________________
૧૯૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં.
યુક્ત તેલનને કારણે આકર્ષક નીવડે છે. એક પ્રકારની સેકસભા-ઉબોધન જેવી આડંબરી પણ છટાદાર ભાષણ શૈલીના અંશે તેમના ગદ્યમાં વણાઈ ગયેલ જણાશે.
તેમણે પ્રસારેલી રોમૅન્ટિક – રસાળ અને લલિતસરળ શૈલી વાચન આકર્ષણ અને અનેક ઉત્તરકાલીન લેખકેનું દિશાસૂચન બની રહે છે. પરંતુ એ શલી એટલા માટે અનુકરણપ્રાપ્ય નથી, કે મુનશીના વ્યકિતત્વની જ એ નીપજ છે. એ વ્યક્તિત્વની પ્રબળ મુદ્રા તેના પર અંકિત છે. અલબત્ત, કેવળ ગદ્ય’માંથી જ નીપજત, ગઘના શબ્દવિન્યાસ, શબ્દસંગીત, લય તથા વાક્યાવલિઓના રચના સ્થાપત્યમાંથી જ પ્રગટતે સંતર્પક ગદ્યગુણ અહીં બહુધા ગેરહાજર છે. ઊંડા અને સૂમ રસાનુભવમાં – ગહનમાં ગરકાવ થવાનું અહીં શક્ય નથી. નાટ્યાત્મક વાગ્મિતાપ્રધાન અને વેગવાન શિલીમાં એ શક્ય નથી. વેગવાન પ્રપાતગતિ અને વિશાળ અને ઊંડા પ્રવાહની ગંભીરગતિ વચ્ચેને એ તફાવત છે. મુનશી પછી પણ વિવિધ પ્રકારની રોમેન્ટિક શેલીઓ ગુજરાતી સાહિત્યમાં પ્રગટી છે. મુનશીએ ગુજરાતને વિશિષ્ટ ગદ્યશૈલી આપી છે તે હકીકત છે. “ગુજરાતને નાથમાંની નાટ્યાત્મકતા, રાજાધિરાજ'માંનાં કે “જય સોમનાથનાંનાં કેટલાંક વર્ણનાત્મક પ્રકરણોની કથનશૈલી, “શિશુ અને સખી”ની કાવ્યમયતા, આત્મકથાના ખંડોમાં મળતી નર્મપ્રધાનતા, માર્મિકતા, કટાક્ષ અને વર્ણનપ્રધાનતા કે ઊર્મિશીલતા ઉપરાંત તેમના ચરિત્રગ્રંથ, આદિવચને અને વિવેચનેમાંની બુલંદ ઉદ્દબોધનાત્મક વાગ્યતા વગેરે અનેક ઉદાહરણ મુનશીને ગુજરાતના એક સમર્થ ગદ્યકાર સિદ્ધ કરવાને પૂરતાં છે.
મુનશીએ તેમના દીર્ઘજીવન દરમ્યાન, સતત લખાણ કર્યું છે, અન્તપર્યા – એક યા બીજા પ્રકારનું. તે ઉદ્યમી હતા, તેમનાં ઈતિહાસવિષયક લખાણે ઈતિહાસવિદ જ મૂલવે તે યોગ્ય. “કુલપતિના પત્રો સ્વરૂપે, કે અધ્યાત્મચિંતન અને ઉબોધન તરીકે, એમણે જે કાંઈ કહ્યું-લખ્યું તેને સંચય મોટે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં તે તેઓનું મરણ પ્રધાનતઃ સંકળાયેલું રહેશે વાર્તા સાથે જ.
સમગ્રતયા અવલોકતાં, ઘણુ મર્યાદાઓ છતાં, સર્જન અને વિવેચન દ્વારા, “ગુજરાત', “સમર્પણ” જેવાં પત્ર દ્વારા કે ભારતીય વિદ્યાભવન, સાહિત્ય સંસદુ કે સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ દ્વારા, આ બહુમુખી પ્રતિભાશાળી સાહિત્યકાર સાહિત્યક્ષેત્રે પણ એટલું ને એવું પ્રદાન કર્યું છે કે વિવેચકેનાં પ્રચંડ આક્રમણ છતાં એમની મુદ્રાનું મહત્ત્વ ઝંખવાયું નથી, ઝંખવાય તેમ લાગતું નથી, કારણ