________________
૨૨૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
ઇંદ્રજીનું જીવનચરિત્ર' (૧૯૪૬), ભારતીય સંસ્કાર અને તેનું ગુજરાતમાં અવતરણ' (૧૯૫૦) તથા આપણી સ ંસ્કૃતિનાં કેટલાંક વહેણા' (૧૯૫૩) ખૂબ જાણીતાં છે. આમ, ગુજરાતમાં એક સંશોધક વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબધકાર અને ચરિત્રલેખક તરીકે એમનું પ્રદાન સ્મરણીય છે. એમનું અવસાન ૧૯પ૨ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે થયું હતું. (ધી.)
હીરાલાલ ત્રિ, પારેખ (૧૮૮૨-૧૯૩૮) : મુંબઈમાં ફ્રાસ સભાની જેમ અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેાસાયટી(હવે ગુજરાત વિદ્યાસભા)ને આશ્રયે સંપાદન અને સંશાધનક્ષેત્રે મહત્ત્વનું કાર્યાં ચાલી રહ્યું હતું. પંડિતયુગની સાહિત્યપ્રવૃત્તિ આ બે સંસ્થાની છત્રછાયામાં સમૃદ્ધ બની, અંબાલાલ જાની પછી ફાર્બસ સભાનું કાર્ય એટલું વેગવાન અને મહત્ત્વનું રહ્યું નહિ જ્યારે ગુજરાત વિદ્યાસભાને સાહિત્યકારા, સંશાધકા અને સ`ચાલકાને સારા લાભ મળવાથી એનું કાર્ય એ જ વેગથી ચાલી રહ્યું છે. ગુ. વ. સેા.ની ઘણાં વર્ષોની પ્રવૃત્તિના ને નવીનવી યાજનાના સંચાલનમાં હીરાલાલ ત્રિ. પારેખને ફાળા મહત્ત્વને છે. એમના વિવેચનાત્મક લેખા કે બુદ્ધિપ્રકાશ'માં કરેલાં ગ્રંથાવલાકના પુસ્તકરૂપે સુલભ નથી. એમની વિવેચના અને અવલેાકને કૃતિના સર્જનાત્મક અશા સમજવાનેા પ્રયત્ન કરે છે. ગુ. વ. સા. દ્વારા એમણે સાહિત્યને ઉપકારક ઘણી યેાજના કરી અને તેને પાર પાડી તેમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર'ની પુસ્તકશ્રેણી મહત્ત્વની ગણાય. નાનામેાટા, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ અનેક ક્ષેત્રના લેખકના જીવનની વિગતા અને તેમની રચનાઓની યાદી એમાં આપવામાં આવી છે. એ ગ્રંથા ઉપયાગી સંદર્ભ પ્રથા અન્યા ને સાહિત્યના ઇતિહાસને એમાંથી ઘણી સામગ્રી સુલભ બને છે. આજે પણ આ શ્રેણીનું કાર્યાં ચાલુ રહ્યું છે. ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' નામના ગ્રંથા દ્વારા સાહિત્ય અને સંસ્કારની ભૂમિકા બની રહેનાર સમાજ, શિક્ષણ, રાજકારણ વગેરે ક્ષેત્રને પરિચય આપવામાં આવ્યા છે. દેશમાં પ્રવતાં વિવિધ બળાની મીમાંસા કરી ગુજરાતી સાહિત્ય અને સમાજની પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરનાર માટે એમણે આ પ્રથા દ્વારા પાયાનું કામ કરી આપ્યું. ગ્રંથ અને ગ્રંથકાર'નાં પુસ્તકાને આરંભે આખા વર્ષની સાહિત્ય પ્રવૃત્તિનું વિહંગાવલેાકન કરવું, પુસ્તકાની વિષયવાર વીકૃત યાદી આપવી અને વર્ષ દરમ્યાનનાં મહત્ત્વનાં પ્રવચનેા, કાવ્યકૃતિ વગેરે પ્રસિદ્ધ કરી એમણે સાહિત્યની Year Book અને Who's Whoની કક્ષાનું કાર્યાં ગુજરાતી પ્રજા માટે શ્રમપૂર્વક કર્યું. આ કારણે સાહિત્યપ્રવાહને વ્યવસ્થિત રીતે સમજવાની સુવિધા મળી, સ્વતંત્ર લેખનકાર્યાં અલ્પ પ્રમાણમાં કરવા છતાં સાહિત્યસેવકામાં હીરાલાલ પારેખનું સ્થાન મહત્ત્વનું છે. (ભૂ.)