________________
૨૦૪ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[. ૪ મનસુખલાલ ઝવેરી દ્વારા શેકસપિયરનું અવતરણ આપણે ત્યાં થઈ રહ્યું છે. શેરિડન (બટુભાઈ ઉમરવાડિયાકૃત “સંસાર” ૧૯૨૧–અંતિમ ભાગ પૂરો કર્યો
સ્નાબહેન શુકલે), ગોલ્ડસ્મિથ (ધીરજલાલ ચિમનલાલ કૃત ઉપરોપકારી પુરુષ અને દંભીદાસનું રાજીનામું” ૧૯૨૮), મેટરલિંક (અંબાલાલ ગ. દેસાઈ કૃત “પ્રાયશ્ચિત્ત' ૧૯૨૪) જેવા લેખકે ગુજરાતીમાં અનુવાદિત થયા છે. આ ઉપરાંત આવાબાનુ જ. તાલેયારખાને નેપસેકનું પવિત્ર મુની' (૧૯૦૧), ફિરોજશાહ ૨. મહેતાએ ડેમેન્ટ ગુડ્ઝનું ડે. મીનો ચહેરો દી' (૧૯૩૦), બાબુરાવ ગ. ઠાકોરે ‘હાઈમાટ' (૧૯૩૦) એ નાટકોના અનુવાદ આપ્યા છે,
જ્યોતીન્દ્ર આદિ હાસ્યલેખકે જ્યોતીન્દ્ર દવે (૧૯૦૧-૧૯૮૦)
સુરતના વતની વડનગરા નાગર બ્રાહ્મણ જતીન્દ્ર હરિહરશંકર દવેને જન્મ ઈ. ૧૯૦૧ના ઑકટોબરની ૨૧મી તારીખે થયું હતું. ઈ. ૧૯૧૯માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં
જોડાઈ ૧૯૨૩માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો લઈ એમણે બી.એ.ની ઉપાધિ દ્વિતીય વર્ગમાં મેળવી હતી. ત્યાર બાદ એ જ વિષયો લઈ ૧૯૨૫માં તેઓ
એમ.એ. થયા હતા. આ દરમિયાન પૂર્વોક્ત કેલેજમાં એક વર્ષ માટે તેઓ ફેલે નિમાયા હતા. સુરતથી કનૈયાલાલ મુનશી એમને પિતાના સાહિત્યમંત્રી તરીકે મુંબઈ લઈ ગયા અને ૧૯૩૩ સુધી તેઓ મુંબઈ રહ્યા. વચ્ચે સત્યાગ્રહની લડતમાં મુનશી જેલમાં જતાં જ્યોતીન્દ્ર દવે ત્યાંની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતાં. ત્યાર પછી એમણે સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપવા માંડી ત્યાં જ મુનશીના આગ્રહથી એમણે ફરી સુરત છોડયું ૧૯૩૭માં તે છેક મૃત્યુ પર્યન્ત મુંબઈમાં જ રહ્યા. સુરતથી બીજી વાર મુંબઈ ગયા પછી એમણે ત્યાં સરકારમાં “ઐસિસ્ટન્ટ એરિયેન્ટલ ટ્રાન્સલેટર’ તરીકે કરીને આરંભ કરેલ તે સંજાણના મૃત્યુ બાદ – જેઓ ત્યાં મુખ્યપદે હતા–રિયેન્ટલ ટ્રાન્સલેટર' બન્યા. આ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં મુનશીએ ભારતીય વિદ્યાભવનમાં એમને રોકી લીધા. મુનશીના “ગુજરાતનું તેમણે ઉપતંત્રી પદ પણ સંભાળેલું. મુંબઈની કોલેજોમાં, નિવૃત્તિ પછી, અધ્યાપક તરીકે સેવાઓ પણ આપી હતી અને માંડવી (કચ્છ)માં નવી શરૂ થયેલી કૅલેજના આચાર્યપદે થોડો વખત રહી આવ્યા હતા. આમ, એમની કારકિર્દીને મોટા ગાળા મુંબઈમાં જ વ્યતીત થ. ૧૯૮૦ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે એમનું મુંબઈમાં જ અવસાન થયું.
જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસને પર્યાય બની ગયા છે. હાસ્ય