________________
૧૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ કોલેજમાં, ઈન્ટરને અમદાવાદની ગુજરાત કોલેજમાં અને બી.એ.નાં બે વર્ષને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. પ્રીવિયસમાં એક વર્ષ તે નાપાસ થયેલા તે ક્રિકેટના. રસને લીધે હશે. તે વર્ષની એલ્ફિન્સ્ટન કોલેજની ક્રિકેટ ટીમમાં દસ પારસી ખેલાડી
સાથે જે એકલે હિંદુ ગુજરાતી ખેલાડી હતો તે ન્હાનાલાલ પિતે. હતા. બીજી ભાષા તેમણે ફારસી લીધેલી, જે “જહાંગીર-નૂરજહાં', અને “શાહનશાહ અકબરશાહ' એ મેગલ નાટકમાં તેમને ઠીક ખપ લાગી છે. “વસંતત્સવ” અને “ઇન્દુકુમાર' – ૧ જેવી ન્હાનાલાલની પ્રારંભની પણ યશોદાયી કૃતિઓ જોઈને
ઈને વહેમ સરખે ન આવે કે યુનિવર્સિટીના અભ્યાસમાં એના રચનારની બીજી ભાષા ફારસી હશે. સંકપેલી કાવ્યસાધના માટે તેમણે પેલા સાહિત્ય-વાચનથી તેમ. બીજી રીતે સંસ્કૃત શબ્દભંડોળ હસ્તગત કરી લઈ કેળવી લીધેલી સજજતાને પ્રતાપે આમ બન્યું છે. બી.એ.માં તેમણે મુખ્ય વિષય તરવજ્ઞાન અને એમ.એ માટે ઇતિહાસ, રાખેલા. ૧૮૯૯માં તે બીએ. અને ૧૯૦૧માં એમ.એ. થયા એ પછી પિતે એલએલ.બી માટે અભ્યાસ કરી પહેલા વર્ષની પરીક્ષા તે પાસ પણ કરી હતી. બીજા વર્ષની પરીક્ષા ટર્મ ભરવા છતાં તેમણે આપેલી નહિ. ૧૯૧૩માં રાજકોટ સંસ્થાનના ઠાકોરસાહેબે તેમને સરન્યાયાધીશ નીમ્યા હતા, તેમાં એમનું કાયદાનું આ જ્ઞાન કામ લાગ્યું હોવાનું મનાય.
યુનિવર્સિટી-શિક્ષણનું એમના પરનું ઋણ બે પ્રકારનું છેઃ એક એમને. જીવનઘડતરને પિષક બન્યું તે, બીજુ એમના કવિ તરીકેના ઘડતરને પોષક બન્યું છે. ભગુવામાં આવેલા ગ્રીસ રેમ, હિંદ અને ઈંગ્લાંડના ઈતિહાસે, કાયદાના અભ્યાસ માટે મેઈનના “એશ્યન્ટ લોના, બેજહેટના ઇગ્લિશ રાજ.. બંધારણ” તથા “ધ સ્ટેટીનાં વાચન-પરિશીલને તથા ધર્મ-તત્ત્વજ્ઞાનના અને. ખાસ તે માટિનેના અભ્યાસે ૧૧ એમને જ્ઞાનકેશ સમૃદ્ધ કરી એમને પાછળથી. એમના સાહિત્યસર્જનને પણ અત્યંત ઉપકારક નીવડનાર દષ્ટિવિકાસ સંપડાવ્યું. એમાં પાઠય અભ્યાસક્રમનાં પુસ્તકોના વાચન જેટલ, અને કદાચ. તેના કરતાં વધારે ફાળો તે તે વિષયના નિષ્ઠાવાન સુશિક્ષકે કાશીરામ દવે
– તેઓ ૧૮૯૫થી ગુજરાત કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે આવ્યા હતા – અને પૂનાની ડેક્કન કૅલેજના તત્વજ્ઞાનના અધ્યાપકે છે. બેઈન તથા પ્રો. સેલ્વીનાં દૃષ્ટિમન્ત અધ્યાપનને પણ ખરા. નહાનાલાલની ઘરના સ્વામિનારાયણ આચારવિચારે રોપેલી અને અન્તઃસંસ્કારે પિપેલી ધર્મભાવના કાશીરામ દવે જેવા સાધુચરિત ધર્મપરાયણ ગૃહસ્થ ભક્તના પ્રત્યક્ષ જોવા-અનુભવવા મળેલા આચરણે તેમ જ માટિનનાં ધર્મદર્શન અને નીતિભાવનાએ પરિશુદ્ધ કરી દઢમૂલ અને નીતિનિષ્ટ બનાવી, જે એમના શબ્દમાં