________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧
[ રર૧. ફેરવવાની કળા' (૧૯૦૯) જેવા વ્યવહારમાં માર્ગદર્શક અને ઉપયોગી ગ્રંથની રચના કરી. (ભૂ)
રણજિતરામ વાવાભાઈ મહેતા (૧૮૭૧–૧૮૧૭) : કનૈયાલાલ મુનશીએ રણજિતરામ વિશે કહ્યું હતું કે તેઓ “માણસ જ ન હતા, એક ભાવના હતા.' સંસ્કારી, પ્રવૃત્તિપરાયણ, ભાવનાવિહારી અને ઉત્સાહી એવું એમનું વ્યક્તિત્વ. હતું. સાહિત્ય, કલા અને જીવનનાં સર્વ અંગોના ઉત્કર્ષથી દેશની ઉન્નતિ થઈ શકે એમ એ માનતા. રાજકારણ, સમાજસુધારો, ધર્મ, તત્વજ્ઞાનની ચર્ચાઓ. અને તે અંગેની સંસ્થાઓનું વર્ચસ્વ હતું ત્યારે એમણે ગુજરાતની અસ્મિતા. અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિ તરફ પ્રજાનું લક્ષ દેવું. ગુજરાતી સાહિત્ય સભા તથા ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યસંસ્થાઓ સ્થાપવામાં તેઓ અગ્રણે હતા. “રણજિતરામના નિબંધો દ્વારા તેમણે સાહિત્ય-- લેખનમાં આપેલો ફાળો નોંધપાત્ર છે. સાહિત્ય વિશેનાં તેમનાં સમજ અને ઉત્સાહ તેમાં પ્રગટ થાય છે. સારા નિબંધકારની સજજતા અને સામગ્રી એમની પાસે છે, જેકે વિશાળ અનુભવે, વાચન, વિચારસમૃદ્ધિ, શબ્દસમૃદ્ધિ અને ભાષાપ્રભુત્વ હોવા છતાં એમના નિબંધો ઉત્તમ બની શક્યા નહિ. વિચારો અને હોંશથી ઊભરાતા રણજિતરામ આકારની સપ્રમાણતા અને શૈલીની વ્યવસ્થિતતા જાળવી શક્યા નથી. ઘણી વાર એમનું લખાણ સામાન્ય નેધ જેવું બની જાય છે. નવલિકા કહી શકાય એવી કેટલીક વાર્તાઓ લખી છે, પરંતુ તેમાં વિવિધતા કે પ્રગો નથી. લોકસાહિત્યના સંશોધનને ક્ષેત્રે આરંભનું કાર્ય કરવાથી એમને ઝવેરચંદ મેઘાણીના પુરોગામી કહી શકાય. “શામળની પદ્યવાર્તાઓમાં ગુજરાતી. સમાજની ઝાંખી' નામના લેખમાં સાહિત્યવિવેચનને સામાજિક સંદર્ભમાં મૂકી આપવાને પ્રયત્ન નવીન અને મૌલિક ગણાય એવો છે, એથી સાહિત્યનાં અભ્યાસ અને વિવેચનને નવું દિશાસૂચન મળ્યું. નરસિંહરાવનાં કાવ્યોની મર્યાદા અને ન્હાનાલાલનાં કાવ્યોની મહત્તા એમણે દર્શાવી. વર્ષની સાહિત્યિક પ્રવૃત્તિનું અવલોકન કરવાની પ્રવૃત્તિના મૂળમાં “ઈશુનું વરસ ૧૯૦૮' જેવો અભ્યાસનિબંધ રહેલો છે. સામાજિક, રાજકીય અને અન્ય પ્રવૃત્તિના સંદર્ભમાં સાહિત્યવિવેચન કરવાની પદ્ધતિનું સૂચન પણ એમની વિવેચના કરે છે. સાહિત્ય સંસ્થાઓ સ્થાપીને અને સાહિત્યવિવેચનને ક્ષેત્રે નવાં વલણો દર્શાવી તેમણે જે સાહિત્યસેવા કરી તે એમનાં લખાણ કરતાં વધી જાય એવી છે. (ભૂ.)
- હાજી મહમદ અલારખિયા શિવજી (૧૮૭૮–૧૯૨૧): હાજી મહમદ શિવજીનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેટલું લેખક તરીકે સ્થાન છે એથી વિશેષ