________________
પ્ર. ૧ ] ભૂમિકા
[ ૧૧ સહેલાઈથી કરાવે તેમ છે. પશ્ચિમમાં પ્રાચીન પરંપરાના “શિષ્ટ' (કલાસિકલ) સાહિત્ય પછી “કૌતુકરાગી (રોમેન્ટિક) સાહિત્યને અને તેની પછી વાસ્તવદર્શી સાહિત્યને સમય આવ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસગતિ પણ એ જ પ્રકારની રહી હોવાનું પંડિતયુગ અને ગાંધીયુગનું આ ગ્રંથમાં સમીક્ષાનું સાહિત્ય દેખાડી આપે છે. “કલા ખાતર કલા'ના વાદનું તેટલું જ તે પછી સાહિત્યકારની સામાજિક સંવેદના કે સમાજધર્મનું ગાંધી અને માકર્સપ્રેરિત પુરસ્કરણ, અને વાર્તા, નવલકથા ને નાટકના કથાત્મક સાહિત્યપ્રકારોમાં પાત્રોના મનોવૈજ્ઞાનિક નિરૂપણ પર ભાર વધતો ગયેલ છે. ફેઈડપ્રેરિત ભાર કે ઝુકાવ એ જ કથા કહે છે. ચાલુ શતકને પહેલા પાંચ દાયકાની ગુજરાતી સાહિત્યની કમાણી આગલા પાંચ દાયકાની સિદ્ધિ કરતાં ઘણી વધારે છે. લગભગ બધાં સાહિત્યસ્વરૂપ, ઇયત્તા અને ગુણવત્તા બેઉની બાબતમાં સાધેલો વિકાસ એ બતાવી આપે છે. ટૂંકી. વાર્તા આ ગાળામાં જ ખીલી અને વિકસી છે. હળ નિબંધ ને નિબંધિકા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન વિશે પણ તેમ કહી શકાય. નાટકે સ્થગિતતા છોડી વિકાસમાગે સફૂર્તિલી ગતિ શરૂ કરી તેને જશ પણ આ ગાળાને આપી શકાય. હાસ્યસાહિત્ય, લેકસાહિત્યનું સંપાદન-પ્રકાશન-આસ્વાદન, ભાષાશાસ્ત્ર, ઈતિહાસપુરાતત્ત્વ, મધ્યકાલીન કૃતિઓનું સંપાદન, વગેરે ક્ષેત્રોમાં થયેલ કાર્ય અને જ્ઞાન વિશનને લલિતેતર શાસ્ત્રીય કે બેધક વાડ્મયનું લેખનપ્રકાશન પણ આ ગાળાના વાયપુરુષાર્થને ઊજળ ઠરાવે એવાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા), ફૉર્બસ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય સભા, સાહિત્ય સંસદ, ગૂજરાત વિદ્યાપીઠ અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓને તથા બુદ્ધિપ્રકાશ', “જ્ઞાનસુધા', “વસંત', “સુંદરીસુબેધ”, “વીસમી સદી', “સાહિત્ય”, “ગુજરાત”, “કુમાર”, “કૌમુદી', “યુગધર્મ', “પ્રસ્થાન', માનસી”, “મિ', ફૉબ્લેસભા ટૌમાસિક, અને “સંસ્કૃતિ' જેવાં સામયિકો તેમ જ “ગુજરાતી” “નવજીવન”, “સૌરાષ્ટ્ર”, “પ્રજાબંધુ' અને “ફૂલછાબ” જેવાં સાપ્તાહિકનો અને પુસ્તક-પ્રકાશકને એને સહાયક અને પેષક બનેલ સહયોગી ફાળે એમાં ઓછે નોંધપાત્ર નથી. જેમની પ્રતિભા અને સાહિત્યપાસનાએ આ સિદ્ધિ શક્ય બનાવી છે તેમને વિશે તે હવે પછીનાં પૃષ્ઠો વીગતે વાત કરવાનાં છે.