________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી - [ ૧૯૭ કે તેમની મર્યાદાઓને સ્પષ્ટ કરતાં વિવેચને એક પછી એક ઊભરે આવ્યે જાય છે – વીસરાઈ જાય છે અને વિદ્વાનને મચકેડ્યાં મેએ વિમાસતા રાખીને વાચકવર્ગ તેમને વાંચે જ જાય છે ! – એ વશીકરણ કયા કારણે ? મુનશીમાં એવું કયું તત્ત્વ છે જે તેમની સામગ્રી, વિચારણું, નિરૂપણની અનેક મર્યાદાઓ છતાં તેમને કપ્રિય ને સદા જીવંત રાખે છે તેની શોધ કદાચ ઘણું સર્જકને તેઓ છે તે કરતાં વધુ સફળ બનાવી શકે,
મુનશી ગુજરાતી સાહિત્યક્ષેત્રે માત્ર એક સર્જક લેખક જ નહિ પણ પ્રભાવક પરિબળ બની રહ્યા છે – વિરલ અને વિલક્ષણ,