________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી હાસ્યની ઘણી કૃતિઓ છતાં આ નિર્મળ “ફાસ'ની વૃત્તિ મુનશી સાથે લગભગ ગુમાવી છે. થોડીક બચતરૂપે માત્ર ચંદ્રવદનમાં .
મુનશીનાં સામાજિક નાટકોને સમગ્રરૂપે અવલેતાં જણાશે કે તેમને પ્રધાન અભિગમ સમાજલક્ષી રહ્યો છે, તેમનું પ્રધાન ઉપકરણ હાસ્યકટાક્ષ રહ્યાં છે. વિડંબાકૃતિઓ તેમની કલમથી આસાનીથી સરજાય છે. પરંતુ “કાકાની શશી” જેવામાં શશી કે મનહરકાકા જેવાં પાત્રો વાસ્તવિક આલેખનની પણ તેમનામાં ઉચ્ચ. શક્તિ રહેલી છે તેનાં દ્યોતક છે. લગ્ન અને સ્ત્રીપુરુષ-સંબંધ લગભગ બધી કૃતિએને વિષય છે, અને “સુધારક’ મુનશી પુરુષ સમોવડી થવા મથતી સ્ત્રીઓની અર્વાચીન સ્વાતંત્ર્યવૃત્તિને પુરસ્કર્તા નથી તે સ્પષ્ટ થાય છે. “છીએ તે જ ઠીકએ એમના અભિગમને સૂચનાત્મક રીતે વ્યક્ત કરે છે. નાટક તેમની નામાં છે. તેમને સંવાદે સ્વાભાવિકતા અને નાટયાત્મકતાના મેળથી નાટયગદ્યનું સુંદર, ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાતી નાટકકારમાં બહુ ઓછા આવી સંવાદકલા. સિદ્ધ કરી શક્યા છે.
ઉધ્રુવસ્વામિનીદેવી” એ સંખ્યાબંધ ઐતિહાસિક નવલકથાઓ આપનારા મુનશીનું એકમાત્ર અતિહાસિક નાટક. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે જ મળતા. નાટક “દેવી ચંદ્રગુપ્તમ' તેના મૂળમાં છે. પણ નિર્બળ રામગુપ્ત, જાજ્વલ્યમાન ધ્રુવદેવી અને તેજસ્વી ચંદ્રગુપ્ત તથા બર્બર શકાધિપતિનાં પાત્રો અને વ્યવસાયી રંગભૂમિની યાદ આપતી નાટકી ઘટનાઓ મુનશીકપ્યાં છે. ઈ. ૧૯૨૮ સુધીમાં ગુજરાત મુનશીને એટલા ઓળખી લીધા છે કે તેમનાં પાત્રો અને તેમની લાગણી-- ઓ હવે કઈ “નવીન નિરૂપણને વિસ્મય આપી શકે તેમ નથી. છતાં એક રંગક્ષમ નાટક અને રસપ્રદ સાહિત્યકૃતિ ઉભયરૂપે “ધ્રુવસ્વામિનીદેવી ગુજરાતી ના સાહિત્યમાં નોંધપાત્ર કૃતિ બની રહે છે. આજે જ્યારે સંખ્યાબંધ જૂનાં નાટકે અને કથાઓનાં ફિલ્મ રૂપાંતર થઈ રહ્યાં છે ત્યારે “તપણ” કે “ધ્રુવ--
સ્વામિની'નું ત...કારે રૂપાંતર કેમ નહિ સૂઝતું હોય ? મુનશીની નવલ અને નાટકમાં અર્વાચીન પ્રેક્ષકોને પણ સારા પ્રમાણમાં આકર્ષી શકે તેટલે રસરંજનાત્મક સંભાર અને ફિલ્મ જેવા માધ્યમથી અધિક ઊખળે એવી રોમાંચક શક્યતાઓ ઓછાં નથી!
પૌરાણિક નાટકે: મુનશીની પૌરાણિક કૃતિઓ આલેખવાને ઉમળકે જાણીતા છે. નવલકથાક્ષેત્રે તેમ કથાક્ષેત્રે પણ તેમણે સંખ્યાબંધ પૌરાણિક કૃતિઓ આપી છે. પૌરાણિક નાટકોમાં તેમની ચાર કૃતિઓ ગ્રંથસ્થ થઈ છે. પુરંદર પરાજય' (૧૯૨૨), 'અવિભક્ત આત્મા' (૧૯૨૩), “તર્પણ' (૧૯૨૪)