્ધાંતા અને કાર્યક્રમેામાં શ્રદ્ધા નહીં હૈાવાનું લાગતાં, ગાંધીજીએ કૅૉંગ્રેસ છે।ડી દીધી અને અખિલ ભારત ગ્રામેાદ્યોગ સંધની સ્થાપના કરી.
૧૯૩૬માં ત્રાવણુકારના મહારાજાએ રાજ્યનાં સત્ દિરા હિરજના માટે ખુલ્લાં મૂકાં ત્યારે ગાંધીજીના હયમાં આશાની ભરતી ઊભરાઈ ઊઠી. પશુ ધર્મ - જાગૃતિ દ્વારા પ્રજાજીવનને શુદ્ધ કરવાની ગાંધીજીની આશાના આ છેલ્લા ચમકારા હતા. થે।ડા સમયમાં પ્રાંતિક સ્વાયત્તતા સાથે પ્રજાકીય સરકારે અસ્તિત્વમાં આવી ત્યારે સત્તાના પહેલા જ સ્વાદે રાજકીય કાકા ને પ્રજાની નિળતાએ મહાર આવવા માંડી. કૉંગ્રેસ વરિષ્ઠમંડળમાં પશુ ઉગ્ર મતભેદ દેખાવા માંડયા અને ગાંધીજીને જીવનમાં પહેલી વાર એકલતાની વ્યથાને અનુભવ થયા. આ વ્યથાની સાથે પાતે સંપૂર્ણ વિકારરહિત સ્થિતિએ પહેાંચ્યા નથી તેવા ભાનથી જાગેલી ધાર નિરાશા ભળી. છેવટે પેાતાની વ્યથાભરી નિષ્ફળતાને તેમણે અનાસક્તભાવે સ્વીકારી લીધી, પણ ત્યાં રાજકાટની કટોકટીએ એમની અહિંસાની કસેાટી કરી અને રાજકીય ક્ષેત્રે પહેલાં કદી નહી અનુભવેલી લાચારીને અનુભવ કરાવ્યા.