________________
૧૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ J, ૪ અને “પુત્રસમોવડી' (૧૯૨૮).
આ કૃતિઓને મુનશીએ પૌરાણિકકહી છે. પરંતુ પૌરાણિક એ શબ્દને - શબ્દશઃ લઈ શકાય તેમ નથી કારણ કે કેટલીક વાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં તે વિસ્તરે છે. એટલે આપણે “પૌરાણિકને ઈતિહાસ અને મહાકાવ્યની પહેલાંને કાળ એ ઉદાર અથે જ લેવો પડે. “પુરંદર પરાજયમાં ચ્યવનસુકન્યાની વાત, “અવિભક્ત આત્મામાં વસિષ્ઠ-અરુંધતીની, ‘તર્પણમાં સગરસુવર્ણની અને “પુત્રસમોવડી'માં દેવયાનીની કથા વસ્તુ તરીકે લેવાયેલી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથાઓમાં મુનશીએ જાણે એ સંસ્કૃતિનાં પાયારૂપ મૂલ્યો પ્રગટતાં દર્શાવ્યાં છે.
પુરંદર પરાજયમાં યુવાન નારી તરીકે, પિતાને જીવન ભેગવવાને અધિકાર બળવાખોર બનીને પણ સિદ્ધ કરવા તત્પર થતી સુકન્યાને એક દષ્ટાન્ત-ના અનુભવથી સતીત્વનો મહિમા પારખતી અને સ્વેચ્છાના બલિદાન દ્વારા તે સિદ્ધ કરી ઇન્દ્રને પણ પરાજય કરે એવી ચારિત્ર્યશક્તિનું નિર્માણ કરતી દર્શાવી છે. તે “અવિભક્ત આત્મા'માં “આત્માનાં અડધિયાંના પરસ્પર આકર્ષણમાંથી જન્મતા પ્રેમના મૂલ્યના પાયા પર રચાયેલા દામ્પત્યની પ્રતિષ્ઠા છે. ‘તર્પણ'માં આર્યવિરોધી પરિબળોને પ્રચંડ પ્રતિકારથી વિનષ્ટ કરી આર્યવની પુનઃ
સ્થાપનાના ઉદ્યમનું નિરૂપણ છે, તે “પુત્રસમોવડી'માં સ્વાતંત્ર્યના અમરમંત્રને ઉષ છે. આમ પ્રત્યેક કૃતિમાં આર્યસંસ્કૃતિના પાયાના મૂલ્યની સ્થાપનાને પ્રયત્ન છે. એ દષ્ટિએ આ સંગ્રહની કૃતિઓ ભિન્ન ભિન્ન છતાં એક સામુદાયિક એકતામાં સમાવિષ્ટ થઈ શકે છે. ચારે કૃતિઓમાં નાટયાત્મક ઘટના દ્વારા જ કથયિતવ્ય વ્યક્ત થયું છે તે નાટકકાર તરીકેની મુનશીની શક્તિનું સૂચક છે.
પ્રાચીન પ્રાગઐતિહાસિક સમયનું વાતાવરણ, ભવ્યતા, અદ્દભુતતા વગેરે માં અધિક રાચતી મુનશીની કલ્પનાને અનુકૂળ ક્ષેત્ર નીવડે છે. અશ્વિને, ઈન્દ્ર, સપ્તર્ષિઓ, ઋષિઓ, દાનવો વગેરે સમાં અસાધારણ પાત્રો, મંત્ર ને મંત્રોચ્ચારો, યો અને આહુતિઓથી અલૌકિક બનતું વાતાવરણ, આવા વાતાવરણમાં નિર્વાહ્ય એવી ચમત્કારિક ઘટનાઓ, મુનશીની કૌતુકપ્રિય કલમ માટે અનુકૂળ સામગ્રી બની રહે છે. વાતાવરણને અનુરૂપ સંસ્કૃતાઢય સંવાદભાષા, અને તેની વાગ્મિતાયુક્ત “નાટકી' છટા, વાતાવરણને નાટ્યાત્મક રીતે પ્રગટ કરવામાં સહાયક બને છે, તે વાચકને સંવાદરૂપ છતાં અવાસ્તવિક વાગવૈભવને આસ્વાદ કરાવે છે. આ બધામાંનું ‘આર્યાવર્ત પ્રદેશને નહિ પણ સંસ્કૃતિને પર્યાય બની જાય છે. ને એની સ્થાપનાને ઉદ્યમ એ જ જાણે ચારે નાટકનો ઉદ્યમ બની રહે છે.