________________
પ્રકરણ ૨
હાનાલાલ (ઈ. સ. ૧૮૭૭–૧૯૪૬)
જીવન
રાજ્ય તેમ પ્રજ ઉભયે “કવીશ્વર' કહી સન્માનેલા કવિ દલપતરામ પચાસથી વધુ વર્ષોની સાહિત્યસેવા બજાવી સને ૧૮૯૮માં અવસાન પામ્યા તેના ત્રણચાર માસ પછી તે વેળા પૂનામાં જુનિયર બી.એ.ના વર્ગમાં ભણતા તેમના પુત્ર -ન્હાનાલાલે ‘વસંતોત્સવ'ની અભિનવ કાવ્યરચના કરી, જે ૧૮૯૯માં અમદાવાદની પ્રાર્થનાસમાજના મુખપત્ર “જ્ઞાનસુધા'ના જે અંકમાં દલપતરામ માટેની મૃત્યુનેધ છપાઈ તેમાં જ તેનાં સહેદર લખાણો લગ્નનેહને વિશ્વક્રમમાં હતું એ લેખ તથા “પ્રિયકાન્ત” નામક નવલકથાનાં પ્રારંભિક પ્રકરણ (લખાયા સાલ ૧૮૯૬-૯૭) સાથે પ્રગટ થઈ. જેની ભાવિ કારકિર્દી પિતાને આશાસ્પદ નહિ, ઊલટું ચિંતાજનક લાગેલી એવા પુત્રને દલપતરામની જીવનવિદાય વેળાયે આમ આશાસ્પદ કવિજન્મ થઈ ચૂક્યો હતો. કેમ જાણે પિતાનું કવિમિશન પુત્રે નિષ્ઠાપૂર્વક ઉપાડી લીધું હોય ! અને દલપતરામ એક દશકે જ વધુ જીવ્યા હોત તો તેઓ પોતાના આ પુત્રને તેના એક મુરબી કવિમિત્ર વડે જાહેરમાં “ઊગ્ય પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ એ તેની જ પંક્તિથી ગુજરાતના એક નવોદિત પ્રતિભાશાળી કવિ તરીકે વધાવાતો – સકારાતે જઈને કેવાં હર્ષાશ્રુ સારત ! સને ૧૯૪૬ના જાન્યુઆરીમાં ન્હાનાલાલની આયુષ્યલીલા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની પણ પચાસ વર્ષની સાહિત્યસેવા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસના ચોપડામાં જમા થઈ હતી, અને તે એવી ઊજળી અને સર્વસમૃદ્ધ કે “કવીશ્વર' બિરુદને મુગટ પિતાને માથેથી ઉતારી તેમના પુત્રને માથે મૂકવું પડે. એક જ ઘરમાંથી પિતા
અને પુત્રની, એક કરતાં બીજાની સવાઈ, એવી સેથી વધુ વર્ષોની સાહિત્યસેવા કઈ ભાષાને અને પ્રજાને મળે, એવી આના જેવી ઘટના એવી જવલ્લે જ બનતી હોય છે કે એને તે ભાષા અને પ્રજાનું એક વિશિષ્ટ સદ્ભાગ્ય જ કહેવું પડે. આ પિતા-પુત્રની સેવા એક્સી ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા ન હતી, સાથે સાથે અને તે દ્વારા બેઉએ પ્રજાના સંસ્કાર શિક્ષક કે હદયશિક્ષકનું કાર્ય પણ બજવ્યું છે. એ રીતે ગુજરાત એમનું બેવડી રીતે ઋણી છે.