________________
રર૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ (૧૮૦ ૮), “સુદામાચરિત' (૧૯૧૩), સુભદ્રાહરણ'ની સંશોધિત અને ટીકા સહિતની આવૃત્તિ (૧૯૧૪) વગેરે કૃતિ દ્વારા એમણે જે ગ્રંથો રચ્યા તે આજે પણ અભ્યાસીઓ માટે ઉપયોગી છે. પ્રેમાનંદના નાટકનો પ્રશ્ન એમણે સર્વપશી દૃષ્ટિએ કર્યો. સુદામાવિષયક નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદની કૃતિઓની તુલનાત્મક દષ્ટિએ એમણે વિવેચના કરી છે. અને અને નાકરના જીવન અને કવનને મૂલવવાને એમને પ્રયત્ન વિવેચક તરીકેનાં એમનાં ઊંડાણ અને સજજતાને પરિચય કરાવે છે. “સુભદ્રાહરણ” અને શામળની ‘સિંહાસનબત્રીસી' (૧૯૨૪)નાં એમનાં સંપાદન અભ્યાસપૂર્ણ છે. ફાર્બસ સભાને મળેલા હસ્તલિખિત ગ્રંથોની સવિસ્તર નામાવલિ (૧૯૨૩) અને સંક્ષિપ્ત નામાવલિ (૧૯૨૯) તૈયાર કરી સાહિત્ય અને ઈતિહાસને ક્ષેત્રે સંશોધનકર્તાઓ માટે ઘણી સુવિધા કરી આપી. છે. “ફાર્બસ સભા'નું ગુજરાતી સાહિત્ય અને સંશોધનક્ષેત્રે જે મહત્ત્વનું અર્પણ છે તે અંબાલાલ જાનીનાં વિદ્વત્તા, સૂઝ અને શ્રમનું પરિણામ છે, “હિતોપદેશનું ભાષાંતર (૧૯૨૪) એમણે ટિપ્પણ સહિત કર્યું છે. “હરિવંશીને ભાષાતરનું કાર્ય (૧૯૨૦થી ૧૯૨૪) પણ એમણે ખૂબ દક્ષતા અને કાળજીથી કર્યું હતું. (ભૂ.)
જહાંગીર એદલજી સંજાના (૧૮૮૦-૧૯૬૪)ઃ મુંબઈ સરકારને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર – ભાષાન્તર ખાતાના વડા–તરીકે સેવાઓ આપનાર આ પારસી બહુશ્રુત વિદ્વાન નીડર વિવેચક તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. કોઈ પણ વિવેચ્ય વિષયની અત્યંત ઝીણવટભરી આલોચના તેઓ કરતા હોવાથી એમને કાકદષ્ટિ’ વિવેચક કે ધૂળધેયા સાક્ષર” તરીકે પણ કેટલાક ઓળખતા. ઈ. ૧૯૪૪માં એમણે બાલાશંકર વિશે “ફલાન્ત કવિ કે કલાન્ત કવિ' પુસ્તિકા પ્રગટ કરી જબરે ઊહાપોહ કર્યો હતો. એમણે મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો—‘સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર” (ગ્રંથસ્થ, ૧૯૫૦) માં અર્વાચીન ગુજરાતી સાહિત્યની ભૂમિકા, નર્મદ, દલપતરામ, અર્વાચીન ગુજરાતી કવિતા અને અર્વાચીન ગુજરાતી ગદ્ય –એ પાંચ વિષયોની પોતાની રીતે, કેઈની પણ શેહશરમ રાખ્યા વિના, વૈજ્ઞાનિક રીતે વિવેચના કરી છે. નર્મદ કરતાં એમણે દલપતરામની કવિતા વિશે પિતાને ઊંચો અભિપ્રાય દર્શાવી એની ઘણી પ્રશંસા કરી છે. ગુજરાતી કવિતાની ચર્ચા કરતાં એમણે કવિતા વિશે થોડીક તાત્ત્વિક વિચારણું પણ કરી છે. ગુજરાતી ગદ્યકારની સ્પષ્ટ નિદેશે સાથે એમણે કેટલીક ત્રુટિઓ પણ દર્શાવી છે. જોકે સત્યશોધન માટે મથતા હોવાથી કેટલીક વાર તદ્દન નાનકડા મુદ્દા પર તેઓ વધુ ભાર મૂકીને પ્રમાણભાન ચૂકે છે અને એને કારણે વિષયનું સમગ્રદર્શન જોખમાય છે. “અનાર્યનાં અડપલાં અને