________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૮૫ દૃષ્ટિએ સ્થળે સ્થળે “નાટકી' લાગે તેવી આ કૃતિ, તત્કાલીન વ્યવસાયી નાટકને પડછે વાસ્તવિક લાગશે. “કાકાની શશી' પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સેતુરૂપ છે, તે પરંપરાગત અને અર્વાચીન નાટક વચ્ચેની પણ એ કડી છે. એમાં આપણને “સંસ્કારાયેલી વ્યવસાયી રંગભૂમિનું નિદર્શન મળે છે, તે સાથે સાથે, વ્યવસાયી રંગભૂમિનાં રંગક્ષમ તત્તને તેમાં સમાવેશ પણ દેખાય છે. નાટકી” તત્ત્વ જાળવતું અને છતાં વાસ્તવિકતા સાધતું, લઢણે અને લય સહિત અને છતાં સ્વાભાવિક સંવાદ બનતું “નાટકનું ગદ્ય “કાકાની શશી'માં ઉત્તમ રીતે પ્રયોજાયું છે. વ્યવસાયી રંગભૂમિ પર ભજવાતાં પણ સાહિત્યક્ષેત્રે સ્થાન ન પામતાં નાટકે અને પ્રશિષ્ટ નાટયકૃતિ લેખાતાં પણ રંગભૂમિ પર કામયાબ ન નીવડતાં નાટકે એ બંનેમાં જે ઘટે છે તે “કાકાની શશી'માં ઓળખી શકાશે. એ રીતે આ પરંપરાગત રંગભૂમિનું નવું નાટક બને છે; જૂના-નવા નાટક વચ્ચે અને જૂનીનવી રંગભૂમિ વચ્ચે, તેમ રંગભૂમિ અને સાહિત્ય વચ્ચે સુંદર કડીરૂપ બની રહે છે. “કાકાની શશી'થી નાટક બદલાય છે, રંગભૂમિ નહિ; તે પરિવર્તન થાય છે ચંદ્રવદનથી. પરંતુ કાકાની શશી “નાટક” તરીકે એક સુંદર કૃતિ બની રહે છે – ગુજરાતી નાટય સાહિત્યના એક માર્ગ સૂચક સ્તંભ સમી.
બ્રહ્મચર્યાશ્રમમાં ગાંધીજીના અનુયાયી થઈ, બ્રહ્મચર્યના આદર્શની માત્ર વાત કરતા આડંબરી આશ્રમવાસીઓની ઠેકડી છે. મુનશીએ પિતાની આસપાસના કાર્યકરોની બાહ્ય આડંબરી આદર્શ ઘેલછા અને માનસિક નિર્બળતાનું વિડંબચિત્ર અહીં આલેખ્યું છે. નાટકમાં વિડંબના બ્રહ્મચર્યની ભાવનાની નથી, પણ તેના જૂઠા આડંબરની છે. ગાંધીપંથી ટોળામાં રહીને પણ, એ જ ટેળામાંના કૃતક ગાંધીવાદીઓને ઠ્ઠો કરતું આવું નાટક, ગાંધીભક્તિના પરમોત્કર્ષકાળે લખવાની હિંમત મુનશી જ કરી શકે. જમાનાને સંદર્ભ બદલાઈ જતાં એ કૃતિ વીસરાઈ ગઈ છે, પરંતુ માનવવૃત્તિની સાહજિક નિર્બળતામાંથી નિષ્પન્ન થતું હાસ્ય ક્યારેય અપ્રસ્તુત નથી.
“ડ, મધુરિકા: કુશળ સર્જન મધુરિકા અને તેના પતિ બૅરિસ્ટર નરેન્દ્રના કથાનકને લઈને, સ્ત્રીની સહજસ્વભાવ વિરુદ્ધની અર્વાચીનતા, મુક્તતા વગેરેના
ખ્યાલ પર પ્રહાર કરતું આ નાટક એકંદરે સામાન્ય કૃતિ લાગે છે. સ્ત્રીએ પુરુષ” થવાને કે પુરુષ સમોવડી થવાને પ્રયત્ન ન કરતાં સ્ત્રી જ રહેવું ઉચિત, તે તેમણે “કાકાની શશી'માં અને વધુ સ્પષ્ટ રીતે “છીએ તે જ ઠીકમાં વધુ સારી રીતે રજુ કર્યું છે. જોકે, “Ú. મધુરિકા” અને “છીએ તે જ ઠીકે અર્વાચીન રંગ