________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧
[ ૨૨૩ સાચી સમજ, રસિક્તા અને તટસ્થતા પ્રગટ થાય છે. સ્પષ્ટવક્તાપણું અને મક્કમતા એમના ગદ્યને આકર્ષક બનાવે છે. એકવીસ વર્ષ સુધી ગ્રંથાવલોકન અને સાહિત્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી સાહિત્યસેવાને આદર્શ મટુભાઈએ રજૂ કર્યો. સાહિત્યમાં તેઓ નિયમિત તંત્રીનેધ લખતા જેની વાચકે આતુરતાથી વાટ જોતા ને રસપૂર્વક વાંચી તેમના અભિપ્રાયેની ચર્ચા કરતા. એ લેખોમાં તેઓ વિવિધ વિષયને સ્પર્શતા. “સંસારલીલા” અને “વીતક વાતો' (૧૯૨૦) એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે.
મટુભાઈ કાંટાવાળાએ ગુજરાતી ગદ્યના ક્ષેત્રે આપેલ ફાળો પણ નોંધપાત્ર છે. ભાષાનાં શુદ્ધિ અને સામર્થ્ય જાળવી ગદ્યને લોકભોગ્ય બનાવવાની દૃષ્ટિ કેળવવાની એમણે હાકલ કરી હતી. વિદ્વત્તાદર્શક શબ્દો, શબ્દયાતુર્ય, વિચારભારવાળા પ્રયોગો, સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ છોડી તદ્ભવ શબ્દો કે ગુજરાતના વિવિધ ભાગમાં વપરાતા તળપદા અર્થવાહક શબ્દો અને પ્રયોગોને ઉપયોગ કરવાથી ભાષા લોકભોગ્ય અને બળવાન બનાવી શકાય તે તેમણે દર્શાવ્યું. કિલષ્ટતાને બદલે ભાષામાં પ્રસાદ, માધુર્ય, સરળતા અને અર્થવાહકતા વધે એ ગદ્યકારે જેવું જોઈએ એવી દષ્ટિ એમણે આપી. સંસ્કાર અને વિચારથી જનતાને પરિચિત રાખવી હોય તો ભાષાને પ્રજાની નજીક લઈ જવી જોઈએ એમ એમણે દર્શાવ્યું. પંડિતભોગ્ય ગદ્ય અને લોકભોગ્ય ગદ્ય એ બે શૈલી વિશે એ પછી વિચારાયું. આમ મહાત્મા ગાંધીજી પહેલાં ગાંધીજીના જેવા ગદ્ય વિશેના વિચારે મટુભાઈ ધરાવતા. જનસમૂહને સાહિત્યની સંસ્કારી અસર હેઠળ લાવવાની એમની ઈચ્છા ગદ્ય વિશેના એમના માર્ગદર્શન અને સાહિત્ય' પત્રની પ્રવૃત્તિ દ્વારા એમણે ચરિતાર્થ કરી. (ભૂ)
અંબાલાલ બુલાખીરામ જાની (૧૮૮૦-૧૯૪૨) : અંબાલાલ જાની નડિયાદના નાગર બ્રાહ્મણ હતા. શિક્ષક તરીકે પ્રવૃત્તિને આરંભ કર્યો પરંતુ પછી પ્રસિદ્ધ અઠવાડિક “ગુજરાતીને સહતંત્રી તરીકે જોડાઈ પત્રકારત્વના વ્યવસાયમાં એમણે લાંબો સમય કાર્ય કર્યું. સાથે સાથે પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ, સંશોધન અને સંપાદનનું કાર્ય પણ કરતા રહ્યા. “સમાચક'ના તંત્રી અને ફાર્બસ સભાના સક્રિય કાર્યકર્તા તરીકે સંશોધન અને સંપાદનક્ષેત્રે એમણે વ્યવસ્થિત અને યાદગાર અર્પણ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ રસિક અને માર્મિક અભ્યાસી હતા. નરસિંહ, ભીમ, અખ, પ્રેમાનંદ અને શામળ જેવા આપણા કવિઓનાં જીવન, કવન અને સમય વિશે સારે પ્રકાશ પાડતું વિવેચન અને સંશોધન એમણે કર્યું. “અખે ભક્ત અને તેની કવિતા' (૧૯૦૭) “નાકરચરિત'