________________
૧૮૬ ]
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
[ચ ૪
ભૂમિનાં નાટકો બની રહે છે. સામાજિક નાટકા' કે ‘ કાકાની શશી'માંની પર પરાગત વ્યવસાયી રંગભૂમિ હવે બદલાઈ જાય છે. છીએ તે જ ઠીક'માં તે સૌંપૂર્ણતયા અર્વાચીન રંગભૂમિને અનુરૂપ નાટક પ્રાપ્ત થાય છે.
છીએ તે જ ઠીક’: બૌધાયનના સંસ્કૃત નાટકમાં, તેમ આમાં પણ સ્ત્રી અને પુરુષના આત્માની પરસ્પર અદલાબદલીથી ઉપસ્થિત થતી વિલક્ષણ અને હાસ્યપ્રેરક પરિસ્થિતિ દ્વારા મુનશીએ સમાન બનવા જતાં, અને ખાસ કરીને ‘અભિન્ન’ થવા મથતાં સ્ત્રીપુરુષાનુ` કટાક્ષાત્મક નિરૂપણથી, એવી પરિસ્થિતિમાંથી સરજાતી અવાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોર્યું છે. આદિ અને અ ંતે રજૂ થયેલી મૂળ સ્થિતિની સાથે, વચગાળામાં પ્રાણુવિનિમય દ્વારા બદલાયેલી પરિસ્થિતિ સાથેને વિરાધ સુંદર નાટયાત્મક પ્રસંગ સર્જે છે. આત્માની અદલાબદલીથી, બાહ્ય રૂપે યથાવત્ છતાં તત્ત્વતઃ પરિવર્તિત થઈ જતાં નાયક-નાયિકાને કારણે અભિનયની ઉત્તમ તક ઊભી થાય છે, અને પ્રહસન ખૂબ અસરકારક બની રહે છે.
વાહ રે સૈ' વાહુમાં પોતાની જ કૃતિઓમાંનાં, પોતે જ સર્જેલાં પાત્રો અને પેાતાનાં કુટુંબીજનેાની પાત્રસૃષ્ટિ વચ્ચે પેાતાને જ કેન્દ્રમાં મૂકીને એક ઠઠ્ઠા પ્રકારનું પ્રહસન રચાયેલુ` છે. પેાતાની જ ઠેકડી ઉડાવીને પેાતાની જાત પર હસવું એ અઘરી વાત છે. મુનશીએ અનેક ઠઠ્ઠાચિત્રો સજર્યા પછી, પેાતાની જ મજાક કરીને તેમનામાં રહેલી મુક્ત હાસ્યવૃત્તિ અને ખેલદિલીને પરિચય આપ્યા છે. અલબત્ત, નાટક' તરીકે તેનુ ં સંયેાજન શિથિલ લાગવાનું પણ આ ‘કલ્પન’ને પ્રકાર જ એટલા મુક્ત છે કે તેમાં ઘણી સ્વૈરતા નભી જવાની. પરંતુ જાતને નિરૂપતી વખતે જે તાટસ્થ્યની જરૂર પડે છે તેને અભાવ આ વિલક્ષણ પ્રયાગને પૂર્ણપણે સફળ થતાં અટકાવે છે. એક વિલક્ષણ પ્રયોગ તરીકે જ તે તૈધપાત્ર રહે છે.
સ્નેહુસ‘ભ્રમ અથવા પીડાગ્રસ્ત પ્રોફેસર' મૂળ વાર્તારૂપે રચાઈ. પ્રહસન રૂપે જ વધુ પ્રસિદ્ધ આ નાટક હળવે હૈયે, ઠ્ઠાચિત્રા આલેખી રચાતા ‘ફાર્સ'ની નજીક જતા પ્રહસનના સરસ નમૂના છે. અતિશયાક્તિ અને કટાક્ષ આ પ્રકારની કાઈ પણ કૃતિનાં મુખ્ય તત્ત્વા હાય. સ્ત્રીપુરુષ-સંબંધમાંથી જન્મતી મૂર્ખતાઓનુ` આલેખન આ કૃતિનું મુખ્ય વસ્તુ છે. પારસીઓને ફારસ વધુ ફાવે. વ્યવસાયી રંગભૂમિમાં વચ્ચે વચ્ચે ગૂંથાયેલાં ફારસામાં આ હળવાશ અને હથેાટી બુન્દે ન મળે. મુનશી અને ચંદ્રવદન સિવાય, બિનપારસી લેખકેામાં હળવે હાથે મુક્ત અને શિષ્ટ હાસ્યરસ ‘ફાર્સ' રૂપે પીરસનાર આપણે ત્યાં કેટલા ? ભવાઈમાં હતી તે મશ્કરી-ઠઠ્ઠા ને હાસ્ય-કટાક્ષની સરવાણી ફ્રામાં નભે. ગુજરાતી નાટકક્ષેત્રે