________________
૧૬૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪
સાહિત્યસર્જન વિશેષત: વાર્તાકાર
ઉત્તમ સર્જક છતે ગોવર્ધનરામ પ્રધાનતઃ ચિંતક છે, મુનશી સ્વભાવતઃ વાર્તાકાર. લગભગ મધ્યકાલીન લાગે તેવું ચિતંત્ર, અને અર્વાચીન રચનાવિધાન એ બેને મેળમાંથી ઉદ્ભવેલું મુનશીનું વાર્તાપ્રધાન સાહિત્ય જ તેમની સર્જકપ્રતિષ્ઠાનો પાયો છે.
કથાનકને રોચક-રોમાંચક સામગ્રીથી સભર કરવું, ઘટનાઓને નાટયાત્મક રીતે ગૂંથવી-ગૂંચવવી અને એ બધા વચ્ચે રમમાણ જીવંત ક્રિયાશીલ પાત્રોને મથતાં, મૂંઝાતાં, તડપતાં, સફળતા-નિષ્ફળતાની, પ્રેમ-રની વેદનાઓ વેઠતાં દર્શાવવાં, અને આલેખનની “સરસતા અને સચોટતાથી” કુતૂહલવશ વાચકને વાર્તાપ્રવાહમાં વહાવી જવો, કરામત અને કસબ પકડાયપરખાય નહિ તેટલા વેગથી તેને ધસતો ધકેલાતો અને બધુંય વગરપ્રીને નભાવી લે તેટલો સંમહિત રાખવો – વાર્તાકળાની આ બધી આવડત, મુનશીને તેમની રંગદર્શી પ્રકૃતિ, તપ્રકારનું સાહિત્યસેવન અને લયગામી સભાન પુરુષાર્થે સિદ્ધ કરી આપી છે. વાર્તાકળાને આવો કીમિય, અર્વાચીન ગુજરાતી વાર્તાકારોમાંના બહુ ઓછી આટલે અંશે સિદ્ધ કરી શક્યા છે. મુનશીની વાર્તાક્ષેત્રે દીર્ધજીવી લેકપ્રિયતા અને કેટલીક રીતે અન-અન્યતાનું રહસ્ય તેમની આ સિદ્ધિમાં છે.
આ વાર્તાકથનસિદ્ધિને કારણે જ મુનશી નવલિકા-નવલકથા-નાટક વગેરે “વાર્તાપ્રધાન પ્રકારે ઉપરાંત જીવનચરિત્ર, આત્મચરિત્ર કે પ્રવાસલેખમાં પણ આકર્ષક નીવડ્યા છે. વાર્તા સિવાયના સાહિત્યપ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છતાં, તેમની મુખ્ય મુદ્રા તો વાર્તાકારની જ રહી છે તે હકીકત છે, મુનશીની રચનાઓમાં “કથનાત્મકતા” અને “નાટયાત્મકતાને ઉભયાન્વય છે. તેમની વાર્તાઓમાં નાટયતત્ત્વ કથન જેટલું જ – ને ક્યારેક તે અધિક મહત્વ ધરાવે છે. વાર્તાકાર મુનશીમાં નાટકકાર મુનશી હમેશાં સમાવિષ્ટ હોય છે. આથી તેમની પાસેથી વાર્તા અને નાટક ઉભયક્ષેત્રે આવકાર્ય પ્રદાન પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે.
મુનશીને સાહિત્યક્ષેત્રે પ્રવેશ “મારી કમલા'એ નવલિકાથી. એ પહેલી જ વાર્તાની અણધારી સફળતાએ તેમને બીજી વાર્તાઓ લખવા પ્રેર્યા, અને આપણને “મારી કમળા અને બીજી વાતો' (૧૯૧૨; પછીથી “મુનશીની નવલિકાઓ')માંની વાર્તાઓ મળી. “નવલિકા તે જમાનામાં નવું, વિકસતું સ્વરૂપ. મુનશીની વાર્તા માંનાં અનાયાસ શિલ્પ, સરળતા અને સ્વાભાવિકતા, નર્મમર્મ અને કટાક્ષ તથા