________________
રર૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પ્રસિદ્ધ થઈ હતી. એમની વકતૃત્વશક્તિનાં લક્ષણે અને છટા એમના લેખિત નિબંધને આકર્ષક બનાવે છે. જોકે શબ્દાનુપ્રાસ, વર્ણસગાઈ, શબ્દચમત્કૃતિથી કેટલીક વાર એમના નિબંધ શૈલીની કૃત્રિમતા તરફ પણ વળી ગયા છે. સુગ્રથિત વ્યવસ્થિત વિદ્વત્તાપૂર્ણ છણાવટ અને વિચારસમૃદ્ધિ એમના નિબંધોનું આકર્ષણ છે. સરળતા, પ્રવાહિતા, મનોરંજકતા, ભાવનામયતા અને હૃદયસ્પર્શિતાના ગુણો હોવા છતાં સાહિત્યકારોની મિત્રતા અને વક્તા તરીકેની પ્રતિષ્ઠા સાચવી રાખવાની હોંશમાં સાહિત્યક્ષેત્રે માતબર ફાળો એ આપી શક્યા નહિ. (ભૂ.)
એરી જહાંગીર તારાપોરવાળા (૧૮૮૪-૧૯૫૬): મૂળ વતની તારપિરના પારસી કુટુંબમાં એચ જહાંગીર તારા પરવાળાને જન્મ ૧૮૮૪માં દક્ષિણ હૈદરાબાદમાં થયે હતું. પ્રાથમિક શિક્ષણ ઘરે, માધ્યમિક શિક્ષણ ભરડામાં અને કોલેજશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં મેળવી ૧૯૦૩માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈ ૧૯૦૯માં વિલાયત જઈ તેઓ બૅરિસ્ટર થઈ આવ્યા હતા. ૧૯૦૯ અને ૧૯૧૦ એમ બે વર્ષ બનારસ સેન્ટ્રલ હિન્દુ કેલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપ્યા પછી ૧૯૧૧માં ભારત સરકારની સંસ્કૃત શિષ્યવૃત્તિ મળતાં કેબ્રિજની બી.એ.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરેલી અને સંસ્કૃત તેમ જ તુલનાત્મક ભાષાશાસ્ત્ર વિષય લઈને જર્મનીની યુત્સબર્ગ (Wurzburg) યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી હતી. ૧૯૬૭થી ૧૯૨૮ સુધી કલકત્તા યુનિવર્સિટીમાં તુલનાત્મક ભાષાશાસ્ત્ર અને ગુજરાતીના અધ્યાપક હતા. ટાગેરે સ્થાપેલી વિશ્વભારતીમાં ઈરાની વિષયના અધ્યાપક તરીકે પણ તેમની વરણી થઈ હતી. વિવિધ ધર્મોના શાસ્ત્રગ્રંથને તુલનાત્મક અભ્યાસ, ઇતિહાસ અને ભૂગોળ એમના રસના વિષયો હતા. પિતાના વિશાળ વાચનને લાભ તેઓ વિવિધ સામયિકમાં લેખ લખી પ્રજાને આપતા હતા. તેમણે અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથ પ્રકટ કર્યા હતા, જેમાંને સિલેકશન્સ ફોમ અવેસ્તા ઍન્ડ ઓલ્ડ પશિયન”, “ધ રિલિજ્યન ઑફ જરથુસ્ત્ર', “સમ આસ્પેકટ્સ ઑફિ હિસ્ટરી ઓફ જેરેસ્બિનિઝમ” અને “એલિમેન્ટસ ઓફ ધ સાયન્સ ઑફ લેંગ્વજ’ જાણીતા છે. “સિલેકશન્સ ફ્રોમ કલાસિકલ ગુજરાતી લિટરેચર’ નામે બે ભાગમાં જૂની ગુજરાતીનાં કાવ્યોનો સંગ્રહ કલકત્તા યુનિવર્સિટી માટે તૈયાર કરી આપે હતો. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને દેશભાષાઓના વિદ્વાન ભાષાશાસ્ત્રી તરીકે જાણીતા હતા. (વી.)
શંકરપ્રસાદ છગનલાલ રાવલ (૧૮૮૭–૧૯૫૭) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી, વિવેચક અને સર્જક શંકરપ્રસાદ છગનલાલ રાવલ મુંબઈની