________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૧૫
ગુજર નવસાહિત્ય રહે... વાંચ્યું ને વાગાળ્યું.’૮ એમનું સમકાલીન ગુર્જર નવસાહિત્ય એટલે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા,' હરિલાલ ધ્રુવ અને નરસિંહરાવની કવિતા, મણિલાલ અને બાલાશંકરની ગઝલા, ‘કાન્ત' અને ‘કલાપી'ના પ્રથમ કાવ્યફાલ, તેમ જ ‘સુદર્શન,’‘ચંદ્ર,' ‘સ્વદેશવત્સલ’ તથા ‘ગુજરાતી' સામયિકામાં પ્રગટ થતું રહેતુ સર્જાતું સાહિત્ય. એ પહેલાં આગલે વરસે સને ૧૮૯૨માં ‘પ્રવીણસાગર’ અને દલપતશૈલીના કાવ્યકૌસ્તુભ'માંના ચિત્રપ્રભધાનુ...ઘૂટામણુ-અનુકરણ પણ પોતે કર્યું હાવાનું જણાવ્યું છે, જે એ ખતાવે છે કે પિતાને 'કવીશ્વર' તરીકે મળતાં યશ-સન્માને તરુણુ ન્હાનાલાલના અંતરમાં એમને કવિ-વારસેા સાચવી તેનું તેજસ્વી સાતત્ય સાધી એવું કવિપદ અને એવા કવિયશ કમાવાની સાસના કે મહત્ત્વાકાંક્ષા અંકુરાવી હેાવી જોઈએ. પૈતૃક અટક તા હતી શ્રીમાળી બ્રાહ્મણેાની જાણીતી અટક ત્રિવેદી, પણ દલપતપુત્રોએ શાળાના ચેપડામાં તે નોંધાવી હતી ‘વિ’: જેને સાર્થ ઠરાવવાના ભાર પણ પેાતાને માથે આવ્યા હેાવાનુ એને કમ લાગ્યું ન હેાય? એણે જ પ્રેયુ. હેાવુ જોઈએ પેલુ સમકાલીન ગુર નવસાહિત્યનુ ‘અકરાંતિયું” વાચન, અને ન્હાનાલાલે એ જ શ્વાસે જણાવ્યું છે તેવું પ્રારભિક કાચુ પાકું લેખન પણ જુએ એમના શબ્દો : પછી ગ્રીષ્મની રજાએ ઊધડચે શાળાનું વર્ણસત્ર મંડાયું. હુંચે વર્ષાની પેઠે સાહિત્યસૃજનની લતે હડયો. એવા હડયો કે સરસ્વતીચંદ્ર'ની સ્પર્ધા કરતી (!) નવલકથા ત્યારે ચીતરવા ખેઢા : ‘સ્નેહમુદ્રા' ને ‘કુસુમમાળા'ને ઝંખવે (!) એવી કાવ્યમાળાના, અક્ષરા નહિ, લીટા છૂટવાને ખેડે... ઢગલે ને ઢગલે તા નહિ, પણ ખેાબલે ને ખેાબલે એવું નવસાહિત્ય ત્યારે મ્હેં સરજવા માંડયુ હતુ..૧૦ જાગરૂક હિતરક્ષક કાશીરામ દવેએ વિદ્યાથી ન્હાનાલાલનાં એ પ્રાથમિક ચિતરામણુની નેટબુક તેની ગેરહાજરીમાં પેાતાને હસ્તક લઈ લઈ ‘હમણાં તા પરીક્ષાનું વાંચા' એવી શીખ આપી એટલે જ તા એમાં લેખન-વિરામ આવ્યા. પણ એ અલ્પ કે અવિરામ જ હતા. ન્હાનાલાલ મૅટ્રિક પરીક્ષા પાસ કરી કૅાલેજના વિદ્યાથી બન્યા એટલે એમને લેખનવ્યાયામ પુનઃ ચાલુ થઈ ઉત્તરાત્તર વેગ પકડતા રહ્યો. ૧૮૯૫માં ‘પ્રેમભક્તિ’ ઉપનામ પર પસંદગી ઢાળી અને ૧૮૯૬માં ઇન્ટરના વમાં ગુજરાત કૅલેજમાં એમને દિશાનિર્ણુય થયે સાહિત્યના અને જીવનના, જે પાછળથી ‘બ્રહ્મજન્મ’ નામક કાવ્યમાં લાક્ષણિક ન્હાનાલાલીય અભિવ્યક્તિ પામ્યો છે. ખી,એ. અને એમ.એ.નાં વર્ષોમાં તા અભ્યાસની સાથે સાહિત્યસર્જન પણ એટલા જ રસથી સમાન્તરે ચાલ્યું હતું. ‘વસ ંતેાત્સવ' કાવ્ય અને ‘ઇન્દુકુમાર' નાટકનેા પ્રથમ અંક પેાતે જુનિયર ખી.એ.ના વિદ્યાથી હતા ત્યારે એમણે લખ્યાં હતાં.
કાલેજના અભ્યાસ ન્હાનાલાલે પ્રીવિયસના વર્ગના મુંબઈની એલ્ફિન્સ્ટન
――