________________
૧૭૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ'. ૪
(
પુત્ર સત્યાશ્રયની વાગ્દત્તા વિલાસની પ્રેમકથા સહાયક દાર પૂરી પાડે છે. વિસ્તારમાં નાની, પણ ઘટ્ટ, અને આડકથા-ઉપકથાએનાં જાળાંને અભાવે એછી સંકુલ હાઈ સીધી વેગવાનગતિવાળી આ કથા નાટયાત્મક નિરૂપણને ઉત્તમ નમૂને છે. સવાદાત્મક અને દસ્યપ્રધાન નાટ્યાત્મક શૈલીને કારણે નવલકથાનું વાચન કથાવાચનના નહિ પણ નાટયવાચનને વધુ અનુભવ કરાવે છે. એટલે, બહુ જ ઓછા ફેરફારાથી પૃથિવીવલ્લભ'નું સફળ નાટયરૂપાંતર અને ચિત્રપટકથા રૂપ બની શકયું છે તે હકીકત આશ્ચર્યકારક નથી રહેતી. સાલકી-ત્રયીનાં મીનળ-મુ ંજાલની જેમ, ‘ પૃથિવીવલ્લભ’નાં મુ ંજ અને મૃણાલ મુનશીનાં ઉત્તમ પાત્રસ નેામાં સ્થાન પામે તેવાં છે. મુગ્ધ પ્રણયની કરુણાન્તિકા જેવાં રસનિધિ-વિલાસ (‘પૃથિવીવલ્લભ') અને કૃષ્ણદેવ-સેામ (‘ગુજરાતનેા નાથ’)નાં કથાનામાં પણ વસ્તુ, પાત્રો, નિરૂપણુ, ઘટનાઓ વગેરેમાં ઘણું સામ્ય વરતાશે. આવાં મુગ્ધ પ્રેમનાં, મુનશીએ આલેખેલાં અન્ય ચિત્રોમાં, ત્રિભુવન-પ્રસન્ન(‘પાટણની પ્રભુતા')નું ચિત્ર મસ્તીખાર તાફાની વૃત્તિને કારણે તા ‘વાહડ-સમરથ'નું વ્યંગ્યચિત્રાત્મક નિરૂપણને કારણે જુદાં પડે છે. પરંતુ પૌરાણિક નાટકો'માંના ‘ત'નાં સુવર્ણા અને સગરની કરુણાન્ત સ્નેહકથા કૃષ્ણદેવ-સામ અને રસનિધિ-વિલાસની કથાની સાથે હું જ સામ્ય ધરાવતી જણાશે. આ ત્રણે કથાનામાં, મુગ્ધપ્રેમ ઉપરાંત, પરિસ્થિતિની રહસ્યમયતા, સંબધની ગુપ્તતા, નાયકનું દુશ્મન દેશમાં અજ્ઞાતરૂપે હાવું, નાયકનાયિકાના પક્ષા વચ્ચે વરસંબધ, અને અ ંતે રાજ-કલહની વેદીના વેરાગ્નિમાં નિર્દોષ પ્રેમમુગ્ધ નાયિકાનાં સ્વજનને જ હાથે એક યા ખીા કારણે બલિદાન . . . આ બધા સમાનાંશા મુનશીએ એક જ કથાનકને પ્રસ ંગેપ્રસંગે વિવિધરૂપે કરેલા પ્રયાગ સૂચવે છે. યુદ્ધદેવની આહુતિએ બનતી કુમારિકાનું આ કથાનક ફિનિયા'ની કથાનું સ્મરણ ન કરાવે ?...... અને માત્ર મુગ્ધપ્રેમના જ કથાનકની મર્યાદામાં ન રહીએ તે), મુનશીએ આલેખેલાં હંસા, મંજરી, રાણક અને ચૌલાનાં વિવિધસ્વરૂપ ‘બલિદાને’ને પણ આ યાદીમાં ન ઉમેરી શકાય? ભગવાન કૌટિલ્ય : રાધિરાજ' પછી છેક ૧૯૪૦માં, મુનશી ગુજરાતના ઇતિહાસનાં પાનાં ઉખેળે છે અને ‘ જય સામનાથ’ રચાય છે, તે દરમ્યાનના ગાળામાં તેમની પાસેથી આપણને આ એક જ ઐતિહાસિક નવલકથા મળે છે. સેાલકાગાથામાં ઇતિહાસ સાથે પ્રબધા રાસાએ લેાકપ્રચલિત કથાના ઘેાળાયલાં છે, ‘ પૃથિવીવલ્લભ'માં ઇતિહાસ કરતાં અનુશ્રુતિ અને અન્ય સામગ્રી જ પ્રધાન છે, તા ‘ભગવાન કૌટિલ્ય'માં તા મુનશી આપણને છેક ઇતિહાસના ઉષઃકાળમાં લઈ જાય છે, પુરાણુ અને ઇતિહાસના સધિયુગમાં પ્રવેશે છે. ખરેખર તા ઇતિહાસની આરભરેખા પાસે જ જાણે આ નવલકથા અટકે છે.
.
'
: