________________
ન્હાનાલાલ
પ્ર. ૨ ]
[ ૧૭
‘શુભ્રભાવના' તરીકે જેમ એમના જીવનમાં તેમ એમનાં સમગ્ર સાહિત્યસર્જનમાં અનુચૂત રહી છે અને મુખર પણ બની છે. જુવાન ન્હાનાલાલની અંતરની ધર્માભિમુખતાએ એમના કૅાલેજોના વિદ્યાર્થીકાળમાં મુંબઈ, પૂના ને અમદાવાદની પ્રાર્થનાસમાજોને સંપર્ક કેળવવા પણ તેમને પ્રેર્યા હતા. એમની સાહિત્યરુચિ અને કાવ્યભાવનાના તથા એમના કવિ તરીકેના ઘડતરમાં ગઈ સદીની રેમૅિન્ટિક અભિગમવાળી અંગ્રેજ કવિએની જે કવિતા ભણવામાં આવી તેનેા પ્રભાવ સારે એવેા પડયો છે, ખાસ કરીને ટેનિસનની કવિતાના. ધ્વનિગુ ંજતી શબ્દાવલિનો ઘટના ને સુમુર સમાસ-રચનાને માટે ત્યારે ટેનિસનને ને પછી કાલિદાસને હું ઋણી છું' એમ એમણે પેાતાની ઘડતરકથામાં એનેા સ્વીક!ર કર્યા છે. સ્ત્રીની પ્રેરણાશક્તિ અને પુરુષની કાર્યશક્તિના સંવાદી સહયાગની, તેમના વિશુદ્ધ સ્નેહ પર રચાતા લગ્નની અને લગ્નસ્નેહની એમની પ્રિય ભાવના માટે પણ ટેનિસન પાસેથી ન્હાનાલાલને ઓછી પ્રેરણા મળી નથી. ‘લગ્નસ્નેહના વિશ્વક્રમમાં હેતુ' એ એમના ૧૮૯૯ના ‘જ્ઞાનસુધા'માં ‘વસતાત્સવ' સાથે છપાયેલા ગદ્યલેખ, જેમાં તેમણે ટેનિસનની ‘પ્રિન્સેસ’માંની પંક્તિએ પણ છૂટથી ટાંકી છે, તે એ સ્પષ્ટ બતાવે છે. ટેનિસનની ધાર્મિકતા પણ આપણા ભાવિ કવિને જચી જાય તેવી હતી. શેક્સપિયરે એમને આકર્ષ્યા નહિ એ એમની અનેાખી તાસીર બતાવી આપે છે. વિદ્યાર્થીકાળે એમણે કરેલા ગુજરાતી સાહિત્યના વાચનમાંથી એમના પર પડેલી અસરમાં એક નરસિંહરાવ, ‘કલાપી’ અને 'કાન્ત'ની કવિતાની અને બીજી ગેાવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર'ની. આગલી એમના પ્રારંભના કાવ્યસર્જન કેટલાંક કાવ્યા'(પહેલા ભાગ)માંથી અને ખીજી ‘ઇન્દુકુમાર' અને ‘જયા અને જયન્ત જેવાં નાટકાંમાંથી તારવી બતાવી શકાય તેમ છે.
સને ૧૮૯૪માં પેાતાને માટે પ્રેમભક્તિ' ઉપનામ વિદ્યાથી ન્હાનાલાલને સૂઝયું, અને તે પહેલાં કાવ્યલેખનના કાચાકેારા અખતરા પણ તેણે શરૂ કરી દીધા હતા, પણ સાહિત્યને અને જીવનના' દિશાનિર્ગુ ય તેણે ગભીરતાથી કર્યા સને ૧૮૯૬માં. આ નિણૅયે ન્હાનાલાલને ત્યાર પછી પેાતાની કવિ તરીકેની સજ્જતા વધારતા રહેતા રાખ્યા. યુનિવર્સિટી-શિક્ષણમાંથી પોતાના સાહિત્યઘડતર માટેનાં પેષણ અને પ્રેરણા મેળવી તેના પેાતાનાં સાહિત્ય-સનમાં અને સંદેશમાં ઉપર જોયુ તેવા શકય ઉપયોગ કરનાર આ કવિએ સંસ્કૃત ભાષાના જ્ઞાન અને પ્રભુત્વ પરત્વેની પેાતાની ઊણપ પૂરવા આપમેળે તેમ શાસ્ત્રીની સહાય લઈને જે સ્વાધ્યાય-સાધના કરી, તેણે એમની કાવ્યભાષાને સંસ્કૃતસભર, શિષ્ટ—
ગુ–સાર