________________
૧૦ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ આપતી થઈ. ચાલુ શતકમાં વિકટેરિયન કવિઓને ભાવ ઘટી પહેલા વિશ્વયુદ્ધ પછી કવિતા બ્રાઉનિંગ અને હેપકિન્સ જેવા કવિઓની પાછળ ચાલી પછી ફેંચ ઇમેજિસ્ટ કવિઓ અને એલિયટ તથા પાઉન્ડની અસર ઝીલતી થઈ તેની અસર ગુજરાતમાં બળવંતરાય ઠાકોરના તથા તેમની અસર તળે આવેલા ગાંધીયુગના કવિઓના કાવ્યસર્જન પર વિષય, નિરૂપણરીતિ, કાવ્યબાની (diction), પ્રાસ, લય, પ્રતીક, અલંકાર વગેરેમાં, અંગ્રેજી કવિતા જેટલા પ્રગભ પ્રમાણમાં નહિ તેય ઠીક ઠીક પ્રગશીલતા અને નવીનતા દેખાડતી, થયેલી જોવા મળે છે. નવલકથામાં ઑટ-ૌલીની “કરણઘેલેથી દુમા-શૈલીની મુનશીની નવલકથાત્રિપુટી સુધીમાં વસ્તુનિરૂપણમાં વર્ણનાત્મક કે કથનાત્મક કરતાં નાટયાત્મક પદ્ધતિ પર, અને ત્યાર પછી ઘટના કરતાં પાત્રપ્રાધાન્ય, વાસ્તવિકતા, સ્થાનિક અને જાનપદી રંગ, અને પાત્રગત આંતરવૃત્તિપ્રવાહનિરૂપણ પર ભાર ઉત્તરોત્તર વધત ગયો છે. “નવલિકા”ના ભ્રામક નામે ઓળખાતી ટૂંકી વાર્તા ચાલુ શતકમાં જ આપણે ત્યાં વિકસી પ્રતિષ્ઠા પામી છે અને તેમાં મપાસાં અને ચેખોવની શૈલીની તેમ ત્યાર પછીના યુરોપી-અમેરિકી વાર્તાકારોના વાર્તાસજનની અસર જોઈ શકાય તેમ છે. ગુજરાતી નાટક શેકસૂપિયરી અને સંસ્કૃત પદ્ધતિને અનુસર્યા પછી ન્હાનાલાલને હાથે શેલી ને ગઈથેના નાટયપ્રકારને અપનાવી, પશ્ચિમના ગદ્યનાટકને, ઇસનશૈલીને નાટકને અને તે પછી એકાંકી નાટકના પ્રકારને અજમા-ઉપાસે, અને રંગભૂમિ તથા શિષ્ટ નાટક વચ્ચેનું અંતર સંધાઈ અવેતન રંગભૂમિ ઉદય પામે, એ ચાલુ શતકમાં જોવા મળ્યું છે. નિબંધનિબંધિકાર, ચરિત્ર-આત્મકથા અને પ્રવાસવર્ણન સર્જનાત્મક અને રસાત્મક બનતાં ચાલ્યાં તેમાં અને સૌદ્ધાન્તિક તાત્વિક સાહિત્યચર્ચા અને પ્રત્યક્ષ કૃતિવિવેચન એ ઉભય પ્રકારના સાહિત્યવિવેચનમાં પણ પશ્ચિમના સાહિત્યના વધતા જતા પરિચય અને પરિશીલનની જ અસર પારખવી મુશ્કેલ નથી. કાવ્યલક્ષણો, કાવ્યની સર્જનપ્રક્રિયા, કવિતાના આત્મલક્ષી અને પરલક્ષી પ્રકારે, અસત્યભાવારે પણ કે વૃત્તિમય ભાવાભાસ, સાહિત્યકલા અને નીતિ વચ્ચે સંબંધ, સાહિત્ય અને પ્રજજીવનનો સંબંધ, કલાસિકલ’ અને ‘રોમેન્ટિક' સાહિત્યનાં લક્ષણે, જુદાં જુદાં સાહિત્યસ્વરૂપનાં ઘટક તત્તવો, “લિરિક'નાં લક્ષણે તે પ્રકાર, શૈલી, કાવ્યમાં છંદ અને પ્રાસનું મહત્ત્વ, વિવેચનનું શાસ્ત્ર અને કલાત્વ, કાવ્યનું પ્રયોજન, કાવ્યનું સત્ય અને એવા સાહિત્યમીમાંસાના તાત્વિક પ્રશ્નોની આપણે ત્યાં થયેલી ચર્ચા પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાથી પ્રભાવિત છે.
પાશ્ચાત્ય સાહિત્યની પ્રગતિ સાથે આપણું સાહિત્ય પિતાને કદમ ને તાલ મેળવતું રહ્યું હોવાની પ્રતીતિ ચાલુ શતકને પૂર્વાર્ધ અભ્યાસને