________________
પ્ર. ૪ ]
કનૈયાલાલ સુનશી
[ ૧૬૧
પરિચયમાંથી જન્મતા સ્નેહ, ને એ સ્નેહમાંથી જન્મતા તલસાટ, અકળામણેા, મૂંઝવણ્ણા-મથામણેા અને સર્ધાના ઇતિહાસ એક નવલકથાથીય વધુ ઘટનાયુક્ત સવેદનસભર અને રામાંચક કથાનક છે. મુનશીનાં પત્નીનું, અને પછી સૌ. લીલાવતીના પતિનું અવસાન થતાં બંને લગ્નગ્રંથિથી જોડાય છે. સ્નેહ મૈત્રીનું આ પ્રકરણ તે કાળે ગુજરાતમાં એક અત્યંત ચર્ચાયેલુ` પ્રકરણ છે. મુનશીના અંગત જીવન તેમ જ વ્યવસાયજીવન મનેાજીવન પર તેના પડછાયા પડે છે. સ્વપ્નસિદ્ધિની શોધમાં' એ આત્મકથાના ત્રીજા ખંડ ઉપરાંત ‘અવિભક્ત આત્મા” જેવી કૃતિઓમાં આના અણસાર મળે છે. લીલાવતી સાથેનું લગ્ન એ મુનશીના વનને મહત્ત્વના વળાંક આપતી ઘટના. મુનશીના દી સહચાર અને અનેકવિધ રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિએ ગુજરાતના જાહેર જીવનના ઇતિહાસનું મહત્ત્વનું પ્રકરણ છે. દીધ`જીવી અને સદાપ્રવૃત્ત મુનશીજીવનના એક રંગદર્શી અઘ્યાય અહી પૂરા થાય છે. આ પછીના બહુમુખી કારકિદી વાળા જીવનના અધ્યાય અનેકવિધ પ્રવૃત્તિ, સિદ્ધિ અને સંધર્ષાથી સભર છે. આ ગાળાની ઘટનાઓ, પ્રવૃત્તિઓ વગેરેની કેવળ યાદી પણ એક ગ્રંથ જેટલેા વિસ્તાર માગે,
-
આ કાળમાં, બારડાલીના સત્યાગ્રહ સાથે સંકળાયલી તેમની કામગીરીથી આરંભાયલી તેમની રાજદ્વારી પ્રવ્રુત્તિએ, ગાંધીજી સાથેના, સરદાર સાથેના અને કૅૉંગ્રેસ સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધે, રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતા ગણાવા સુધીનું તેમનું મહત્ત્વ વગેરેથી માંડીને તે, મુંબઈ રાજ્યના સચિવ તરીકેની તેમની કામગીરી, હૈદરાબાદના એજન્ટ-જનરલ, ભારતના અન્નપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે તેમણે અાવેલી ફરજો અને છેલ્લે રાનજી સાથે સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં તેમના ફાળા એ બધાના ઇતિહાસ ભારતના ઇતિહાસને જ એક ભાગ છે; તેા ભારતીય વિદ્યાભવન તથા અન્ય અનેક સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાએ અને તેમની અનેકવિધ પ્રવૃત્તિએ તેમની પ્રવૃત્તિઆના ખીજો સમૃદ્ધ પ્રવાહ છે. અખંડ હિંદુસ્તાન' જેવી ઘણી પ્રવૃત્તિએ એમણે આદરી છે પણ સાહિત્યના ઇતિહાસમાં એ બધાના કેવળ ઉલ્લેખથી જ ચલાવી લેવું રહ્યું. અહીં નોંધવા યોગ્ય મહત્ત્વની વાત તા એ છે કે રાજદ્વારી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓના ક્ષેત્રની પ્રવૃત્તિએમાં પૂરી શક્તિથી પ્રવ્રુત્ત અને અગ્રણીએમાં એક છતાં તેમણે લેખક તરીકે કલમને કદી સુકાવા દીધી. નથી. એ બધી વ્યવહારુ પ્રવૃત્તિઓની વચમાં પણ તેમણે સાહિત્યપ્રવૃત્તિને સતત ચાલુ રાખીને એક યા ખીન્ન પ્રકારની કૃતિઓ આપ્યાં જ કરી છે. આ ઉપરાંત લગભગ ત્રીસેક વર્ષ પર્યંત ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વેસર્વા બની રહી તેનું તેમણે એક હાથે કરેલું સંચાલન પણ નૈાંધપાત્ર છે.
ગુ. સા. ૧૧