________________
ર૩૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ સંશોધન-સ્વાધ્યાયના લેખો સંગ્રહાયા છે. જદુનાથ સરકારનું એમણે લખેલું ચરિત્ર ઈ. ૧૯૧૮માં “વીસમી સદી'માં પ્રગટ થયું હતું અને તેનું મરાઠી ભાષા નર પણ થયું હતું. પ્રાચીન ઈતિહાસને એમને અભ્યાસ પ્રશસ્ય હતા. જાલંધર આખ્યાનનું પણ એમણે સંપાદન કર્યું હતું.
અંબાલાલ બાલકૃષ્ણ પુરાણ (૧૮૯૪–૧૯૬૫) મૂળ વતની ભરૂચના, શિક્ષણ ભરૂચ-સુરત-વડોદરા-મુંબઈમાં લઈને પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર સાથે ઈ. ૧૯૧૩માં બી.એ. થયા હતા. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન એમને પ્રિય વિષયો હતા. ઈ. ૧૯૨૩થી અન્ય જાહેર પ્રવૃત્તિઓ છોડીને તેઓ પોંડિચેરીમાં શ્રીઅરવિંદ આશ્રમમાં ગસાધના માટે જોડાયા હતા. એમનું પ્રથમ પુસ્તક ભક્તિગ' (૧૯૧૮) એ દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના બંગાળી પુસ્તકને અનુવાદ છે. પૉલ રિચારના “ટુ ધ નેશન્સ' નિબંધ, ટાગોરના “સાધના'ને, “સૂત્રાવલી(૧૯૨૬), “મા” (૧૯૨૮), “ગીતા-નિષ્કર્ષને – એમ ગુજરાતીમાં એમણે કેટલાક અનુવાદો આપ્યા છે. ટાગોરનાં સંસ્મરણે પણ (૧૯૧૮) એમણે પ્રગટ કર્યા હતાં. એમના ભાઈ છોટાલાલ બા. પુરાણું (બૌદ્ધ ગુફાઓ'ના લેખક) સાથે ગુજરાતમાં એમણે અખાડા-પ્રવૃત્તિને આરંભ કરી એને દઢમૂલ કરી હતી.
યેગસાધક અંબુભાઈએ સાહિત્યને સાધન તરીકે પ્રયોજીને લેખનપ્રવૃત્તિ કરી છે અને ગુજરાતી નિબંધ સાહિત્યને મૂલ્યવાન અર્પણ કર્યું છે. “સમિાણિ,
સાહિત્યની પાંખે' (૧૯૫૯), 'કલામંદિરે, ચિંતનનાં પુષ્પો' (૧૯૬૫), પથિકનાં પુષ્પો' વગેરે એમના નિબંધસંગ્રહો છે. એમણે માહિતીપ્રધાન, વસ્તુપ્રધાન, કલ્પનાપ્રધાન નિબંધ લખ્યા છે. પ્રથમ પ્રકારના એમના નિબંધ પ્રમાણમાં સુદીર્ઘ છે. ભૌતિક વિદ્યાઓ, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ વિશેના નિબંધ આપણે ત્યાં આ વિષયનાં પ્રથમ લખાણો છે. તે તે વિષયને ઊંડે ગહન અભ્યાસ એમના નિબંધમાં જોવા મળે છે, અને લેખકની વિશિષ્ટ સૂઝનાં અને નિરામય જીવનદષ્ટિનાં આપણને દર્શન કરાવે છે. “મહાકાવ્યને જન્મ”, “સાહિત્યનું મૂલ્યાંકન', “કલા અને ગ’ જેવા એમના ઘણા નિબંધ લેખકની બુદ્ધિ તેજસ્વિતા અને મૌલિક ચિંતનથી આપણને આકર્ષી રહે છે. “ગગનવિહાર', “વસુંધરા જેવા નિબંધમાંની એમની રંગદશી શૈલી કવચિત કાવ્યાત્મકતાને અનુભવ કરાવે છે. એમની અર્થઘટનશક્તિ અને નવીન વિચારબિંદુઓ રજૂ કરવાનું કૌશલ પણ પ્રશસ્ય છે. એમના નિબંધોમાં આ અધ્યાત્મસાધક અને જીવન-આલોચક ચિંતકનું જીવંત વ્યક્તિ પ્રગટ થાય છે. કલ્પનાપ્રધાન નિબંધમાં પ્રતીત થતું એમનું સ્કૂર્તિવંતું વ્યક્તિત્વ લલિત નિબંધ મનહર આસ્વાદ કરાવે છે. એમના અલંકારે, વિનોદ, એમનું છટાદાર અને ધસમસતી ગતિવાળું ગદ્ય એમના નિબંધોને વિશિષ્ટતા આપે છે. તે
-