________________
૧૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ મધુર અને ગૌરવાન્વિત શબ્દાવલિ સંપડાવી એટલું જ નહિ, પ્રથમ “શ્રીમદ્ ભગવદ્ગીતાનો અને પછી તે “મેઘદૂત', “શાકુન્તલ', “ઉપનિષદ', “શિક્ષાપત્રી અને વૈષ્ણવી પડશ ગ્રંથોનો ગુજરાતીમાં સમલૈકી અનુવાદ કરવા પણ એમને પ્રેર્યા. જહાંગીર, અકબર અને હર્ષને નાયક બનાવીને લખેલાં નાટકોની તેમ કરક્ષેત્ર” અને “હરિસંહિતા'ની તથા “ઉપનિષપંચકીની તેમની પ્રસ્તાવના દેખાડી આપે છે કે નહાનાલાલે સર્જનની સાથે સાથે પોતાની અભ્યાસશીલતા પણ પર્યાપ્ત પ્રમાણમાં પંડિતયુગને કવિજનને છાજે એ રીતે સક્રિય અને સતેજ રાખી તેનો લાભ પોતાના સર્જનને યથેચ્છ આપ્યો છે. એમના પિતૃચરિત્ર “કવીશ્વર દલપતરામનાં ચાર પુસ્તકે, “જગતકાદંબરીઓમાં “સરસ્વતીચંદ્ર'નું સ્થાન અને સંખ્યાબંધ વ્યાખ્યાને તે એમના વિશાળ સ્વાધ્યાય-વાચન-મનનની પ્રતીતિ અભ્યાસીને તરત કરાવી રહે તેમ છે.
એમ. એ. થતાં ન્હાનાલાલ એમણે ઈચ્છેલું ગુજરાત કોલેજનું અધ્યાપકપદ (એ પદે ભૂલાભાઈ દેસાઈ નિમાતાં) મેળવી ન શકતાં સાદરાની કૅટ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા અને ત્યાં અઢી વર્ષ રહી ૧૯૦૪ના જુલાઈમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં ગયા. યુનિવર્સિટી-ક્ષેત્રના અધ્યાપક ન બની શક્યા તે
જીવનદેવતાએ ન્હાનાલાલને તાલુકદારોના પુત્રો – સાદરાની કોલેજ એમને માટેની શિક્ષણશાળા હતી – અને રાજકુમારના અધ્યાપક બનાવ્યા. રાજકુમાર કોલેજમાં ૧૯૧૨ સુધી પતિ ભણાવ્યું. તે પછી ૧૯૧૩માં તેઓ રાજકોટ રાજ્યના નાયબ દીવાન અને સરન્યાયાધીશપદે નિમાયા, જ્યાંથી ૧૯૧૬માં રાજકુમાર કોલેજમાં ઉપાચાર્યપદે પાછા આવ્યા. ૧૯૧૮માં તેઓ કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ ખાતાના ઉપરી નિમાયા, જે પદે ત્રણ વર્ષ પૂરાં થાય તે પહેલાં એમણે અસહકાર આંદોલનની હવામાં એ સરકારી નોકરીનું રાજીનામું આપી ૧૯૨૧થી અમદાવાદને જ પિતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું.
બે દાયકા જેટલે એ નેકરીકાળ કવિ ન્હાનાલાલના જીવનને ભૌતિક દષ્ટિએ સુખદ અને સમૃદ્ધ કાળ હતો. સાદરા-રાજકેટની કોલેજોની કામગીરી અભ્યાસખંડે પછી ક્રિકેટના મેદાન પર તેમને રોકી રાખે એવી હતી. એવી પ્રાપ્ત ફરજેને અપાય તે પછી બચત સમય તેમને જાહેર સેવા-સંસ્કાર-પ્રવૃત્તિઓમાં જતો. એમના જ શબ્દો જુઓ: “રાજકોટવાસનાં આદિ વર્ષોમાં જ ત્યાંના... એ સેવાભાવી થિયોસેફ મંડળને ગાઢ પરિચય થયે...એ સૌની સંગાથે અંત્યજ શાળા કહા, રાત્રિશાળા કહાડી, હિંદુ કન્યાશાળા કહાડી... આર્ય સમાજના ને થિયોસોફીના ધર્મોપદેશકોને જમવા નહેાતરતો. રાજકુમારો જમવા આવતા. હિંદુ ઇસ્લામી પારસી અંગ્રેજનું પાટલે બેસી પાયસનું જમણ થયું હતું.