________________
૧૮૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[4. ૪
સ્વરૂપે, પરિણામેા અને નિરૂપણુ તદ્દન ભિન્ન છે. બે ખરાબ જણ' પ્રહસન છે, ‘આજ્ઞાંકિત’ નથી. ‘આજ્ઞાંકિત'માં એક પુરુષની પાશવતા અને ખીજાની નિર્મૂળતાથી અકળાઈને બધાં બંધનાને ફગાવીને વીક્રુતી નાયિકાનું નિરૂપણ ઉત્કટતાવાળા સામાજિક અભિગમ વાસ્તવલક્ષિતાને ખીજે છેડે લઈ જાય છે, ને પરિણામે નાટક ઊણું ઊતરે છે. બે ખરાબ જણ' નાટયગૂંથણીની દૃષ્ટિએ શિથિલ લાગે તાય એ શૈથિલ્ય એ ફારસની સીમામાં પ્રવેશી જતા પ્રહસનમાં નિર્વાહ્ય ખની રહે છે, પરંતુ ‘આજ્ઞાંકિત'માંના શેષ જે રીતે બધન તાડે છે તે, તે નાટકની આસ્વાદનીયતા અને અસરકારકતાને ઓછી કરી નાખે છે.
‘સામાજિક નાટકામાં સંગ્રહાયેલી આ ત્રણે કૃતિમાં લગ્નનેા જ પ્રશ્ન રજૂ થયા છે, પણ ત્રણેમાં દૃષ્ટિબિન્દુએ જુદાં જુદાં છે. ત્રણેમાં પ્રહસનાત્મક કે આધાતક કટાક્ષપ્રાધાન્યને કારણે અતિશયાક્તિના ઉપયેગ થયા છે. તેમાંય બે ખરાબ જણ' અને ‘આજ્ઞાંકિત'માં તા જાણે એક પરિસ્થિતિની બે બાજુએ, ખે શકયતાઓ નિરૂપાઈ છે. મેડીકેાની ઉક્તિમાં, માત્ર નાટકાનાં જ ગાયનેાની પંક્તિમાંથી રચાયેલી To be or not to beની પૅરડી જેવી સ્વગતાક્તિ સરસ રંગક્ષમ એકાક્તિ અની રહે છે.
‘કાકાની શશી’ પણ પ્રહસન ગણાય. પણ અગાઉનાં વાવાશેઠનુ સ્વાતંત્ર્ય' કે ‘બે ખરાબ જણ'ની જેમ, અને પછીના બ્રહ્મચર્યાશ્રમ'ની જેમ તેમાં ફ્રાફિકલ તત્ત્વ નથી. તે સુખાન્ત તેથી કૅામેડી, અને તેમાં હાસ્ય પણ સારા પ્રમાણમાં છે, પણ એકંદરે તે ગંભીરતાથી રચાયેલી નાટથકૃતિ છે. એમાં પણ પ્રશ્ન તા લગ્નને જ છે પણ તે તેનાં વિવિધ પાસાં સાથે વધુ ગ ંભીરતાથી રજૂ થયું છે. માત્ર લગ્ન નહિ પણ સ્ત્રીપુરુષ-સંબંધને, તથા સ્ત્રીઓની સ્વતંત્રતાના પ્રશ્નને, તેમાં વિવિધ પાત્રાનાં ઉદાહરણા દ્વારા ચર્ચવામાં આવ્યા છે. પુરુષાની સ્ત્રી પ્રત્યેની દૃષ્ટિ, સ્ત્રીઓની પણ લેાલુપતા અને નિર્બળતા, નાટકમાંથી લગભગ “ન સ્ત્રીસ્વાતંત્ર્યમ્ અતિ'ના પ્રગટતા ધ્વનિ વગેરે મુનશીનાં મંતવ્યોને વ્યક્ત કરે છે. એ મંતવ્યેાના સંદર્ભમાં, મુનશી ભાવનાશીલ અને સુધારક નહિ પણ મહેશે ફ્રોઈડના કામપ્રાધાન્યના મતને અનુસરતા અને સ્ત્રીની આધુનિક સ્વાતંત્ર્યવાંચ્છુ મનેાવૃત્તિના વિરોધી લાગે છે. કાકાની શશીના, વાસ્તવિકતા લાવવા જતાં સુરુચિની દૃષ્ટિએ આઘાતક બની જતા અંત અત્યંત વિવાદાસ્પદ નીવડચો છે. નાટક અને રંગભૂમિની દૃષ્ટિએ ‘કાકાની શશી' ખૂબ મહત્ત્વની નાટચકૃતિ છે, રંગભૂમિના તત્કાલીન પ્રવતમાન સ્વરૂપને જાળવીને તથા તેની કેટલીક લાક્ષણિકતાઓને પ્રયેાજીને રચેલી આ કૃતિ ‘નાટક’ તરીકે નવી ભાત પાડે છે. આધુનિક