________________
૧૬૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ત્રીજામાં અંતનાં પ્રૌઢત્વ અને મંદ ગતિશીલ ધીરતા વરતાય એ સ્વાભાવિક છે. પાત્ર-નિરૂપણરીતિ ઉભય જાણે પાકટ થતાં, પ્રૌઢ થતાં જાય છે – કથાની ગતિ સાથે ઉભયની વધતી વય વરતાય છે.
“પાટણની પ્રભુતા માં સ્થળ-કાળના મર્યાદિત વ્યાપમાં ઘણા પ્રસંગે સમાવિષ્ટ કર્યા છે. ત્રણ મુખ્ય ઘટનાકેન્દ્રોમાં બનતી ઘટનાઓ અને તેમની વચ્ચેના સંબંધો ત્રિકેણાત્મક આકૃતિરચનાનો ખ્યાલ આપે છે, અને ઘટનાઓ વચ્ચે સંબંધ સજીવ ને વિકાસાત્મક હોવાને બદલે સંકલનાત્મક અને એક જ ભૂમિકા પર વિસ્તરેલા પટ જેવો લાગે છે. સમયને ટૂંકા ગાળામાં પણ ગૂંચ પડે છે, ઊકલે છે, સંઘર્ષો જાગતા જણાય છે અને સમાધાનમાં સમાઈ જાય છે, ખાસ કરીને – મીનળમુંજાલના સંબંધો અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓની દષ્ટિએ જે નિર્ણાયક-વિફાટક ઘડી આવે છે ને ઊતરી જાય છે એ ઘડીને નિરૂપણમાં આરંભથી અંતની ગતિમાં કેટલાક વિકાસ અવશ્ય પ્રતીત થાય છે. તેમ છતાં મુખ્યત્વે નવલકથા સમસામયિક અને પરસ્પર ગૂંચવાયેલી ઘટનાઓના નાટયાત્મક, ક્રિયાત્મક અને આ વેગપ્રધાન સંકુલને નિરૂપે છે. ગુજરાતનો નાથ'માં વાર્તાને વ્યાપ વધે છે. પાટણના રાજાને મુખ્ય કેન્દ્રમાં રાખીને પણ અન્ય અનેક વૈકલ્પિક કેન્દ્રો તેમાં પ્રયોજયાં છે અને એ બધાં કેન્દ્રોમાંથી નીપજતાં, એકબીજાને છેદતાં, આનુષંગિક ઉપકથાનકેનાં વિષયવર્તુળાથી સમગ્ર રચનાકૃતિ વધુ વૈવિધ્યપૂર્ણ અને સંકુલ બની રહે છે. પ્રત્યેક ઘટનાવર્તુળને મુખ્ય કેન્દ્ર સાથે, ઉપરાંત અન્ય લગભગ બધાં જ વર્તુળો સાથે સુસંબંધિત રાખી, મુખ્ય કથાપ્રવાહને સભર તેમ જ ઉપકારક કરવામાં પ્રગટ થતું કૌશલ મુનશીની કલાકાર-પ્રતિભાની સિદ્ધિ છે. અત્યંત સંકુલ અને અટપટા સંબંધજાળયુક્ત, રાજપૂતયુગીન મહાલય જેવા સ્થાપત્યની રચનાપદ્ધતિને પ્રયોગ અને તેમાં પણ કથા-કુતુહલ, કાર્યવેગ અને ઘટનાપ્રવાહને જળવીને ગૂંથણીમાં નિપજાવેલી દઢબંધતા રચનાસ્વરૂપની દષ્ટિએ “ગુજરાતને નાથને આપણી નવલકથાની સ્વરૂપસિદ્ધિનું મહત્ત્વનું સીમાચિહ્ન પુરવાર કરે છે. “રાજાધિરાજ'માં આવેગે કંઈક ઘટે છે, પથરાટ વધતાં વેગ ઓછો થતો લાગે છે, આગલી કૃતિ કરતાં નાટ્યાત્મકતા અહીં ઓછા પ્રસંગમાં વરતાય છે તેથી, સંકલનામાં શૈથિલ્ય અનુભવાય છે. તેમ છતાં નવલકથામાં પૂરત વેગ અને ઘટનાને
માં પૂરતી કુતૂહલ અને વિસ્મયપ્રેરતા જાળવી રાખે છે. આ બધામાં ગુજરાતને નાથ” સંકલનાદષ્ટિએ વધુ કુશળતાપૂર્વકનું આયોજન અને ગુંફન પ્રગટ કરે છે. સમગ્ર પૂર્વકથાને વારંવાર વાગોળીને કે તેના પૂર્વાશાને સ્મૃતિમાં જાગ્રત રાખીને કરાતી રચના જ કઈ પણ નવલકથામાં આવી ઘટના અને પૂર્વ પર સંબંધને વણાટ સર્જાવી શકે. “પાટણની પ્રભુતામાં પણ આવું કૌશલા