________________
x, ૫]
અન્ય ગદ્યલેખકા-૧
[ ૨૦૫
રસના સાહિત્યના ઉલ્લેખ કરતાં પ્રથમ એમનું જ નામ સ્મરણે ચઢી આવે એવાં એમનાં પ્રદાન અને પ્રસિદ્ધિ છે. કાલેજકાળ દરમિયાન જ ૧૯૨૧થી એમણે લેખનને આરંભ કર્યાં હતા તે ૧૯૩૦ સુધીમાં તા એમણે હાસ્યરસના સર્જક તરીકે આગલી હરાળમાં સ્થાન મેળવી લીધું, યેાતીન્દ્ર દવેની સનનૌકા ઊપડી છે કરુણરસથી અને નાંગરી છે હાસ્યરસમાં, એમની પ્રથમ રચના ‘વિષપાન' કરુણરસપ્રધાન નાટક છે. એમણે ઘેાડાં કાવ્યો પણ રચેલાં. પણ યેાતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હળવા નિબધાના લેખક તરીકે જ સ્મરણીય રહેશે. હાસ્યરસમાં એમનું પ્રદાન ત્રિક્ષેત્રીય છે : અભિનય, વકતૃત્વ અને લેખનના ક્ષેત્રમાં. ધનસુખલાલ મહેતાએ એમને હાસ્યરસના ઉત્તમ નટ કહ્યા છે. હાસ્યરસની છાંટવાળાં એમનાં ભાષણૈાથી અનેા સુપરિચિત છે. અને લેખનમાં તા હાસ્યરસ યેાતીન્દ્ર દવેના જ એવી કહેતી સુધી પહાંચે એવું અને એટલું એમનુ સર્જન છે. હાસ્યરસની નિષ્પત્તિ માટે એમને વિષયની શેાધમાં કયાંય નીકળવું પડતું નથી. જીવનનેા એમને હાડાહાડ અનુભવ છે, એટલે જ્યાં જ્યાં એમની નજર પડે છે ત્યાં ત્યાં એમને હાસ્યરસની કેાઈ ને કોઈ સામગ્રી દેખાયા વગર રહેતી નથી. ક્ષુલ્લકમાં ક્ષુલ્લક વિષયથી ગંભીરમાં ગંભીર વિષયને એ હાસ્યનું ઉપાદાન બનાવી શકે છે. વેધક દષ્ટિ, વક્ર દર્શન અને વિશિષ્ટ શૈલીસામર્થ્યને કારણે એમને હાસ્યરસમાં અભૂતપૂર્વ અને અદ્રિતીય સફળતા પ્રાપ્ત થઈ છે. એમણે પેાતાની બહુશ્રુતતાને પૂરેપૂરો લાભ પણ હાસ્યરસની નિષ્પત્તિ માટે લીધા છે.
જ્યોતીન્દ્ર દવે કયારેક ખડખડાટ હસાવે છે તા બહુધા મિતલહરીએ જગવી જાય છે. એમના હાસ્યમાં નર્મ (wit) છે તેા મર્મ (humour) પણ છે. તે વિચિત્ર અલંકારપ્રયુક્તિ, પ્રતિલેખન (parodical writing) ઠ્ઠાચિત્રપદ્ધતિ દ્વારા હાસ્ય નિપજાવે છે. એ જાતને કેન્દ્રમાં રાખીને હસાવે છે તેા અન્ય તે કેન્દ્રમાં રાખીને પણ હસાવે છે. આપણી નબળાઈએ અને અપૂર્ણતા તરફ એ એવા હાસ્યમુકુર ધરે છે કે આપણે હસતાં જઈએ અને જાતદર્શન કરતાં જઈએ. આમ કરવામાં તેઓ કયાંય કર્યુ બનતા નથી. આથી જ એમનું હાસ્ય નિર્દેશ અને નિર્દેષ લાગે છે. પરિણામે એ સભાગ્ય બની શકે છે. તત્સમ અને તદ્ભવ ભાષા પરનું એમનું પ્રભુત્વ એમને એમનાં લખાણામાં પ્રસંગ-પાત્રોચિત હાસ્યનિર્માણ માટે ખૂબ ખપ લાગ્યું છે. એમની સંવાકલા એમની શૈલીનું આગવું અંગ બની ગઈ છે. વિષયવસ્તુના વિકાસ કરવાની એમની નિરૂપણુકલા અદ્ભુત છે. અનેક આડવાતા પેાતાનાં લખાણમાં નાખીને એ અંતે તા વ વિષયને જ ધિંગા વણાટ આપે છે એની પ્રતીતિ સુજ્ઞ વાચકને થયા વગર રહેશે નહિ. એમનામાં રહેલી સહજ હાસ્યશક્તિને કારણે એમનાં લખાણામાં મારી