________________
[ ૭
પ્ર. ૧].
ભૂમિકા અમિતાની પ્રેરણા, ૧૯૦૫ના બંગભંગે જગાડેલ પ્રચંડ પ્રજાક્ષોભ, રાષ્ટ્રીય મહાસભામાં બાળગંગાધર ટિળક, અરવિંદ ઘોષ આદિને લીધે નરમની સામે ગરમ દળને વધવા માંડેલો પ્રભાવ, હિંસાને માર્ગે અંગ્રેજો સામે શરૂ થયેલું ત્રાસવાદી આંદોલન, ઍની બિસેન્ટ અને ભારતીય સ્વરાજ્યવાદીઓએ પહેલા વિશ્વયુદ્ધ વેળા ઉપાડેલી હોમરૂલની હિલચાલ – આ બધાંએ એને માટે વચગાળામાં ભૂમિકા તૈયાર કરી હતી જ. જલિયાંવાલા બાગના હત્યાકાંડે તથા રૉલેટ કાયદાએ અંગ્રેજ સત્તા સામે તીવ્ર વિરોધ અને વિદ્રોહ જન્માવતાં રાષ્ટ્રીય મહાસભાનું નેતૃત્વ ગાંધીજીના હાથમાં આવ્યું અને તેમની સરદારી નીચે પ્રજાએ ત્રણ ત્રણ વાર વ્યાપક અહિંસક મુક્તિસંગ્રામ ખેડ્યો, જેને સાહિત્યકારોનું માનસિક અનુમોદન અને સક્રિય સાથ મળતાં આપણે ત્યાં સાહિત્યમાં ગાંધીજી અને સ્વરાજલડત તથા તેણે પ્રેરેલી રાષ્ટ્રભક્તિ, શૌર્ય, યુયુત્સા, સ્વાતંત્ર્ય અને બલિદાનની ભાવનાઓ કવનવિષય બનતાં મોટું પૂર આવ્યું. બીજા દેશોનાં વિતા અને મુક્તિ-સંગ્રામોનું, આપણા દેશમાં ખેલાયેલા જુદા જુદા સત્યાગ્રહોનું, અને જેલ તથા જેલજીવનના અનુભવનું સાહિત્ય પણ એ ઓઘમાં ગુજરાતને મળ્યું.
ગાંધીજીએ સ્વદેશીની જે ભાવના પ્રચારી તેની હવામાં એ પૂર્વે અ૫શિષ્ટ મનાયેલા કંઠપરંપરાથી સચવાતા રહેલા લોકસાહિત્ય પ્રત્યેની ઉપેક્ષા કે સૂગ નીકળી જઈ તેના પ્રત્યે મમત્વ જાગતાં લોકસાહિત્યના સંશોધન, સંપાદન, પ્રકાશન તથા સમાદરને વેગ મળ્યો છે. ગાંધીજીપ્રેરિત સત્યાગ્રહાશ્રમની શાળા, ગૂજરાત વિદ્યાપીઠ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન જેવી રાષ્ટ્રીય શિક્ષણની ભાવનાથી ચાલતી સંસ્થાઓની શિક્ષણપ્રવૃત્તિઓ કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ આદિની કલમે શિક્ષણવિચારણાનું સાહિત્ય અને ગિજુભાઈ બધેકા તથા જુગતરામ દવે જેવા પાસેથી બાળશિક્ષણને લગતી વિચારણા તથા નમૂનારૂપ બાળસાહિત્ય પણ સારા પ્રમાણમાં મળ્યું છે. ગાંધીજીના ‘નવજીવન’ અને અમૃતલાલ શેઠના “સૌરાષ્ટ્ર' સાપ્તાહિએ ગુજરાતી પત્રકારત્વને નિભક, લોકલક્ષી અને પાણીદાર બનાવવામાં નોંધપાત્ર ફાળો આપે તે પણ ગાંધીજીપ્રેરિત નવચેતનની સ્કૂર્તિદાયક હવામાં.
કેશિયે પણ સમજી શકે એવા લખાણને સાહિત્ય ગણવાની ગાંધીજીની માન્યતાએ તેમ જ દેશમાં એમના વિચારો તથા પ્રવૃત્તિઓ પ્રગટાવેલી આવી નવચેતનાએ સાહિત્યને લોકાભિમુખ અને જીવનાર્ભિમુખ કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય રીતે સારો એવો ફાળે છે. ગાંધીજીએ ગામડાં તથા દરિદ્રનારાયણની સેવા ઉપર ભાર મૂકતાં, ગરીબ, અભણ, નીચલા થરનાં અને ગામડાંનાં માનવીઓનાં