________________
પ્ર. ૧ ]
ભૂમિકા
[ ૯
પ્રત્યાધાતાથી મુક્ત રહી શકે એ અશકય હતું. આ ઘટનાઓ અને તેનું વાતાવરણ આછાવધતા પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાં ઝિલાયાં છે,
યુનિવર્સિટીશિક્ષણમાં અંગ્રેજી સાથે પ્રાચીન પૂર્વીય ભાષાઓ તરીકે સંસ્કૃત અને ફારસીને તેમનાં સાહિત્ય સમેત સ્થાન મળ્યુ. હેાવાથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરમાં એ ત્રણે ભાષાનાં સાહિત્યની અસરે કામ કર્યું` છે. એ અસર પ્રથમ તે તે સાહિત્યની શિષ્ટ કૃતિનાં ગુજરાતી ભાષાંતરારૂપે અને પછી સ્વતંત્ર સર્જનમાં ઊતરતા તેમના સંસ્કારા દ્વારા થયેલી જોઈ શકાય. સંસ્કૃત કાવ્યનાટકાદિનાં ભાષાંતર ગયા શતકથી આરંભાઈ આ શતકમાં પણ મળતાં રહ્યાં છે. હાફીઝની ગઝલાને ગુજરાતીમાં ઉતારવાના બાળાશંકરના પ્રયાસ પછી ઉમર ય્યામની રુબાયતને એકથી વધુ ગુજરાતીઓએ ગુજરાતીમાં ઉતારી છે. અંગ્રેજી અને તે દ્વારા યુરાપીય સાહિત્યકૃતિના તેમ જ ભારતની બંગાળી, હિંદી, મરાઠી જેવી ગિનીભાષાઓની નોંધપાત્ર કૃતિઓના સ્વાદ સંખ્યાબંધ ગુજરાતી અનુવાદકાએ ગુજરાતને ચખાડયો છે. સ્વતંત્ર સર્જનમાં સંસ્કૃત સાહિત્યની અસર કવિતામાં અક્ષરમેળ સંસ્કૃત વૃત્તોના પડિતયુગમાં અને તે પછી ગાંધીયુગમાં વધતા ગયેલા વપરાશમાં, ‘કાન્તા' અને ‘રાઈના પત' જેવાં નાટકામાં, અત્રત્ય વિદ્વાનોએ કરેલી ભરત-મમ્મટ-જગન્નાથાર્દિને અનુસરતી કાવ્યતત્ત્વચર્ચામાં, ગુજરાતી ગદ્યમાં, ખાસ કરીને પંડિતયુગના ગદ્યમાં તથા પૃથ્વીરાજરાસા', 'ઇન્દ્રજિતવધ કાવ્ય’ જેવા મહાકાવ્યના ગુજરાતી પ્રયાગામાં સ્પષ્ટ જોઈ શકાય. ફારસી સાહિત્યની અસરે ગુજરાતીમાં ગઝલનું... કાવ્યસ્વરૂપ અને સૂફી પદ્ધતિની ઇસ્કેમિનજી અને ઇસ્કેહકીકીની માનુષી પ્રેમ અને પ્રભુપ્રેમની કવિતા ગુજરાતી સાહિત્યને અપાવ્યાં છે. પણ સંસ્કૃત અને ફારસી જીવંત ભાષાએ રહી ન હેાવાથી ખીજા સાહિત્ય પર પ્રભાવ પાડી શકે એવા વાડ્મયસર્જનનુ લગભગ તેમાં પૂર્ણવિરામ આવી ગયું હોઈ એ ભાષાનાં વાડ્મયમાં નવે વિકાસ થયે। નહાતા.
આથી નિત્ય વિકસતા અંગ્રેજી સાહિત્યની અને તે દ્વારા પશ્ચિમના સાહિત્યની અસર જ ગુજરાતી સાહિત્ય ઉપર ત્યાર પછી ઉત્તરાત્તર વધતી રહી છે. ગયા શતકમાં કૅલેજમાં અભ્યાસવિષય બનેલ પાન્ગ્રેવની ‘ગાલ્ડન ટ્રેઝરી’નાં ઊર્મિ કાવ્યા દ્વારા નરસિંહરાવ, ‘કાન્ત’, ‘કલાપી’ને ન્હાના લાલ જેવા કવિએ વર્ડ્ઝવર્થ, રોલી, કીટ્સ, બાયરન, કૈારિજ, ટેનિસન આદિ કૌતુકરાગી આંદોલન( Romantic movement)ના અંગ્રેજ કવિઓની કવિતાના પ્રભાવ તળે આવ્યા. આપણી કાવ્યભાવના પણ છંદ અને જનમનરંજક કલ્પનાની લપતરામી સમજથી ઊં ́ચી ચડી જોસ્સા અને અંતઃક્ષેાભ નામે ઓળખાવાયેલ ઊર્મિસ`વેદનને અને ચિંતનને પ્રાધાન્ય