________________
< ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[થ ૪
જીવન તથા તેમના પ્રશ્નો ઉપાડી માનવતાપ્રેમી દષ્ટિથી તેનું નિરૂપણ કરવા તરફ વળતાં, સાહિત્યસ કાની તેમ તેમના વાયકાની સહાનુભૂતિના પ્રદેશ વિશાળ બનવા લાગ્યા. ઉજળિયાત મધ્યમ વર્ગનાં શ્રીમંત, ભણેલાં ને શહેરી પાત્રો ને તેમનું જીવન એકલાં આલેખનવિષય ન રહ્યાં. ગામડું સાહિત્યમાં આવ્યું અથવા સાહિત્ય ગામડે ગયું અને ખેડૂત, ખેતમજૂર, મિલમજૂર, અસ્પૃશ્યો, વેશ્યાઓ જેવા સાહિત્યમાં વર્ષોં સુધી ઉપેક્ષિત રહેલા વર્ગ સાહિત્યમાં નિરૂપણને વિષય બનતા ગયા. ગાંધીજીપ્રેરિત માનવતાપ્રેમમાં સમાજવાદી વિચારસરણીના પ્રભાવ ઉમેરાતાં સામાજિક અભિજ્ઞતા કે વેદનશીલતા વધતી જતાં પણ આ વલણને વેગ મળ્યા. પશ્ચિમની ઔદ્યોગિક ક્રાન્તિના સ્પર્શ આપણી ભૂમિનેય થતાં તેનાં અનુભવાતાં જતાં પિરણામાએ, મૂડીદાર અને અકિંચના વચ્ચે વધતા જતા અંતરે, તા અને અર્થની અસમાન વહેંચણીવાળી શેાણુમૂલક સમાજવ્યવસ્થામાં રહેલા સામાજિક અન્યાયે, વવિહીન સમાજરચનાના રશિયન ક્રાન્તિએ આગળ ધરેલા મેાહક સ્વપ્ન, અને વધુ કપરા બનતા જતા જીવનવિ×હે સમાજવાદ અને સામ્યવાદ ભણી ભાવનાશાળી વર્ગનું આકર્ષણુ વધારતાં આમ બને તે સ્વાભાવિક પણ હતું. ગુજરાતી સાહિત્યમાં ૧૯૩૦-૪૦ના દાયકામાં દલિતગાન અને ક્રાન્તિગાન એક પ્રધાન સૂર બની ગયાનું કારણ આ છે. સાહિત્યમાં વિષયવસ્તુના વિસ્તાર અને તાગી આવતાં તેના શહેરી ઍનિમિયા ગયા અને તેમાં નવા લેાહીના પ્રાણવંતા સંચાર થયાનેા અનુભવ ગુજરાતને આ સમયાવધિમાં આમ થયા છે. પ્રગતિશીલ સાહિત્યના નારા પણ
આ વાતાવરણમાં જેમ દેશમાં તેમ ગુજરાતમાં પણ ઊઠેલા. સરાતા સાહિત્યની આવી વાસ્તવદર્શિતા અને જીવનલક્ષિતાને જ જાણે મદદ કરવા આવતા હેાય તેવા ‘ધૂમકેતુ' અને મેઘાણી પછીના પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પુષ્કર ચંદરવાકર જેવા ગ્રામજીવનની હવા ફેફસાંમાં ભરીને આવેલા જુવાન લેખકે ગુજરાતને આ સમયે મળી રહ્યા છે.
સન ૧૯૪૦થી ૧૯૫૦ના દાયકા તા કેટલા બધા અનુભવ પ્રજાને કરાવી ગયા છે! ૧૯૩૯થી ૧૯૪૫ સુધી ચાલેલું ખીજુ વિશ્વયુદ્ધ, તેની સરજતરૂપ માંધવારી, રનિંગ, અંધારપટ, કાળાં ખાર, ૧૯૪૨ની ‘હિંદ છેડા'ની જલદ લડત, ભારત બહાર · આઝાદ હિદ ફાજની સ્થાપના અને તેની કામગીરી, સરકારી દમન, અણુબોમ્બે આણેલા વિશ્વયુદ્ધના અંત, ૧૯૪૭ની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, તેની સાથે જ થયેલા દેશના ભારત અને પાકિસ્તાન એ બે ભાગલા ને તેનાં દુષ્પરિણામરૂપ દ્રેષ, હિંસા, લૂંટ, બળાત્કાર, ધર્માંતર, હિજરત, નિર્વાસિતાનું પુનઃસ્થાપન, ગાંધીજીની મનેાવેદના, અંતિમ તપસ્યા અને હત્યા, દેશી રાજ્યેાના વિલીનીકરણની આરંભાયેલી પ્રક્રિયા — આ સ રામાંચક ઘટનાએ વચ્ચે જીવતા સાહિત્યકારા એના આધાત