________________
પ્ર, ૫] અન્ય ગદ્યલેખકે-૧
[ ર૨૯ કબીબાઈ હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થઈ ફાર્બસ ગુજરાતી સભામાં સહમંત્રી તરીકે સેવાઓ આપતા હતા. નાનપણથી જ એમને વાચનલેખનને શોખ હતું, જેને પરિણામે નર્મદ-દલપતશાઈ કાવ્યરચનાઓ અને નવલિકાઓ રચેલી તે વિવિધ સામયિકમાં પ્રકટ થઈ હતી. એમણે “કથાવિહાર' નામક પિતાને કાવ્યસંગ્રહ પ્રકટ કરવાની યોજના પણ કરી હતી. એમના અભ્યાસના ફળરૂપે એમણે “દયારામનું જીવનચરિત્ર' (૧૯૧૯) પ્રકટ કર્યું હતું. અંગ્રેજ કવિ ગેલ્ડસ્મિથને પ્રખ્યાત કાવ્ય ડેઝર્ટ વિલેજ'નું “ભાંગેલું ગામડું” નામે (૧૯૧૫) ભાષાંતર પણ પ્રકટ કર્યું હતું. એમનાં સંપાદનમાં “પ્રબોધ-બત્રીસી' (૧૯૩૦), નરપતિકૃત “પંચદંડ અને “હંસાવતી વિક્રમ ચરિત્ર' ધ્યાન ખેંચે તેવાં છે. “દયારામ રસસુધા' નામે દયારામની કવિતાનું પણ તેમણે સંપાદન કરેલું છે. મણિલાલ બ. વ્યાસ સાથે એમણે “પ્રબોધ બત્રીશી અથવા માંડયું બંધારાનાં ઉખાણું અને કવિ શ્રીધરફત રાવણમંદરીસંવાદનું સંપાદન કર્યું હતું. (બી.)
ગોકલદાસ દ્વારકાદાસ રાયચુરા (૧૮૯૦–૧૯૫૧) : જોકસાહિત્યના પુનઉદ્ધારક અને પ્રચારક તરીકે જાણીતા ગોકુલદાસ રાયચુરાનો જન્મ સેરઠના બાલાગામમાં લોહાણા જ્ઞાતિમાં થયેલ હતા. મુંબઈમાં શેરબજારનો ધંધે હોવા છતાંય સાહિત્યમાં એમને ડો રસ હતો. પિતાશ્રી દ્વારકાદાસ વાર્તાઓ લખતા એથી -પુત્ર ગોકુલદાસને પણ વાર્તાલેખનને શેખ વારસામાં મળેલ. રસાળ શૈલીની જીવનપષક અનેક વાર્તાઓ અને નવલકથાઓ તેમણે લખી છે અને સરળ કાવ્ય પણ સર્યા છે. ઈ. ૧૯૨૪માં એમણે “શારદા' માસિક શરૂ કરી ધીમે ધીમે એની પ્રતિષ્ઠા જમાવી હતી. “રાસમંદિર' (૧૯૧૫) અને “નવ ગીત' (૧૯૨૧) એ બે કાવ્યસંગ્રહ ઉપરાંત રાયચુરાની રસીલી વાર્તાઓ' (૧૯૨૫), “કાઠિયાવાડની લેકવાર્તાઓ' (૧૯૨૫), વ્યાસજીની વાર્તાઓ' (૧૯૨૮), “સેરઠી વીરાંગનાની વાર્તાઓ' (૧૯૨૮), દાલચીવડાની દસ વાર્તાઓ' (૧૯૨૯), “પારેવાં' (૧૯૨૯), પ્રેમલીલા' ભા.૧ (૧૯૩૧) અને “મહીપાલદેવ' (૧૯૩૨) આદિ તેમનાં જાણીતાં પુસ્તકે છે. તેમણે ૩રમે વર્ષે વ્યાવસાયિક કારકિદી છોડી દઈ સાહિત્યને જ પિતાના વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું હતું એ તેમની સાહિત્યપ્રીતિની ઘાતક ઘટના છે. (ધી.)
રામલાલ ચુનીલાલ મેદી (૧૮૯૦-૧૯૪૯) એમણે “ભાલણ”, “ભાલણ, ઉદ્ધવ અને ભીમ જેવી અભ્યાસનિષ્ઠ પુસ્તિકાઓ દ્વારા તથા ભાલણનાં બે નળાખ્યાન' જેવી કૃતિઓના સંપાદન દ્વારા પોતાને ભાલણનો અભ્યાસ રજૂ કર્યો છે. એમના લેખ સંગ્રહ” ભા–૧–૨માં પુરાતત્વ, ઈતિહાસ, સાહિત્ય વિશેના એમના