________________
. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૬૯ જોવા મળે છે. પાટણમાં પ્રવેશતાં જ દેવપ્રસાદને દેખાતી હંસાને ને તે પછી આખી વાર્તા દરમ્યાન ઉપયોગ, “ગુજરાતનો નાથ'માં “સરસ્વતીને તીરે થતી વાતો અને વિશળદેવને ઉપયોગ, કાક અને કૃષ્ણદેવના સંબંધને ઉપયોગ કે વિમળશાના અપાસરાને ઉપયોગ વગેરેને આના સમર્થનમાં ટાંકી શકાય. આમાં નાટકકારની કલાસૂઝની પ્રતીતિ છે. ત્રણે નવલોમાં આ નાટયાત્મકતા જણાય છે એ એમની લાક્ષણિકતા છે. પાત્રોનાં વર્ણન અને તેમની કેટલીક ક્રિયાઓ-મુદ્રાઓ વ.નાં વર્ણન, દોની રજૂઆત, અને સંવાદો પર રંગભૂમિને ઘણે પ્રભાવ વરતાય છે. મુનશીનું નિરૂપણ મહદંશે કથનાત્મક નહિ પણ દશ્યાત્મક છે. ચિત્રાવલિની જેમ તેમનાં દશ્યો બદલાય છે.
પાટણની પ્રભુતા'માં કુમાર ત્રિભુવનપાલ અને પ્રસન્ન, મીનળ-મુંજાલ, મોરારપાલ-પ્રસન્નનાં દશ્યો, “ગુજરાતનો નાથ'માંનાં લોહીતરસ્યો મહાઅમાત્ય', કીર્તિદેવ અને મુંજાલ” જેવાં અનેક દો કે “રાજાધિરાજ'માંનાં લીલાદેવી અને મુંજાલનો મેળાપ”, “રાણકની ભવિષ્યવાણી” અથવા “મંજરીનું મૃત્યુ” જેવાં દયે રંગભૂમિ પર ખૂબ જ સફળતાથી પ્રયોજી શકાય. મુનશીની નાટ્યવૃત્તિને ઉન્મેષ એમની પાત્રસૃષ્ટિમાં પણ જણાય છે. તેમનાં પ્રભાવશાળી તેજસ્વી અને મોહક પાત્રોમાં તેમની નવલકથાઓના આકર્ષણનું મુખ્ય બળ રહ્યું છે. આ નવલકથાઓમાં એમણે સુરેખ, સજીવ, તરવરતાં તેજીલાં અને પ્રભાવશાળી પાત્રોની એક સભર સૃષ્ટિ ઊભી કરી દીધી છે. એમાં મુંજાલમીનળ, કાક-મંજરી, કીર્તિ દેવ, કૃષ્ણદેવ, રાણક અને ઉદા મહેતા જેવાં પાત્રો તે ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં ચિરંજીવ બની ગયાં છે.
પૃથિવીવલભ” : આ જ ગાળામાં, સોલંકીગાથાની રચનાની વચમાં, ગુજરાતને નાથ” પછી અને “રાજાધિરાજ' પહેલાં મુનશીએ આ કૃતિ રચી. “ગુજરાતને નાથ' પછી લગભગ તરત જ રચાયેલી આ નવલકથામાં “ગુજરાતનો નાથ'ની નાટ્યાત્મક શૈલી વિશેષ રૂપે પ્રગટ થઈ છે. “પૃથિવીવલભ ધારા નગરીના રાજા મુંજના, અપાશે ઐતિહાસિક અને મહદંશે અનુશ્રુતિપ્રાપ્ત ચરિત્રને રજૂ કરે છે. રસિક કવિ અને વીર-વિલાસી મુંજનું, તેને હાથે અનેક વાર પરાજય પામેલા તૈલપ દ્વારા, તેના સામંત ભિલ્લમરાજની સહાયથી કેદ પકડાવું અને કેદમાંથી છૂટવાના નિષ્ફળ કાવતરાની શિક્ષા રૂપે હાથીપગે થવું એ મુખ્ય ઘટના. પણ એ ઘટનાના માળખામાં સાચો રસસંભાર તો ભરાય છે કેદી મુંજાલ અને તૈલપની કઠોર વૈરાગ્યવતી અને સત્તાધીશ બહેન મૃણાલવતીને પ્રેમપ્રસંગ. રસનિધિ તરીકે ઓળખાતા ભેજ અને ભિલ્લમની પુત્રી અને તૈલપના