________________
31.4]
અન્ય ગદ્યલેખકા-૧
[ ૨૦૩
આ નાટક દશ્ય કરતાં શ્રાવ્ય વધુ છે. ત્રીજો સંગ્રહ શરતના ઘેાડા' એક યા ખીજી રીતે સામાજિક વસ્તુ લઈને આવે છે અને પ્રથમ બે સંગ્રહનાં એકાંકીઓ કરતાં તીત્ર સ્પષ્ટ કટાક્ષશૈલીમાં સવિશેષ રાચે છે. એમની એકાંકીકાર તરીકેની વિશેષતા પ્રસંગાની સ્વાભાવિક ગૂ થણી અને ચાટદાર ચપળ સંવાદપ્રયુક્તિમાં રહેલી છે. લાઘવ અને વ્યંજનાની શક્તિથી એમનાં એકાંકીએ વધુ સફળ નીવડયાં છે. રંગનિર્દેશ યશવંત પડથાની સવેર્વોચ્ચ સિદ્ધિ છે. આમ છતાંય ચર્ચ્યા વિચારનું છીછરાપણું એમનાં એકાંકીઓનું નબળું પાસું છે. યશવંત પંડયાએ એકાંકીકાર તરીકે આ નાટચપ્રકારની ગંભીર સાધના કરી છે અને એની કલાિિમતિમાં અધઝાઝેરી સફળતા પ્રાપ્ત કરી છે. એમણે સુંદર બાળનાટકો પણ આપ્યાં છે. ‘વીણા’ અને ‘શરદ'નું એમણે સફળ સંપાદન પણ કર્યું હતું. 'લમચિત્રા'માં એમણે શબ્દચિત્રો આપ્યાં છે. (ધી.)
પ્રāાદજી ચ, દીવાનજી (૧૮૫૧)એ વૈશાલીની વિનતા' એ નાટક આપવા ઉપરાંત નિબંધક્ષેત્રે પણ અણુ કર્યું હતું. હરિશંકર મા. ભટ્ટે (૧૮ ૬૬–૧૯૨૮) ‘ભક્તરાજ અંબરીષ’, ‘કંસવધ’ આદિ નાટયકૃતિઓ આપવા ઉપરાંત લગ્નપ્રસંગનાં તેમ જ કાઠિયાવાડી લેાકગીતાના સગ્રાહક તરીકે પણ કાર્ય કર્યું હતું. હિરશંકર મૂલાણી(૧૮૯૧)એ ‘ચૈતન્યકુમાર', ‘ભદ્રાભામિની' જેવી નાટયકૃતિએ આપી હતી. રતિલાલ ના. તન્ના(૧૯૦૧)એ પણ નાટકા ઉપરાંત નિબંધ અને ચરિત્રો
આપ્યાં છે.
નાટકાના અનુવાદોમાં ખાસ ઉલ્લેખપાત્ર નામ નરભેશંકર પ્રાણજીવન દવે ‘કાઠિયાવાડી’(૧૮૭૧–૧૯૫૨)નું છે. એમણે શેકસપિયરનાં ‘જુલિયસ સીઝર (૧૮૯૮), ‘ઍથેલે’, ‘વેનિસનેા વેપારી', ‘હૅમ્લેટ' (૧૯૧૭), ‘મેઝર ફોર મેઝર’ (‘થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ' શીર્ષકથી), ‘આલ ઇઝ વેલ ધૅટ એન્ડ્રુઝ વેલ' (‘ચંદ્રરમણુ' ૧૯૦૬ શીર્ષકથી) જેવાં નાટકા ગુજરાતીમાં અનુવાદિત કર્યા છે. શેકસપયરની ‘સીમ્બેલીન' પરથી જમશેદે ગાલાબસિંહ’ (૧૮૮૧) નામે અને કેખુશરૂ કામરાજીએ ‘ભાગે બેહેસ્ત' (૧૯૦૧) નામે, મગનલાલ હ. પારેખે ‘કૅામેડી ઑફ એર’ પરથી ‘આશ્ચર્યકારક ભુલવણી’ (૧૮૯૨) નામે, નારાયણુ ઠક્કરે ‘નૅકષઁથ’ પરથી ‘માલવકેતુ' અને એમ. એન. શુકલે ટમિંગ ઑફ ધ શ્રુ' પરથી કર્કશા પર કાબૂ' (૧૯૧૨) નામે અનુવાદ કરવાના પ્રયત્ન કર્યા છે એને પણ અહીં ઉલ્લેખ કરી લઈએ. શેકસપિયરની નાટત્યકૃતિએ હૅમ્લેટ’ (૧૯૪૨) અને ‘વેનિસના વેપારી' (૧૮૯૭)ના નિર્બંધ અનુષ્ટુપમાં થયેલા અનુવાદો તા પછી હંસાબહેન મહેતા (૧૮૯૭) દ્વારા આપણને મળ્યા છે, અને એ પછી