________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[
. ૪
રહ્યા છે. ગાંધીજી દ્વારા થયેલી વિચારક્રાતિમાં પણ સમાજસુધારણું આવી જતી હતી.
ધર્મક્ષેત્રે ગયા શતકના ઉત્તરાર્ધમાં પ્રાર્થનાસમાજ, આર્ય સમાજ અને થિયોસેફિકલ સોસાયટીએ આણેલ ચેતન ચાલુ શતકના પહેલા બેઅઢી દાયકા સુધી સક્રિય રહ્યું જણાય છે. “જ્ઞાનસુધા'ની સામગ્રી અને ભોળાનાથ દિવેટિયા તથા તેમના પુત્રો અને રમણભાઈનું સાહિત્ય તેમ જ ન્હાનાલાલનું શરૂઆતનું સાહિત્ય પ્રાર્થનાસમાજની અસર દેખાડે છે. થિયોસેફીએ મણિલાલને અને ખ્રિસ્તી ધર્મ ‘કાન્ત’ને આકર્ષે લા. પણ હિંદુ ધર્મની જીવન્તતાએ પ્રગટાવેલા રામકૃષ્ણ પરમહંસ, એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ અને તેમના સમકાલીન
સ્વામી રામતીર્થ જેવા નવી કેળવણી પામેલા સંન્યાસીઓની, તેમ જ ગુજરાતના નૃસિંહાચાર્ય અને નથુરામ શર્માની અસરે સનાતની આરિતકતાને સંસ્કારી દઢાવ્યાનું ત્યાર પછી ગુજરાતમાં બન્યું છે. ગાંધીજીએ પણ સનાતન હિંદુ ધર્મને પિતાના વિવેકપૂત આચરણથી જીવી બતાવી તેમ પિતાનાં લખાણોથી ધર્મશુદ્ધિ કરી છે. તેમના સાથીઓમાં વિનોબા ભાવે, કિશોરલાલ મશરૂવાળા અને કાકા કાલેલકરનાં લખાણોએ પણ એવી જ સેવા બજાવી છે. એ પછી શ્રી અરવિંદનાં તત્વજ્ઞાન અને સાધનાપ્રણાલીની અસર પણ શ્રી અંબાલાલ પુરાણી, સુંદરમ', પૂજાલાલ આદિ દ્વારા ગુજરાતમાં પહોંચી છે. ચાલુ શતકના પૂર્વાર્ધનું ગુજરાતી સાહિત્ય ધર્મશુદ્ધિ અને ધર્મશાધનની આવી વિકસતી રહેતી પ્રવૃત્તિ પણ તેનું એક પ્રેરક બળ બન્યું હોવાનું દેખાડે છે.
ગયા શતકના ઉત્તરાર્ધમાં જાગેલી રાષ્ટ્રીય અમિતા ઉત્તરોત્તર સક્રિય બનતી ચાલુ શતકે દેખાડી છે તે આ શતકના સાહિત્યનું એથીય મોટું પ્રેરકબળ અને વિષય બન્યા વગર રહે એમ તે બને જ નહિ. દલપત-નર્મદનાં કાવ્યો, “હમુદ્રા ને “સરસ્વતીચંદ્ર' ભાગ ૩-૪, “હિંદ અને બ્રિટાનિયા', હરિલાલ ધ્રુવનું નાટક “આર્યોત્કર્ષ” અને આવેશભર્યા રાષ્ટ્રભકિતનાં કાવ્યો, બળવંતરાય ઠાકોરના “આરોહણ” કાવ્યમાંના અમુક ઉદ્દગાર અને ખેતી કાવ્ય, ન્હાનાલાલની “રાજયુવરાજને સત્કાર” અને “ઈન્દુકુમાર’ –૧ જેવી કૃતિઓ, અને “ભારતને ટંકાર'નાં ખબરદારનાં કાવ્ય જેવા સાહિત્ય આપણી રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઝીલી, કેરી અને સંવધી તે પછી ભારતના રાજકારણમાં ગાંધીજીને પ્રવેશ થતાં આપણું રાજકારણ ભાષણો અને અરજીઓમાંથી સ્વરાજ માટેની સક્રિય લડતને પંથે વળ્યું. ૧૮૯૮માં પરદેશી શાસને પહેલી વાર દેખાડેલો પોતાનો પરચો, ૧૯૦૩માં ટચૂકડા જાપાને મહાકાય રશિયાને આપેલી શિકસ્ત આણેલી એશિયાઈ