________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૯૫ અંગ્રેજીમાં પણ “આઈ ફેલે ધ મહાત્મા' (૧૯૪૦), ધ અલી આર્યન ઇન ગુજરાત' (૧૯૪૧), ધ ગ્લેમરી ધેટ વોઝ ગૂર્જર દેશ' (૧૯૪૩), ભગવદ્દગીતાઍન્ડ મોડર્ન લાઈફ' (અં. ૧૯૪૫–૪૭), “કુલપતિઝ લેટર્સ (૧૯૫૪, ૫૬, ૫૮), ધ સાગા ચૈફ ઈન્ડિયન કચર' (૧૯૫૭) વગેરે અનેક કૃતિઓ લખી છે અને એમની ગુજરાતી કૃતિઓના હિન્દી, કન્નડ ભાષાઓમાં અનુવાદો પણ થયા છે. ગુજરાતની કીર્તિગાથા', ‘ચક્રવતી ગૂર્જરને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ.
ગદ્યશૈલી મુનશી ગુજરાતના ઉત્તમ ગદ્યકારોમાંના એક ગણાય છે તે કેવળ તેમની ગદ્યકૃતિઓના વૈપુલ્યને કારણે નહિ, પણ તેમણે એક વિશિષ્ટ ગદ્યશૈલી ઉપજાવી છે અને ગુજરાતી ગદ્યને એ વિશિષ્ટ રીતિ અને લઢણથી પ્રભાવિત કર્યું છે તે કારણે.
મુનશીના ગદ્યનાં મુખ્ય લક્ષણેમાં, લલિતતા, સરળતા, પ્રવાહિતા તથા નાટયાત્મકતા અને વાગ્મિતાપ્રાધાન્ય ગણાય. તેમની આરંભની કૃતિઓમાં જણુતા ઘડતરકાળને ગદ્યમાં સ્વાભાવિક ગુજરાતી ગદ્યને બદલે આયાસપૂર્ણતા અને કિલષ્ટતા જણાય છે તે તેમને ગુજરાતીને બદલે “અંગ્રેજીના સવિશેષ સેવનનું પરિણામ છે. પરંતુ બહુ જ ઝડપથી તેમની કલમ વિશિષ્ટ છટા સિદ્ધ કરતી જણાવે છે. ગુજરાતનો નાથ'માં તેનું પ્રથમ ઉત્તમ પરિણામ મળે છે. નવલિકાએમાં તે તેથીય વહેલું અને સહેજે સિદ્ધ થયેલું જણાશે. તેમના ગદ્યની લલિતતા તેમના જ કાળતા –ગાંધીયુગના અન્ય ગદ્યકારે - મુખ્યત્વે નિબંધકારના ગદ્ય સાથે સરખાવતાં સ્પષ્ટ થશે, તો સરળતા અને પ્રવાહિતા તેમના પુરોગામી પંડિતયુગના ગદ્ય સાથે સરખાવવાથી સમજાશે. મુનશીના સમકાલીન તેમ જ ઉત્તરકાલીન ગુજરાતી ગદ્યકારોમાં લલિતતા અને સરળતા અનેકમાં મળી શકશે પણ મુનશીએ જે નાટયાત્મકતા અને વાગ્મિતા તેમના ગદ્યમાં પ્રગટ કર્યા છે તેની છટાઓ અન્યત્ર મળવી મુશ્કેલ છે. નાટ્યાત્મકતા કેવળ સંવાદમાં જ નહિ પણ વર્ણનાત્મક કથનાત્મક ગદ્યમાં પણ પ્રગટ થાય છે અને ત્યાં તે ઉધનાત્મકકથનાત્મક વાગ્મિતા(rhetoric)નું રૂપ લે છે. આને કારણે તેમના ગદ્યમાં કેટલીક વાક્છટાઓ અને વાભંગિઓ, ક્યારેક લઢણુ લાગે તેટલે અંશે પુનરાવૃત્ત થતી જણાશે. એ વાગ. શલી તેમના ગદ્યની આકર્ષક અને અસરકારક લાક્ષણિકતા બની રહે છે. પૃથક્કરણે કૃત્રિમ - આયાસપૂર્ણ અથવા “નાટકી' લાગતી એ છટાઓ પ્રવાહી અને પ્રગટ ઉચ્ચારાત્મક વાચને, શબ્દ, વાગભંગિઓ, વાક્યખંડો અને શબ્દોમાં વામિતા