________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧
• [રર૫ બીજા પ્રકીર્ણ લેખો' (૧૯૫૫)માં એમના જુદાજુદા વિષય પરના અભ્યાસલેખે સંઘરાયા છે. લેખકને “ખેટા કે આડંબરી પાંડિત્ય માટે અને લાસરિયા બેદરકાર લખાણ માટે સખત અણગમો હતા અને એવું એમને જ્યાં જ્યાં જણાયું છે તેની એમણે સખત ટીકા કરી છે. છંદને એમને અભ્યાસ ઘણો ઝીણવટભર્યો હતા. “ગીતિ'ની ચર્ચામાં એમણે નરસિંહરાવને પણ હંફાવ્યા હતા. બૃહદ્ પિંગલ'નું બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલું એમનું અવલોકન પણ અભ્યાસપૂર્ણ હતું. ખબરદારના મુક્તધારા' અને “મહાછંદનું પણ એમણે કડક પરીક્ષણ કર્યું છે. “અનાર્યનાં અડપલાંમાં “સાહિત્યનું ધયેય' નામને એમને લેખ ધ્યાનપાત્ર છે. સંસ્કૃત શબ્દોની અશુદ્ધ જોડણી વિશે પણ એમણે કટાક્ષભરી ટીકા કરી છે. સત્યને કેન્દ્રમાં સ્થાપી નીડરપણે પિતાને મત વ્યક્ત કરનાર અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુવાળા આ સ્પષ્ટભાષી અનેક ભાષાવિદ્ વિદ્વાને જરથોસ્તી ધર્મશાસ્ત્ર વિશે પણ વર્તમાનપત્રોમાં ઘણી ચર્ચા કરી હતી.
- ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (૧૮૮૧-૧૯૧૮) પાટણ-જેસલમીરના ભંડાર ખંતપૂર્વક તપાસ્યા હતા અને ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા” આદિ અનેક કતિઓ પ્રકાશમાં લાવ્યા હતા. “ગાયકવાડ્ઝ એરિયેન્ટલ સિરીઝના પ્રધાન સંપાદક તરીકે તેમણે આપણું પ્રાચીન કૃતિઓને પ્રગટ કરવામાં નેધપાત્ર કામગીરી બજાવી છે. કેટલીક જૂની વાર્તાઓને તુલનાત્મક અને ઐતિહાસિક અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું સમગ્ર જીવન પ્રાચીન સાહિત્યના અભ્યાસ-સેવનમાં વીત્યું હતું.
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી (૧૮૮૨-૧૯૫૨) ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી તથા તવિષયક ગ્રંથોના કર્તા તરીકે જાણીતા થયેલા આ સંશોધકને જન્મ ૧૮૮રના જાન્યુઆરીની ૨૪મીએ અમરેલીમાં થયે હતો. પ્રાથમિક શિક્ષણ ગોંડળમાં પૂરું કરી, માધ્યમિક શિક્ષણ હાલના દસમા ધોરણમાંથી છોડી દઈ રાજકોટની તે વખતની મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં અભ્યાસ કરી પ્રેકિટકલ ફાર્મસિસ્ટ'ની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૦૪માં મુંબઈમાં સંસ્કૃતને ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૧૦માં ઝંડુ ફાર્માસ્યુટિકલ વકર્સમાં જોડાયા અને “આયુર્વેદ વિજ્ઞાન” માસિકનું સંપાદન કર્યું. તેમના ગ્રંથમાં વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ' (૧૯૧૭), “ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત' (૧૯૨૦), શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ' (૧૯૨૧), “ગુજરાતનાં તીર્થ સ્થાને' (૧૯૨૯), અિતિહાસિક નિબંધને સંગ્રહ, પુરાણવિવેચન' (૧૯૩૧), ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ (૧૯૩૨), લેખસંગ્રહ “ઐતિહાસિક સંશોધન' (૧૯૪૨), પંડિત ભગવાનલાલ
ગુ. સા. ૧૫