________________
૨૨૨ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ . ૪ સ્થાન સાહિત્યના પ્રકાશનક્ષેત્રે નવો યુગ શરૂ કરનાર અને એ નિમિત્તે સનક્ષેત્રના નવા પ્રવાહોને અનુકૂળ થઈ તેને વેગ આપનાર તરીકેનું છે. પંડિત યુગ અને તે પછીના સર્જકોને પ્રકાશમાં લાવવામાં ને તેમને પ્રોત્સાહિત કરવામાં તેમને ફાળો બહુમૂલ્ય ગણાય. અંગ્રેજીના સાહિત્યિક પત્રકારત્વને આદર્શ ગુજરાતમાં ચરિતાર્થ કરવાની એમને ભારે હાંશ હતી. “વીસમી સદી ૧૯૧૬માં પ્રસિદ્ધ કર્યું ને અંગત આર્થિક બેટ ખમીને તેને સમૃદ્ધ કર્યું. અંકને સુંદર રીતે શણગારવા એમણે તનમનધનથી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. વિદ્વાને જ નહિ પરંતુ સર્વસામાન્ય માણસની વિવિધ રુચિને સંતોષે એવી કાળજીથી એ “વીસમી સદી'નું સંપાદન કરતા. અનેક પ્રતિભાવાળા લેખક અને ચિત્રકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપી તેમને સાહિત્યક્ષેત્રે એમણે પ્રવૃત્ત કર્યા. ગુજરાત”, “નવચેતન આદિ માસિકોએ એમની પરંપરાને અનુસરવાને પ્રયત્ન કર્યો. હાજી મહમ્મદને ઉમર ખય્યામની રબાયતોને ભારે શોખ હતો. તેની અનેક સચિત્ર આવૃત્તિઓ ભેગી કરી હતી. એ પછી એને ગુજરાતી અનુવાદ પણ એમણે આપે. “સ્નેહવિરહ પંચદશી નામની એમની રચના પર એને પ્રભાવ છે. “મહેરુનિસા” નામની નાટયકૃતિ એમણે રચી હતી. આ યુગના ગદ્યકારમાં એમનું સ્થાન ગૌણ છે પરંતુ એ યુગમાં ગદ્યની રચનાને “વીસમી સદીમાં પ્રસિદ્ધ થતા લેખોને લીધે જે વેગ મળે તે એમનું મહત્વનું અર્પણ છે. ગદ્ય વિદ્રોગ્ય ન રહેતાં સુંદર અને સમૃદ્ધ રહી સામાન્ય જનતા સુધી પહોંચે એ માટે એ આતુર હતા. (ભૂ.)
મટુભાઈ હરગોવિંદ કાંટાવાળા (૧૮૮૦-૧૯૩૩): સુધારકયુગના કેળવણીકાર અને પ્રાચીન સાહિત્યના સંશોધક હરગોવિંદદાસ કાંટાવાળાના પુત્ર મટુભાઈ ગદ્યલેખકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. “સાહિત્ય નામના પત્રના તંત્રી તરીકે એમનું કાર્ય ગુજરાતી સાહિત્યના વિકાસમાં સેંધપાત્ર ફાળો આપે છે. સર્જનાત્મક ક્ષેત્રે “નારદ'ને નામે લખેલી એમની ટૂંકી વાર્તાઓ ટૂંકી વાર્તાના વિકાસમાં સીમાચિહ્ન રૂ૫ ગણાય એવી છે. એ વાર્તાઓમાં આપણું જીવનનાં વિલક્ષણ ચિત્ર આકર્ષક શૈલીમાં આલેખાયાં છે. મિલ એજટને વ્યવસાય હોવા છતાં વિદ્યાપ્રીતિ અને પ્રવૃત્તિ તરફ એ રસપૂર્વક ખેંચાયા હતા. “પ્રેમાનંદનાં જ નાટકે ?” (૧૯૨૮) નામના લેખ દ્વારા પ્રેમાનંદનાં નાટકોને પ્રશ્ન ઊભું કરવામાં એમણે આગેવાની લીધી હતી. નરસિંહરાવે ઉપસ્થિત કરેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં એ અગ્રણી રહ્યા. જુના ગુજરાતી સાહિત્યને મટુભાઈને અભ્યાસ વિશાળ અને ઊંડા હોવાથી મધ્યકાલીન સાહિત્યની ચર્ચા આધારભૂત રહી છે. “સાહિત્ય' માસિક દ્વારા ગ્રંથાવલોકનની જે પરંપરા એમણે ઊભી કરી તે નમૂના રૂ૫ બની રહી. સચેટ, મુદ્દાસર ગ્રંથને પરિચય કરાવી સ્પષ્ટ અભિપ્રાય આપવામાં સાહિત્યની