________________
પ્ર.૧].
ભૂમિકા અર્પણ છે. એમના પિતાના લેખન ઉપરાંત મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર આદિ તેમના અંતેવાસીઓના તેમ જ એમણે સ્થાપેલી રાષ્ટ્રીય શિક્ષણની ગૂજરાત વિદ્યાપીઠે આપેલા રામનારાયણ પાઠક, “સ્નેહરશ્મિ', સુંદરમ' આદિ સાહિત્યકારોના સાહિત્યનો લાભ ગુજરાતને મળ્યો છે તે પણ ઓછા નથી. આ સૌથી વિશિષ્ટ સેવા ગાંધીજીની એ કહેવાય કે તેમની ઈચ્છા, સૂચના અને આગ્રહથી તૈયાર થયેલા જોડણીકોશ” દ્વારા ગુજરાતી ભાષાની જોડણીમાં એકરૂપતા આવી અને તેમાંની અતંત્રતા, મનસ્વિતા કે વિવિધતા કાયમ માટે અદશ્ય થઈ.
લેખકની ભાષામાંથી વાણીવિલાસ અને મેદ ઓછાં થવાનું વલણ ચાલુ શતકના આરંભથી શરૂ થઈ ગયું હતું, જેણે ગાંધીજીના આગમન પહેલાં ભાષાની સાદગી માટેની હવા કે વાતાવરણ ઊભું કરવામાં ઠીક ભાગ ભજવ્યો છે. ગોવધનરામના અવસાનવર્ષ ૧૯૦૭થી એક દાયકા સુધી સામાજિક નવલકથાઓ આપનાર ભેગીન્દ્રરાવ દિવેટિયાની ભાષા અને લખાવટ સાદાઈ અને સરળતાનું દર્શન કરાવે છે. બીજા દશકાથી સાહિત્યક્ષેત્રે પ્રવેશનાર કનૈયાલાલ મુનશીએ પણ સાદી અને ઓછી સંસ્કૃતમય ભાષામાં પણ કથનની સરસતા અને સચેતા તથા અંગ્રેજી ગદ્યની વાછટા લાવી શકાય છે એ પિતાને સાહિત્યસર્જનથી બતાવ્યું છે. યુનિવર્સિટીની જ્ઞાનગંગાને પ્રજાના આંગણા સુધી પહોંચાડવાના અભિલાષને વરેલું આનંદશંકર ધ્રુવનું ‘વસંત” પંડિતભાગ્ય હતું તેટલું લેકભોગ્યા બનવા પણ મથતું હતું, અને બંધુસમાજના “સુંદરી સુબોધે તથા મટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય લેકભોગ્ય સરળતાને ઉપાસી અને અપનાવી હતી. હાજી મહમદના લોકપ્રિય માસિક વીસમી સદીને પંડિતશૈલી પોસાય એમ હતું નહિ. વાંધીજી આવતાં રહ્યો સહ્યો પાંડિત્યમહ પણ ગયો.
વિષયની દષ્ટિએ સમાજસુધારણું એ દલપત-નર્મદયુગ કે જાગૃતિયુગના સાહિત્યનું પ્રધાન લક્ષણ કે સંદેશ હતો, તે ત્યાર પછીના પંડિતયુગ અને ગાંધીયુગમાં પણ ચાલુ રહે છે. ગોવર્ધનરામનાં “સ્નેહમુદ્રા” અને “સરસ્વતીચંદ્ર', રમણભાઈનાં “ભદ્રંભદ્ર' અને “રાઈને પર્વત', ભોગીન્દ્રરાવની નવલકથાઓ, ન્હાનાલાલનાં ‘વસંત્સવ', “ઈન્દુકુમાર” અને “જય અને જયંત', મુનશીની નવલિકાઓ તથા “વેરની વસૂલાત’, ‘કાને વાંક' જેવી નવલકથાઓ, મેઘાણીની “ચિતાના અંગારા'ની વાર્તાઓ અને પેટલીકર સુધીના ઘણા લેખકોની કૃતિઓ એ બતાવી આપે છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં શરૂ થયેલ સંક્રાન્તિકાળ કંઈ પૂરો થઈ ગયો નથી અને આપણું સામાજિક પ્રશ્નો બહુધા એના એ જ